Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર પોલીસ વિરૃદ્ધ બુટલેગરનો ગંભીર આક્ષેપ? બળજબરી પૂર્વક દારૂનો ધંધો કરવા કરે છે દબાણ, બુટલેગરે પીધું ફિનાઈલ, પોલીસે કહ્યું આક્ષેપ ખોટા, જુઓ વિડીયો

સરદારનગર પોલીસ વિરૃદ્ધ બુટલેગરનો ગંભીર આક્ષેપ? બળજબરી પૂર્વક દારૂનો ધંધો કરવા કરે છે દબાણ, બુટલેગરે પીધું ફિનાઈલ, પોલીસે કહ્યું આક્ષેપ ખોટા, જુઓ વિડીયો

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

સરદારનગર પોલીસ વિરૃદ્ધ બુટલેગરનો ગંભીર આક્ષેપ? બળજબરી પૂર્વક દારૂનો ધંધો કરવા કરે છે દબાણ, બુટલેગરે પીધું ફિનાઈલ, પોલીસે કહ્યું આક્ષેપ ખોટા, જુઓ વિડીયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

    અમદાવાદના સરદારનગર વિસ્તારમાં છારાનગરના એક બુટલેગરે સરદારનગર પોલીસ સામે ગંભીર આક્ષેપ કરી ફિનાઈલ પી આત્મહત્યા કરવાની કોશિશ કરતા તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવાની ફરજ પડી છે. બુટલેગર મેહુલ સરજુભાઈ ઇન્દ્રેકર વિસ્તારમાં દારૂનો ધંધો કરે છે પરંતુ હાલમા તેઓ દારૂનો ધંધો બંધ કરી દીધો છે, જેથી સરદારનગર પોલીસ અવારનવાર બુટલેગર મેહુલ ઇન્દ્રેકરne દારૂનો ધંધો કરવા દબાણ કરી રહી હોવાના કારણે કંટાળી જઈ આખરે ફિનાઈલ પી લઈને જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. પરંતુ પરિવારજનો અને આડોશ પાડોશમાં રહેતા લોકોએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ બોલાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં બુટલેગર મેહુલ ઇન્દ્રેકરની સારવાર હાથ ધરાઈ છે.

   બીજીતરફ બુટલેગરની પત્નીએ સરદારનગર પોલીસ સ્ટેશનના અમુક પોલીસકર્મીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાડતાં એક વિડીયો સોશ્યલ મીડિયામા વાયરલ કર્યો છે. જેમાં મહિલાએ સરદારનગર પોલીસ ઉપર આક્ષેપ કર્યો છે કે, પોલીસ અમારા ઘરે આવી અમને દારૂનો ધંધો કરવા દબાણ કરે છે, અને વધુમાં જણાવી રહ્યા છે કે, પોલીસકર્મીઓ કહી રહ્યા છે કે, ક્રાઇમબ્રાન્ચ, પીસીબી, અને અન્ય ડિવિઝનને અમે સંભાળી લઈશુ બસ તમે દારૂનો ધંધો ચાલુ કરો અને મહિને 5 લાખ રૂપિયા અમને ભરણ પેટે આપો. પરંતુ બુટલેગર મેહુલ ઇન્દ્રેકર અને તેમની પત્નીએ દારૂનો ધંધો કરવાની ના પાડી દેતા પોલીસ તેમના ઉપર ખોટા કેસ કરી તેમને હેરાન કરી રહી હોવાના આક્ષેપ સરદારનગર પોલીસ સામે લગાડવામાં આવ્યા છે.



  સુ કહી રહી છે સરદારનગર પોલીસ....
         આ ઘટનાના લીધે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને છારાનગરમા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જયારે પત્રકારો દ્વારા સરદારનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. સોલંકીનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બુટલેગર મેહુલ ઇન્દ્રેકર અને તેમની પત્ની દ્વારા સરદારનગર પોલીસ પર લગાવેલા આક્ષેપ તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. વધુમાં પીઆઈ સોલંકીએ જણાવ્યું કે બુટલેગર મેહુલ અગાઉ એક દારૂના ગુનામાં વોન્ટેડ હતો, અને તેની ધરપકડ કરવાની હોવાથી પોલીસ બુટલેગરના ઘરે તેને પકડવા ગઈ હતી. તે દરમ્યાન પોલીસ થી બચવા પોતાના ઘરે પોલીસની સામે ફિનાઈલ પી લીધું હતું. હાલ મેહુલની સરદારનગર પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી છે, તેમજ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ સરદારનગર વિસ્તારના કુબેરનગરના એક બુટલેગરે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી પોલીસ ઉપર આક્ષેપો લગાડ્યા હતા. હવે આ બીજી ઘટનામા પણ સરદારનગર પોલીસ ઉપર બુટલેગર અને તેમની પત્નીએ આક્ષેપો કરતા સરદારનગર પોલીસની કામગીરી ઉપર સવાલ ઉત્પન્ન થયા છે. હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર ઘટનાના મામલે ઉચ્ચ અધિકારીઓ કેવી રીતના પગલા ભરશે.

સરદારનગર પોલીસ વિરૃદ્ધ બુટલેગરનો ગંભીર આક્ષેપ? બળજબરી પૂર્વક દારૂનો ધંધો કરવા કરે છે દબાણ, બુટલેગરે પીધું ફિનાઈલ, પોલીસે કહ્યું આક્ષેપ ખોટા, જુઓ વિડીયો

Related posts

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન

Ritesh Parmar

મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી?પોલીસે પણ મહિલા અને તેના પુત્ર સામે હુમલો કર્યાના આક્ષેપ કર્યા

Ritesh Parmar

કલોલ ના છત્રાલમાં ચોરના રામ રમાયા, છાપરેથી મોબાઈલ શોપમાં ચોરી કરવા ઉતરતા સમયે પતરું ગળામાં ઘુસ્યો, મોતને ભેટ્યો

Ritesh Parmar

Leave a Comment