Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ /ઘોર કળયુગ,પુત્રવધુએ સાસુને માર મારતા સાસુને મનમાં લાગી આવ્યું, પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી

રાજકોટ /ઘોર કળયુગ,પુત્રવધુએ સાસુને માર મારતા સાસુને મનમાં લાગી આવ્યું, પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

રાજકોટ /ઘોર કળયુગ,પુત્રવધુએ સાસુને માર મારતા સાસુને મનમાં લાગી આવ્યું, પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી
આત્મહત્યા કરનાર મહિલા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પ્રૌત્રને માર મારતી કૂળવધૂને સમજાવતા સાસુને માર મારતા પગલું ભર્યું ‘તુ: સાસુને મરવા મજબૂર કરનાર વહુ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ શહેરમાં આવેલા માંડાડુંગર વિસ્તારમાં પ્રૌત્રને માર મારતી કુળવધૂને સમજાવવા ગયેલા સાસુને પરિણિતાએ માર મારી પિયરની વાટ પકડી હતી. સાસુને લાગી આવતા જાતે કેરોસીન છાંટી સળગાવી લીધી હતી. વૃધ્ધાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

વૃધ્ધાને મરવા મજબુર કરનાર પુત્રવધુ વિરુદ્ધ પોલીસે મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડાડુંગર વિસ્તારમાં રહેતા લક્ષ્‍મીબેન રમેશભાઈ બથવાર નામના 55 વર્ષના વૃધ્ધાએ પોતાના ઘરે પોતાની જાતે કેરોસીન છાંટી કંડી ચાંપી લઈ અગ્નિસ્નાન કરી લીધુ હતું. ગંભીર રીતે દાઝી ગયેલા વૃધ્ધાને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ વૃધ્ધાએ ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.


પ્રાથમિક પુછપરછમાં પુત્રવધૂ વૈશાલીબેન પોતાના પુત્ર સોયબને માર મારતી હતી ત્યારે સાસુ લક્ષ્‍મીબેને પૌત્રને માર નહીં મારવા બાબતે સમજણ આપતા ઉશ્કેરાયેલી પુત્રવધૂએ સાસુ લક્ષ્‍મીબેનને પણ માર માર્યો હતો અને બાદમાં ભુપગઢ સ્થિત પિયરમાં ચાલી ગઈ હતી.
જે અંગે માઠુ લાગી આવતા લક્ષ્‍મીબેન બથવારે જાત કેરોસીન છાંટી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે સસરા રમેશભાઈ પૂંજાભાઈ બથવારે પુત્રવધુ વૈશાલીબેન ચિરાગભાઈ બથવાર વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં સાસુને અવાર નવાર ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પીએસઆઇ એચ.એન.જામંગ અને એએસઆઇ કે.વી.ગામેતી સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.


રાજકોટ /ઘોર કળયુગ,પુત્રવધુએ સાસુને માર મારતા સાસુને મનમાં લાગી આવ્યું, પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી

Related posts

વાસદ બગોદરા હાઈવે પરથી બાઈક ઉપર પસાર થતાં દંપતીને બેફામ રીતે હંકારી રહેલા કાર ચાલકે ટક્કર મારી, બંનેના કરુણ મોત

Ritesh Parmar

અંત્યોદયની ભાવના એટલે ‘તેરા તુજકો અર્પણ’!અમદાવાદના પોલીસ કમિશ્નર મલિક અને ઝોન 6 પોલીસનું માનવીય અભિગમ! વાંચો સમગ્ર અહેવાલ

Ritesh Parmar

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,

Ritesh Parmar

Leave a Comment