Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Our Visitor

009756
Total Users : 9756
Total views : 11420
Who's Online : 1

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદના વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ ગોવિંદભાઇ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેઇલિંગ કરવાના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ષડયંત્રમાં ફસાયેલા ડો. અરવિંદ શાહે જ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, ફિનિક્સ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એક ડોકટરની લોભામણી લાલચના ષડયંત્રમાં પોતે જ ફસાઇ ગયો હતો. અને ડો. કહેવાથી જ લાલચમાં ફસાઇને સ્પર્શ હોસ્પિટલના ડો. નિમેષ પ્રજાપતિ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા.

અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં ડો. નિમેષ પ્રજાપતિ વિરૂદ્ધ જાણવાજોગ ફરિયાદ થઇ હતી. જેમાં આક્ષેપ કર્યા હતા કે ડો. નિમેષ પ્રજાપ્રતિની હોસ્પિટલમાંથી બોગસ દર્દીઓના બનાવટી મેડીકલ પેપર્સ (ફાઇલ) તૈયાર કરી બોગસ મેડીક્લેમ પાસ કરાવવાનું ષડયંત્ર રચાયું છે. જે અંગે વટવા પોલીસે તપાસ કરતાં ડો. નિમેષ વિરૂદ્ધ કરાયેલી અરજીમાં સત્યથી વેગળા ખોટા અને બનાવટી આક્ષેપો કરાયા હોવાનું બહાર આવ્યું હતું.

ડો. અરવિંદ શાહે કરી ચોંકાવનારી કબુલાતો

બે મહિલા દર્દીના મેડીક્લેમ પાસ ન થતાં ખળભળાટ મચી ગયો હતો. એક મહિલા દર્દીની તપાસ ખુદ ડો. અરવિંદ શાહ કરતા હતા. જેમણે જણાવ્યું હતું કે ફિનિક્સ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ડોકટરના ષડયંત્રમાં ફસાઇને એવી કબુલાત આપી હતી કે, મેં કોઇ મહિલા દર્દીને તપાસી નથી. ડો. નિમેષ પ્રજાપતિએ મારી સહીઓ બોગસ કરી હતી અને સિક્કા બનાવી દુરૂપયોગ કર્યો હતો. જો કે સ્પર્શ હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિએ ડો. અરવિંદ શાહને કોલ કરતાં ડો. અરવિંદ શાહે કબુલાત કરી હતી કે, મેં મહિલા દર્દીને તપાસી હતી. મને લાલચમાં ફસાવી દેતાં મેં તેમના કહેવાથી જ ખોટા નિવેદનો લખાવ્યા હતા. ઉપરાંત ડો. નિમેષ પ્રજાપતિએ ડો. અરવિંદ શાહને કન્સલ્ટન્સીની રકમ ચુકવાની હોવાના પુરાવા પોલીસ સમક્ષ રજુ કર્યા હતા.

અરવિંદ શાહ ફસાયા કેમ ?

ડો. નિમેષે ડો. અરવિંદ શાહને કોલ કરતાં ડો. અરવિંદ શાહે કબુલાત કરી હતી કે મને લાલચ આપીને ષડયંત્રમાં ફસાવ્યો હતો. જેણે સ્પર્શ હોસ્પિટલના ડો. નિમેષ પ્રજાપતિ વિરૂદ્ધ નિવેદન આપવા ફરજ પાડી હતી. ચોંકાવનારી વાતએ છે કે ડો. અરવિંદ શાહના પૂત્રવધુએ પણ ફોન પર કેટલીક કબુલાત કરી હતી.

ષડયંત્રનો મુખ્ય સુત્રધાર કોણ ?

ડો. નિમેષ પ્રજાપતિની હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓના મેડીક્લેમ પાસ નહીં કરી ડો. નિમેષ પ્રજાપતિ અને તેમની હોસ્પિટલને બદનામ કરવાના ષડયંત્રનો મુખ્ય સુત્રધાર ડો. રશ્મિકાંત પટેલ હોવાનું બહાર આવ્યું છે. ડો. નિમેષ પાસે અગાઉ પણ ડો. રશ્મિકાંત મેડિક્લેમ પાસ કરવાની કાર્યવાહી કરવા ‘સમજી લઇશું’ કહીને સેટિંગ કરવાનો દાવ ખેલ્યો હતો. ડો. વિરૂદ્ધ ફરિયાદો કરે તો કંપનીમાં પોતાની ઇજ્જત વધે અને બઢતી પણ મળે તેવો ઇરાદો હોઇ શકે.

અમદાવાદના અન્ય એક તબિબ ષડયંત્રમાં ન ફસાયા

એક મહિલા દર્દીની સારવાર કરનાર અન્ય એક ડો.ને પણ આ ષડયંત્રમાં ફસાવવાની કોશિશ કરી ડો. નિમેષ પ્રજાપતિ વિરૂદ્ધ નિવેદન આપવા લાલચ આપી હતી. પણ તબિબ ને જાણે કોઈ ષડયંત્રની ગંધ આવી ગઈ હોય તેથી તે કોઇ લાલચમાં ફસાયા ન હતા.

ડો. કિરણ પણ ષડયંત્રનો ભોગ બન્યા હતા..

આ અગાઉ નિકોલ વિસ્તારની ક્રિશા હોસ્પિટલના ડો. કિરણ આકોલીયા વિરૂદ્ધ પણ ખતરનાક ષડયંત્ર રચાયું હતું જો કે નિકોલ પોલીસની તપાસમાં ડો. કિરણને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હોવાનો પર્દાફાશ થયો હતો. જે ષડયંત્રનો સુત્રધાર કોણ છે ? તે તપાસનો વિષય છે.

ડો. નિમેષને થયું ભયંકર નુકસાન..

ડો. નિમેષ પ્રજાપતિ વિરૂદ્ધ રચાયેલા ષડયંત્રના કારણે ડો. નિમેષની પ્રતિષ્ઠાને જબરજસ્ત હાનિ પહોંચી છે. જેમની હોસ્પિટલમાં સારાવાર લેનાર દર્દીઓ પણ શંકા કુશંકા કરી રહ્યા છે. જેના કારણે તેમણી પ્રેક્ટિસ પર અસર પડી રહી છે.

ષડયંત્રના ભેદી રહસ્ય..

ડો. નિમેષ પ્રજાપતિને ષડયંત્રમાં ફસાવવા પાછળના ભેદી રહસ્યો અંગે પ્રશ્નો સર્જાયા છે. ષડયંત્રના મુખ્ય સુત્રાધાર કોણ ? ષડયંત્ર રચનારનો ઇરાદો શું હતો ? ષડયંત્ર રચનારે અત્યાર સુઘીમાં કેટલાક તબીબને ફસાવ્યા છે. ? ષડયંત્ર પાર પાડવાથી કોણે કયો કેટલો ફાયદો થવાનો હતો ? ડો. અરવિંદ શાહને લલચાવી કેટલા રૂપિયા આપ્યા હતા. ?

ડો. વિરૂદ્ધ ખોટી સત્યથી વેગળી ફરિયાદો કરવાથી થર્ડ પાર્ટી કંપની પાસેથી કેવા ફાયદા ઉઠાવવાના હતા ? શું ડો. નિમેષ પર લાગેલું કલંક ભુસાઇ જશે ? ડો. નિમેષની પારાવાર નુકસાનની ભરપાઇ કોણ કરી આપશે ? ઉલ્લેખનીય છે કે આ ષડયંત્રમાં ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરવા માટે કરાયેલી ફરીયાદમાં વટવા પોલીસે જીણવટ તપાસ કરી હતી જેમાં પુરવાર થયું હતું કે સ્પર્શ હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિ ઉપર લગાવેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. જેથી તેમને ક્લીનચિટ અપાઈ હતી.


અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Related posts

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

Ritesh Parmar

અમદાવાદ /કુબેરનગર વિસ્તારના છારાનગરમાં પીવાના પાણી અને ગંદકીથી સ્થાનિક લોકોમાં આક્રોશ,વારંવાર રજુઆત છતાં કોર્પોરેટરો અને અધિકારીઓના આંખ આડા કાન,

Ritesh Parmar

જામીન ઉપર છૂટી જેલ સિપાહી ઉપર જીવલેણ હુમલો અને લૂંટ કરતા ફરાર આરોપી ની પોલીસે કરી ધરપકડ

Ritesh Parmar

Leave a Comment