Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓપરેશન રખિયાલ: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો!

ઓપરેશન રખિયાલ: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો!

Our Visitor

013149
Total Users : 13149
Total views : 15391
Who's Online : 2

ઓપરેશન રખિયાલ: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો!

અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદની એ સાંકડી ગલીઓમાં કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. કાયદાની નજરોથી બચીને, યુવાધનને બરબાદ કરવાનું એક મોટું નેટવર્ક કામે લાગેલું હતું. પણ ગુનેગારો એ ભૂલી ગયા હતા કે ગુનેગારોના હાથ ગમે તેટલા લાંબા હોય, પણ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની નજર તેનાથી પણ વધુ તેજ હોય છે.ગેરકાયદેસર ગાંજાના વેચાણથી રખિયાલ વિસ્તારને બાનમાં લેવાનો મનસૂબો ઘડાઈ ચૂક્યો હતો. પણ આ કાળા રમતનો અંત લાવવા માટે સુપરકોપ અને માનનીય પોલીસ અધિક્ષક લોકેશ યાદવના આદેશ છૂટી ચૂક્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક કે.ડી. ખાંભલાના સચોટ માર્ગદર્શન હેઠળ એક એવી ટીમ તૈયાર થઈ, જે ગુનેગારો માટે કાળ સાબિત થવાની હતી.

ધ્રુજાવી દેનારી એ રાત અને ગુપ્ત બાતમી!

એક તરફ ગુનેગારો અંધારાનો ફાયદો ઉઠાવી પોતાના અડ્ડા જમાવી રહ્યા હતા, ત્યારે જ ANTF ના જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ નિરવભાઈ પ્રવીણભાઈ (બ.નં.૭૨૯) એ પોતાની અદભુત સિક્રેટ ઇન્ટેલિજન્સ નેટવર્ક વાપરીને એક પાકી બાતમી મેળવી લીધી. બાતમી હતી— રખિયાલની ચંદુલાલ પટેલની ચાલીના મકાન નંબર ૩૭ માં નશાના મોતનો સામાન છુપાયેલો છે!બાતમી મળતા જ, સિંહની જેમ ત્રાટકવા માટે ટીમ સજ્જ થઈ ગઈ. આ ઓપરેશનના કમાન્ડર હતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) મનોજ .એન. આદરેજીયા. તેમની આંખોમાં ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવાનો પાકો સંકલ્પ હતો. તેમની સાથે ખભેખભો મિલાવીને ઉભા હતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. રાજવી, હેડ કોન્સ્ટેબલ એડવીન એલેક્ઝાંડર, કોન્સ્ટેબલ હિતેષભાઈ રામજીભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપીકાબેન ભીખાબાઈ.

જુઓ વિડીયો…

ધ રેડ: કાળની જેમ ત્રાટકી પોલીસ!

કોઈપણ ક્રાઇમ થ્રિલર ફિલ્મના સીનને પણ ઝાંખો પાડે એવી સ્પીડ અને ચોકસાઈથી ANTF ની ટીમે મકાન નંબર ૩૭ ને ચારેય તરફથી ઘેરી લીધું. ગુનેગાર શાહનવાઝ અકીલખાન પઠાણ (ઉંમર ૨૭ વર્ષ) પોતાના અડ્ડા પર બેસીને કાળા કમાણીના સપના જોઈ રહ્યો હતો. તેને અંદાજો પણ નહોતો કે આગલી જ સેકન્ડે તેનું સામ્રાજ્ય ધ્વસ્ત થવાનું છે.

“કોઈ પોતાની જગ્યા પરથી હલશે નહીં!”-

એવા દમદાર અવાજ સાથે PSI મનોજ આદરેજીયા અને તેમની ટીમ દરવાજો તોડીને અંદર ત્રાટકી. શાહનવાઝના હોશ ઊડી ગયા. ભાગવાનો કોઈ મોકો જ નહોતો. ANTF ના જવાનોએ તેને જગ્યા પર જ દબોચી લીધો.જ્યારે ઘરની તલાશી લેવાઈ, ત્યારે ખાખી વર્દીની તાકાત સામે આવી. સ્થળ પરથી પૂરો ૧૦૧૦ ગ્રામ (૧ કિલોથી વધુ) ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો, જેની કિંમત ₹૫૦,૫૦૦/- હતી. આ સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાતો કિંમતી સેમસંગ ફ્લીપ ૩ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો. કુલ ₹૬૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે શાહનવાઝનો અહંકાર પણ કાયદાના પગમાં આવી પડ્યો.

વોન્ટેડ ‘ભુરો’ હવે પોલીસના રડાર પર!

પકડાયેલા આરોપી પર NDPS Act 1985 ની કડક કલમો ૮(સી), ૨૦(બી)(ii)(બી), ૨૯ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. જોકે, આ કાળા કારોબારનો બીજો મોટો મહોરો — ગોમતીપુરનો ‘ભુરો’ (મોબાઈલ નંબર: ૬૩૫૮૧૩૩૫૪૮) હજુ ફરાર છે. પણ ANTF અને રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે:

“કાનૂન સે બચકર ભુરા કિતના ભાગેગા
બહુ જ જલ્દી તે પણ જેલની હવા ખાતો હશે.

“ખાખીને સલામ: –

પ્રશંસનીય કામગીરી!અમદાવાદ શહેરના યુવાધનને નશાના દલદલમાંથી બચાવવા માટે PSI મનોજ આદરેજીયા, બાતમીદાર નીરવભાઈ અને સમગ્ર ANTF સ્ટાફે જે નીડરતા, સૂઝબૂઝ અને અપ્રતિમ દેશભક્તિ બતાવી છે, તે ખરેખર વંદનીય છે. રખિયાલની ગલીઓમાં આજે આ જાંબાઝ પોલીસ કર્મચારીઓના નામના સિક્કા પડે છે. સલામ છે ગુજરાત પોલીસના આ રક્ષકોને, જેમણે સાબિત કરી દીધું કે ગુનાની દુનિયા ભલે ગમે તેટલી શાણી બને, પણ જીત હંમેશા ખાખીની જ થાય છે!


ઓપરેશન રખિયાલ: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો!

Related posts

કાયદાના રક્ષક દારૂબંધીના ધજાગરા ઉડાડી રહ્યા છે!ટ્રાફિકમાં ફરજ બજાવતા PSI દારૂ પીને ગાડી હંકારતા હોવાનો આક્ષેપ,પોલીસતંત્ર સામે જનતાનો આક્રોશ

Ritesh Parmar

જામનગર બન્યું મોદીમય; પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનશ્રીને આવકારવાં માનવ મહેરામણ ઉમટ્યું

Ritesh Parmar

મહેસાણા / રસ્તાનો કાંટો હટાવવા 17 વર્ષની નિર્દોષ કિશોરી ભૂમિના માથામા હથોડો મારી તેને સળગાવી નાખી, પોલીસ તપાસમાં હત્યારો ભૂમિની માતાનો પ્રેમી નીકળ્યો

Ritesh Parmar

Leave a Comment