Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત /ઉધના પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગની સફળ રેડ,ઈંગ્લીશ દારૂની 367 બોટલ અને 58 બિયરના ટીન ઝડપી પાડ્યા,

સુરત /ઉધના પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગની સફળ રેડ,ઈંગ્લીશ દારૂની 367 બોટલ અને 58 બિયરના ટીન ઝડપી પાડ્યા,

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

સુરત /ઉધના પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગની સફળ રેડ,ઈંગ્લીશ દારૂની 367 બોટલ અને 58 બિયરના ટીન ઝડપી પાડ્યા,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે. પણ રાજ્યમાંથી અવાર નવાર લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાય છે. અવાર નવાર પકડાતા લાખો રૂપિયાના દારૂથી એક સવાલ ઉઠે છે કે, શું ખરેખર ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો છે? તો કેટલીક વખત સુરતમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો દારુનું વેચાણ કરતા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.

ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા ઉધના પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂર ચાલતા દારુના અડ્ડા પર દરોડો કરવામાં આવ્યો હતો અને ત્યારથી 1.10 લાખ રૂપિયાના દારુના મુદ્દામાલને કબ્જે કર્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં રામુ અને કાલુ નામના બુટલેગરો પોલીસની રહેમ નજર હેઠળ દારુનો અડ્ડો ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, સ્ટેટ મોનિટરીંગની ટીમને બાતમી મળી હતી કે, સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર વાડમાં આવેલા પટેલ નગરમાં દારુનું વેચાણ થઇ રહ્યું છે. તેથી પોલીસ દ્વારા બાતમીના આધારે આ જગ્યા પર દરોડો કરવામાં આવ્યો હતો. પોલીસે અશોક રાજપત વિશ્વકર્માની ઓરડી પાસેથી વિદેશી દારુની 367 બોટલો, 58 બિયરના ટીન ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી દારુનું વેચાણ કરનાર અશોક, સાગર બોન્ડારે અને કામટા મુન્નીલાલની ધરપકડ કરી હતી. ત્રણ આરોપીઓની સાથે પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી 67,870નો દારૂ અને 1935 રૂપિયા રોકડાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીના 4 મોબાઈલ અને તેનું મોપેડ પણ જપ્ત કર્યું હતું.

પોલીસને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રાજેશ યાદવ, અશોક વિશ્વકર્મા અને રાજુ નામના ઇસમો આ દારૂનો જથ્થો પૂરો પાડતા હતા. તેથી પોલીસ દ્વારા આ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતરે દારુનું વેચાણ થતું હોવા મામલે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ બાબતે જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે જે નહીં તે જોવાનું રહ્યું.


સુરત /ઉધના પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગની સફળ રેડ,ઈંગ્લીશ દારૂની 367 બોટલ અને 58 બિયરના ટીન ઝડપી પાડ્યા,

Related posts

મોરબી પાલિકાની ગત ચૂંટણીનાં મનદુખમાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને તેના દીકરા ઇમ્તિયાઝની નિર્મમ હત્યા: પાંચ સામે ફરિયાદ,

Ritesh Parmar

રાજકોટ / જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો! લોધીકા પોલીસ અને સ્થાનિક બુટલેગર દ્વારા માર મરાયાનો આક્ષેપ?

Ritesh Parmar

વડોદરા/ સોહામણી લાગતી યુવતીને એક યુવક રૂમમાં લઈ ગયો, કપડા ઉતારતા હોશ ઉડ્યા, કિન્નર નીકળ્યો,

Ritesh Parmar

Leave a Comment