
અહેવાલ – રીતેશ પરમાર
તાજેતરમાં જ ગુજરાતનાં બારડોલી ખાતે રાજ્ય કક્ષાની 20 મી ITF ચેમ્પિયનશિપ ટેકવેન્ડો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ શહેરના નિકોલ ખાતેના ઇસ્ટ એવન ટેકવેન્ડો (ITF ) કલબના વિદ્યાર્થીઓ એ ખુબજ અદભુત પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં અમદાવાદ શહેરમાં રહેતા મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતા વિદ્યાર્થી દક્ષ વાળંદ એ જુદી જુદી કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના માતા -પિતા પરિવાર તેમજ અમદાવાદ શહેરને માનભેર ગૌરવ અપાવ્યું હતું. તેમજ દક્ષની સાથે ITF કલબના અન્ય ખેલાડીઓ એ પણ શાનદાર પ્રદર્શન કરી મેડલ મેળવીને અમદાવાદ શહેરનું નામ ગર્વથી રોશન કર્યું હતું.
જેમાં ગોલ્ડ મેડલ મેળવવામાં દક્ષ, સાનવી, પરી, સહેજ, જયેશ, અંશ, ઓમ, માનસ, વેદાંત આકાશ એ ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

સિલ્વર મેડલ = કાવ્યા, આરવી, ફલક, હિમાંશી, જેવીલ, ગૌરવ,હેનીલ,નક્ષ,અને વિપુલ
બ્રોન્ઝ મેડલ = રૂદ્ર અને આર્યા એ પ્રાપ્ત કર્યો હતો.
જયારે ITF સંસ્થાના મુખ્ય કોચ મુન્ના સર અને વિપુલ સર દ્વારા તમામ વિદ્યાર્થીઓને મેડલ મેળવવા બાબત અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.ITF ટેકવેન્ડો સંસ્થા એ કુલ 31 મેડલ મેળવેલ છે, જેમાં 15 ગોલ્ડ, 9 સિલ્વર તેમજ 7 બ્રોન્ઝ મેડલ હતા.