Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે આંદોલન શરુ કર્યું, કર્યું અન્નજળનું ત્યાગ

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે આંદોલન શરુ કર્યું, કર્યું અન્નજળનું ત્યાગ

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે આંદોલન શરુ કર્યું, કર્યું અન્નજળનું ત્યાગ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

      ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે વધારવાનાં મામલે ગત રોજથી આંદોલન શરુ કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ અમદાવાદના બાપુનગર  પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના પોલીસ કર્મીએ 25 ઓક્ટોબરના રોજ વિધાનસભા ખાતે બેસીને ગ્રેડ પે મામલે સરકાર સામે માંગણીઓ કરી હતી. જે સંદર્ભમાં ગાંધીનગર પોલીસે હાર્દિક પંડ્યાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરી તેમને ઘરે જવા દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ગુજરાત પોલીસમાં રોષની લાગણી ફેલાઈ હતી. હાલ મોટાભાગના પોલીસકર્મીઓ પોતાના મોબાઈલ ઉપર ડીપી મૂકી પોતાની માંગણીઓ માટે આંદોલન શરુ કર્યું છે. તો બીજીતરફ ઉચ્ચ અધિકારીઓ પોતાના પોલીસકર્મીઓને સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ નહી મુકવા માટે ભરપૂર દબાણ કરતા નજરે પડી રહ્યા છે .

હાલ વધુ એક પોલીસકર્મીએ ગ્રેડ પે મામલે પોતાના પોલીસ સ્ટેશનમાજ આંદોલન શરુ કર્યું છે. જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ કે જે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેમણે સોશ્યલ મીડિયા ઉપર પોતાના હાથમા સ્ટીકર રાખી ફોટો વાયરલ કરી અન્નજળ ત્યાગ કર્યાનો મેસેજ ફરતો કર્યો છે. આ મહિલા કોન્સ્ટેબલનું નામ નીલમબેન ડાહ્યાભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલા કોન્સ્ટેબલ નીલમબેન વધુમાં જણાવે છે કે,જ્યાં સુધી ગ્રેડ પે મામલે ચુકાદો ના આવે ત્યાં સુધી તે અન્નજળનો ત્યાગ કરું છું. મારો મોબાઈલ ફોન પણ પીઆઈ દ્વારા લઈ લેવાયો છે, અને ડીપી ઉપર થી તાત્કાલિક પોસ્ટ ડીલીટ કરવા ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. નવરંગપુરાના પીઆઈ અન્ય પોલીસકર્મીઓને પણ દમ મારી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

    સમગ્ર બાબત જોતા એવો અનુમાન કરી શકાય કે, ગ્રેડ પે મામલે જો સરકાર જલ્દી થી કોઈ નક્કર પગલાં ના લે અથવા તો કોઈ ચુકાદો પસાર ના કરે તો આવનાર દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બની શકે તેવા સંકેતો નજરે પડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રેડ પે મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું હતું કે, આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે અને અમે જલ્દી થી ગ્રેડ પે મામલે યોગ્ય નિર્ણય લઈ આ સમસ્યાનો નિવારણ લાવીશુ.

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે આંદોલન શરુ કર્યું, કર્યું અન્નજળનું ત્યાગ

Related posts

કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ

Ritesh Parmar

સુરતમાં મહિલા ડોકટરે પોતાની માતા અને બહેનને ઝેરી ઈન્જેકશન આપ્યા, પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ, 2 ના મોત,

Ritesh Parmar

ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ થયો

Ritesh Parmar

Leave a Comment