Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુ, દિલ્હીથી પરત ફર્યા બાદ તબિયત લથડતા વેન્ટિલેટર ઉપર, લીવર ડેમેજ થયું

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુ, દિલ્હીથી પરત ફર્યા બાદ તબિયત લથડતા વેન્ટિલેટર ઉપર, લીવર ડેમેજ થયું

Our Visitor

013159
Total Users : 13159
Total views : 15404
Who's Online : 1

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુ, દિલ્હીથી પરત ફર્યા બાદ તબિયત લથડતા વેન્ટિલેટર ઉપર, લીવર ડેમેજ થયું

રીતેશ પરમાર

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેઓને વેન્ટિલેટર ઉપર રાખવાની તબીબોને ફરજ પડી છે. જાણકારી મળી રહી છે કે, ડેન્ગ્યુ થયા બાદ લીવર ડેમેજ થયું છે. બે દિવસથી તેઓ ઊંઝાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે તબિયત વધુ લથડતા અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ધારાસભ્ય ડો.આશાબેન પટેલ તાજેતરમાં દિલ્હી ગયા હતા ત્યાંથી તા.7ના રોજ પરત ઊંઝા આવ્યા હતા જ્યાં તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તેમણે ડેન્ગ્યુ હોવાનું સામે આવતા તેઓ ઊંઝાની જ હોસ્પિટલમાં બે દિવસથી સારવાર મેળવી રહ્યા હતા.

આજે તેઓની તબિયત વધુ લથડતા અને ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થયું હોવાનું તબીબી પરીક્ષણમાં સામે આવતા તેમને તત્કાલ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં વેન્ટિલેટર ઉપર તેઓની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુ, દિલ્હીથી પરત ફર્યા બાદ તબિયત લથડતા વેન્ટિલેટર ઉપર, લીવર ડેમેજ થયું

Related posts

રાજકોટમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વિવાદમાં!કોન્સ્ટેબલ અને તેના મિત્રો પાસેથી નાસ્તાના પૈસા માંગતા લારી વાળાના 12 વર્ષના દીકરાને માર માર્યો! પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ ઈંડાની લારીમાં તોડ-ફોડ કરી

Ritesh Parmar

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળી રાહતગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે..રાહુલ ગાંધી માટે ફરી લોકસભામાં જવાનું માર્ગ થયો ખુલ્લો..બે વર્ષની સજા સામે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

Ritesh Parmar

સુરતના ઓલપાડમાં કોંગ્રેસની અભૂતપૂર્વ કામગીરી, લાખો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ,લડાયક નેતા દર્શન નાયકે કર્યા ભાજપ ઉપર આકરા પ્રહાર

Ritesh Parmar

Leave a Comment