Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉના /બસ સ્ટેન્ડ ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 60 લાખથી વધુ રકમની લૂંટનો ચકચારી મામલો, પોલીસની તપાસમાં કોઈ જાણભેદું હોવાની શંકા

ઉના /બસ સ્ટેન્ડ ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 60 લાખથી વધુ રકમની લૂંટનો ચકચારી મામલો, પોલીસની તપાસમાં કોઈ જાણભેદું હોવાની શંકા

Our Visitor

013373
Total Users : 13373
Total views : 15660
Who's Online : 0

ઉના /બસ સ્ટેન્ડ ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 60 લાખથી વધુ રકમની લૂંટનો ચકચારી મામલો, પોલીસની તપાસમાં કોઈ જાણભેદું હોવાની શંકા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ઉના શહેર નાં એસ ટી બસ સ્ટેશન માં વ્હેલી સવારે ભાવનગર બસમાં આંગડિયા પેઢી નો કર્મચારી 60 લાખ કરતાં વધુ રકમ નો થેલો ભરીને જતો હતો એ વખતે એસ ટી બસ સ્ટેશન માં એક કાર આવેલ અને બે શખ્શો બસમાં ચડી થેલો ઝૂંટવી લુંટ ચલાવીને કાર લઈને નાસી જતાં વહેલી સવારે બસ સ્ટેશન માં નાસ ભાગ સાથે દોડા દોડ મચી ગઈ હતી..બસ સ્ટેશન નાં સામે આવેલ કોમપલેક્ષ માં આવેલ પટેલ સોમા રામદાસ આંગડિયા પેઢી નો કર્મચારી બાબુ ચતુર પટેલ પોતાની આંગડિયા પેઢીનાં રૂ. 60 લાખ આઠ હજાર રુપિયા નો ભરેલ થેલો લઈને ભાવનગર ની હિળા તળાવ ખાતે ની ઑફિસે પાર્સલો સાથે દેવા નિકળેલ અને ઉના એસ ટી બસ સ્ટેશનમાં વ્હેલી સવારે 6 વાગ્યાની દીવ ભાવનગર રૂટ ની બસ મા બેસી ગયેલ આ વખતે એક બસ ની બહાર નાં ભાગે સફેદ કલર ની ફોરવીલ કાર દરવાજા ખુલ્લા રાખી ઉભેલ તેમાં થી બે બુકાનીધારી શખ્શો બસમાં આંગડિયા પેઢી નો કર્મચારી પાસે રહેલો થેલા ની લૂંટ ચલાવી કાર લઈને નાસી જતાં વ્હેલી લૂંટ ની ધટના થી એસ ટી બસ સ્ટેશન નાં મુસાફરો માં ભય નું વાતાવરણ છવાયું હતું અને તાત્કાલીક ઉના પોલીસને જાણ કરાતાં પી આઈ ચૌધરી સહિત મોટો કાફલો દોડી આવી લુંટ ચલાવીને નાશી છૂટેલા શખ્શો ની શોધખોળ શરૂ કરેલ અને કાર ગરાળ ગામનાં પાટીયાં પાસેથી રેઢી મળી આવતાં કબ્જે કરેલ હતી.

આ બાબતે પટેલ સોમા રામદાસ આંગડિયા પેઢીનો કર્મચારી બાબુ ચતુર પટેલ ની જાણવાં જોગ નોંધ કરીને પોલીસે તપાસ શરું કરી નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરેલ અને ઉના એસ ટી બસ સ્ટેશન નાં તમામ સીસી કેમેરાનાં કુટેજ મેળવી લુંટ ચલાવના શખ્શો ની ઓળખાણ મેળવી રહી છે.

બનાવની જાણ થતાં ગીર સોમનાથ એસ પી જાટ અને એલ સી બી, સહિતની તમામ બાનચ ઉના દોડી આવી બસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં મુલાકાત લીધી હતી બનાવની હકીકત મેળવી નાસી છુટેલા બુકાનીધારી શખ્શો ને જડપી લેવાં તમામ જીલ્લા પોલીસ ને જાણ કરીને નાકાબંધી કરેલ હતીં પરંતું મોડી સાંજ સુધી આરોપી નાં કોઈ સગડ મળેલ નથી.

જાણ ભેદુ હોવાની શંકા
આ અગાઉ પણ બે વખત આંગડિયા પેઢી નાં કર્મચારીઓ પાસે ભુતકાળ માં લુંટ થયેલ અને તેમાં આંગડિયા પેઢી સાથે સંકળાયેલા શખ્શો નાં નામ બહાર આવેલ હતાં આંગડિયા લુંટ કરનાર બુકાનીધારી ને અગાઉ થીં પૈસા ની હેરફેર બસ મારફતે થવાની હોવાની જાણકારી હોવી જોઇએ જેથીજ વહેલી સવારે કાર સાથે બસ ડેપો અંદર ઉભેલાં અને ડ્રાઈવર કાર ચાલું રાખેલ લૂંટ ચલાવનાર શખ્શ બસ માં મોઢા પર રૂમાલ બાંધી ચડેલ હતો અને થેલો લુંટી ચાલ્યા ગયા પછી આંગડિયા પેઢી નાં કર્મચારી એ તેનાં માલીક ને જાણ કરી હતીં ???

લુંટ બાદ જે કારમાં આવેલા બુકાનીધારી શખ્શો કાર ઉના થી દસ કિ. મી દુર આવેલ સામતેર ગામ નાં પાટીયાં પાસે રેઢી મૂકી દેતાં અને પોલીસ ને જાણ થતાં કાર નો કબજો લુંટનાં ગુનામાં લઈ અને ફોરેન્સીકની મદદ થી ફિંગર પ્રિન્ટ નાં આધારે પણ શોધ ખોળ શરૂ કરેલ વહેલી સવારે ધટના બન્યા બાદ કાર છોડી લેવાતાં અન્ય કોઈ વાહન ને આ લૂંટારાને મદદ કરી છે કે પછી લુંટારા સાથે અન્ય આ વિસ્તાર નાં શખ્શો નું કનેક્શન છે તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.


ઉના /બસ સ્ટેન્ડ ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 60 લાખથી વધુ રકમની લૂંટનો ચકચારી મામલો, પોલીસની તપાસમાં કોઈ જાણભેદું હોવાની શંકા

Related posts

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Ritesh Parmar

દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના,અરવલ્લીમાં 2 મામલતદાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા,DYSP ની ટીમે રેડ કરી બન્ને અધિકારીઓને ઝડપી પાડ્યા

Ritesh Parmar

આખરે આવ્યો આતુરતાનો અંત, કોંગ્રેસના અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષના નેતા, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા

Ritesh Parmar

Leave a Comment