Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વાસના, સોદાબાજી અને જેહાદી સાઝિશ! વડોદરામાં માસૂમ દીકરી પર હેવાનિયત ગુજારી માતા પાસે માંગી લાખોની ‘ખંડણી’

વાસના, સોદાબાજી અને જેહાદી સાઝિશ! વડોદરામાં માસૂમ દીકરી પર હેવાનિયત ગુજારી માતા પાસે માંગી લાખોની ‘ખંડણી’

Our Visitor

014604
Total Users : 14604
Total views : 17118
Who's Online : 0

વાસના, સોદાબાજી અને જેહાદી સાઝિશ! વડોદરામાં માસૂમ દીકરી પર હેવાનિયત ગુજારી માતા પાસે માંગી લાખોની ‘ખંડણી’

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

વડોદરા:આ કોઈ સામાન્ય પ્રેમની આડમાં ભાગી જવાનો કિસ્સો નથી. આ એક માસૂમ બાળકી સાથે થયેલી કંપારી છૂટી જાય તેવી ક્રૂરતા, છેતરપિંડી અને પૂર્વઆયોજિત જેહાદી સાઝિશનો જીવતો જાગતો પુરાવો છે. વડોદરાના અકોટા વિસ્તારમાંથી સામે આવેલી આ હૃદયદ્રાવક ઘટનાએ માત્ર એક પરિવારને જ નહીં, પણ આખા સમાજના અંતરાત્માને હચમચાવી મૂક્યો છે. રાજસ્થાનના અજમેરનો નરાધમ સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ શિકારીની જેમ એક સગીર વયની દીકરી પાછળ વડોદરા સુધી પડ્યો રહ્યો અને તક મળતાં જ તેનું અપહરણ કરી દીકરીની જિંદગી નરક બનાવી દીધી.

અસ્મિતા લૂંટી, દાગીના વેચ્યા અને છેલ્લે… દીકરીની લાશ મોકલવાની ધમકી આપી ₹૧ લાખની ખંડણી માંગી!

આ નરાધમની હેવાનિયત અને પૈસાની ભૂખ એટલી હદે લજ્જાસ્પદ હતી કે સાંભળીને પણ લોહી ઉકળી ઊઠે.

ત્રણ રાજ્યોમાં ભયાનક ત્રાસ:-
સલીમ માસૂમ સગીરાનું અપહરણ કરીને ત્રણ-ત્રણ રાજ્યોમાં ફેરવતો રહ્યો. કાયદાના કોઈ ખોફ વગર, આશ્રય આપવાના બહાને તેણે બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો અને વારંવાર દુષ્કર્મ આચર્યું.

નબળાઈનો નિર્લજ્જ ફાયદો:-
હેવાને બાળકીનો મોબાઈલ અને શરીર પર પહેરેલા સોનાના કિંમતી દાગીના પણ આંચકી લીધા અને તેને બજારમાં વેચીને મોજશોખ કર્યા.

દિલ ધડકાવનારી સોદાબાજી:-
જ્યારે આટલાથી પણ મન ન ભરાયું, ત્યારે આ કસાઈએ સગીરાની લાચાર અને રડતી માતાને ફોન કરીને ધમકી આપી: “જો તારી દીકરી જીવતી પાછી જોઈતી હોય, તો એક લાખ રૂપિયા તૈયાર રાખજે, નહીંતર લાશ મળશે!” એક માસૂમ દીકરીની જિંદગીની કિંમત આ જેહાદી તત્ત્વએ માત્ર ₹૧ લાખ લગાવી દીધી!

⚖️ કાયદાનો સકંજો:-
નરાધમ સલીમને ફાંસીના માચડા સુધી પહોંચાડવાની માંગ:-

વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારી (DCP ઝોન-2 મંજીતા વણઝારા) ના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને માસૂમ દીકરીને હેમખેમ છોડાવી લીધી છે, જે પોલીસની પ્રશંસનીય કામગીરી છે. પોલીસે નરાધમ સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને કડક POCSO (પોક્સો) એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પાતાળમાંથી પણ શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

પરંતુ સમગ્ર જનતા અને પીડિત પરિવારની એક જ માંગ છે: આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ નરાધમને એવી કડક અને દાખલારૂપ સજા થાય કે ભવિષ્યમાં કોઈ પણ જેહાદી તત્ત્વ આપણી માસૂમ દીકરીઓ તરફ આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત ન કરી શકે!


વાસના, સોદાબાજી અને જેહાદી સાઝિશ! વડોદરામાં માસૂમ દીકરી પર હેવાનિયત ગુજારી માતા પાસે માંગી લાખોની ‘ખંડણી’

Related posts

એલર્ટ/ અમદાવાદ જિલ્લામાં ખૂંખાર પ્રાણીઓની એન્ટ્રી, સરખેજમાં દીપડા બાદ હવે સિંહ લટાર મારતો દેખાયો, એક વ્યક્તિ પર કર્યો હુમલો સદનસીબે સામાન્ય ઈજા

Ritesh Parmar

રાજકોટ પોલીસ કમિશ્નર આકરા પાણીએ! 5 લાખની તોડકાંડ ઓડિયોકલીપ વાયરલ મામલે જમાદારને કર્યા સસ્પેન્ડ, પોલીસને સસ્પેન્ડ કરવાનાં પગલે તંત્રમાં મચ્યો ખળભળાટ

Ritesh Parmar

ભારત દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે આયુષ્માન કાર્ડ કેટલો ઉપયોગી, કેવી રીતે લાભ મળશે તેની સંપૂર્ણ વિગત વાંચો,

Ritesh Parmar

Leave a Comment