Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શાહીબાગમાં PCBનો સપાટો: ₹૧૨.૭૮ લાખના દારૂ અને ‘થાર’ સાથે બુટલેગરોના નેટવર્કનો પર્દાફાશ; સ્થાનિક પોલીસ અને ઝોન-૪ LCBની કામગીરી સામે ગંભીર સવાલો!

શાહીબાગમાં PCBનો સપાટો: ₹૧૨.૭૮ લાખના દારૂ અને ‘થાર’ સાથે બુટલેગરોના નેટવર્કનો પર્દાફાશ; સ્થાનિક પોલીસ અને ઝોન-૪ LCBની કામગીરી સામે ગંભીર સવાલો!

Our Visitor

018595
Total Users : 18595
Total views : 21922
Who's Online : 0

શાહીબાગમાં PCBનો સપાટો: ₹૧૨.૭૮ લાખના દારૂ અને ‘થાર’ સાથે બુટલેગરોના નેટવર્કનો પર્દાફાશ; સ્થાનિક પોલીસ અને ઝોન-૪ LCBની કામગીરી સામે ગંભીર સવાલો!

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ:
અમદાવાદ શહેરનો શાહીબાગ વિસ્તાર જાણે અસામાજિક તત્વો અને બુટલેગરો માટે ‘સેફ ઝોન’ બની ગયો હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. વિસ્તારમાં ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડા, પોલીસની કથિત પરમિશનથી ચોરીછૂપે વેચાતો ઇંગ્લિશ દારૂ, જુગારના ધમધમતા અડ્ડા અને માદક દ્રવ્યોના વેપલાએ સ્થાનિક રહીશોનું જીવવું હરામ કરી દીધું છે.

હાલ અમદાવાદ PCBની ટીમે શાહીબાગમાં દરોડો પાડીને ₹૧૨,૭૮,૫૯૨/- નો વિદેશી દારૂ અને મહિન્દ્રા થાર ગાડી ઝડપી પાડતા, સમગ્ર પોલીસ તંત્રને ખોખલું કરી રહેલી ‘વહીવટદાર સિસ્ટમ’ નો અસલી ચહેરો ફરી એકવાર બેનકાબ થયો છે.

શું હતો PCBનો સપાટો?

આજે વહેલી સવારે PCBની ટીમે શાહીબાગ વિસ્તારમાં સદભાવ બંગ્લોની સામે, આંબા પાર્કના છાપરા તરફ જતા રોડ ઉપર કલાસાગર એપાર્ટમેન્ટની દિવાલ પાસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૬૮૪ નંગ (કિંમત ₹૨,૭૮,૫૯૨/-) તથા હેરાફેરી માટે વપરાયેલી મહિન્દ્રા થાર ગાડી (કિંમત ₹૧૦,૦૦,૦૦૦/-) મળી કુલ ₹૧૨.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપી મહિપાલસિંહ ગણપતસિંહ ચાવડા (રહે. મ.નં. ૯૯૮, મનુભાઈની ચાલી, નીલકંઠ મહાદેવ, અસારવા, શાહીબાગ) અને માલ ભરી આપનાર શખ્સો ફરાર થઈ ગયા હતા.

‘વહીવટદાર સિસ્ટમ’ પોલીસ તંત્રને કરી રહી છે ખોખલી:-

શાહીબાગ વિસ્તારમાં વર્ષોથી મૂળિયાં જમાવીને બેઠેલી ‘વહીવટદાર સિસ્ટમ’ આજે સમગ્ર પોલીસ તંત્રની શાખ પર કાળો ડાઘ લગાવી રહી છે. સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે કે, સ્થાનિક પોલીસ સ્ટેશનના PI કક્ષાના અધિકારીઓની રહેમનજર હેઠળ આ વહીવટદારો જુગારના માફિયાઓ, બુટલેગરો અને નશાનો કારોબાર કરતા તત્વોને ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધા કરવાનો પરવાનો આપી રહ્યા છે.

સૌથી મોટો અને ચિંતાજનક સવાલ એ છે કે આ વહીવટદારો પર કોના ‘ચાર હાથ’ છે? આખરે કોના આશીર્વાદથી તેઓ રાજ્યના DGP, અમદાવાદ પોલીસ કમિશનર કે કાયદા-વ્યવસ્થાનો કોઈ પણ ડર રાખ્યા વગર આટલા બેફામ બની ગયા છે? પૈસાની લાલચમાં આ ભ્રષ્ટ સિસ્ટમ વિસ્તારના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાની કોશિશ કરી રહી છે.

અગાઉ SMC ના PI પર હુમલો અને ઝોન-૪ LCBની નિષ્ક્રિયતા સામે સવાલો:-

ઉલ્લેખનીય છે કે, રાજ્યના DGPના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ જ્યારે અગાઉ શાહીબાગમાં દરોડો પાડવા આવી હતી, ત્યારે અહીંના માથાભારે તત્વોએ ખુદ SMCના PI મિતેશ ત્રિવેદી પર હુમલો કરવાની હિંમત કરી હતી. તે સમયે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી.

વધુમાં, ગુનાખોરી ડામવા માટે ખાસ ઝોન-૪ LCB ની રચના કરવામાં આવી છે, તેમ છતાં ખુદ LCB ઝોન-૪ના વિસ્તારમાં જ લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઠલવાતો હોય અને જુગારના અડ્ડા ધમધમતા હોય, ત્યારે ઝોન-૪ LCBની કામગીરી અને નિષ્ક્રિયતા સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. બહારની એજન્સીઓને નાછૂટકે અહીં રેડ કરવી પડે છે, તે જ સ્થાનિક તંત્રની નિષ્ફળતાનો જીવતો-જાગતો પુરાવો છે.

ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી થશે ખરી?

હવે સમય આવી ગયો છે કે રાજ્યના DGP અને અમદાવાદ પોલીસ કમિશનર આ સમગ્ર બાબતની ગંભીર નોંધ લે. માત્ર નાના કર્મચારીઓ પર ગાજ પાડવાને બદલે, આ વિસ્તારમાં નિષ્ક્રિય રહેલા ઉચ્ચ અધિકારીઓ, જવાબદાર PI અને ઝોન-૪ LCBની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. જો કડક પગલાં લેવાશે તો જ અધિકારીઓ પોતાની મર્યાદામાં રહી ઈમાનદારી અને ફરજનિષ્ઠાથી કામ કરશે, શાહીબાગમાં ગુનાખોરીનો ગ્રાફ નીચો આવશે અને વિસ્તારનું યુવાધન બરબાદ થતું બચી શકશે!


શાહીબાગમાં PCBનો સપાટો: ₹૧૨.૭૮ લાખના દારૂ અને ‘થાર’ સાથે બુટલેગરોના નેટવર્કનો પર્દાફાશ; સ્થાનિક પોલીસ અને ઝોન-૪ LCBની કામગીરી સામે ગંભીર સવાલો!

Related posts

જમ્મુથી મુંબઈ વાયા અમદાવાદ: ‘ઓપરેશન ચરસ’માં ક્રાઈમ બ્રાન્ચનો માસ્ટરસ્ટ્રોક, ચાર રાજ્યોની સરહદો વટાવનાર શાતિર ખેપિયાનો ખેલ ખતમ!

Ritesh Parmar

કર્ણાટક સંઘ,અમદાવાદ-ગુજરાતની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે કર્ણાટક દર્શન- 2022 કાર્યક્રમ યોજાયો! મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા હાજર

Ritesh Parmar

સુરતના લીંબાયતમાં ખેલાયો ખૂની ખેલ! એરલાઇન્સ કંપનીમાં કામ કરતા યુવકની ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment