
અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )
૨૬ જૂનની એ કાળી રાત્રે વડોદરાનો વાઘોડિયા રોડ સામાન્ય દિવસોની જેમ જ શાંત હતો. મૂળ દિલ્હીનો અને વડોદરામાં ગારમેન્ટનો મોટો વેપાર કરતો એક યુવક પોતાની કાર લઈને આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ઘડિયાળના કાંટા મધ્યરાત્રિ તરફ સરકી રહ્યા હતા અને રસ્તાઓ સૂમસામ થઈ રહ્યા હતા.બરાબર એ જ સમયે, અંધારામાંથી એક મોટરસાઇકલ ધસમસતી આવી. બાઇક પર બે શખસો સવાર હતા, જેમના ચહેરા હેલ્મેટ અથવા રૂમાલ પાછળ છુપાયેલા હતા. તેઓ કારનો પીછો કરી રહ્યા હતા. વાઘોડિયા ચોકડી નજીક આવતા જ બાઇક ચાલકે અચાનક સ્પીડ વધારી અને વેપારીની કારને ઓવરટેક કરીને આડી ઊભી રાખી દીધી.વેપારી કંઈ સમજે તે પહેલાં જ, બાઇક પાછળ બેઠેલા શખસે કમરમાંથી દેશી તમંચો/પિસ્તોલ કાઢી અને સીધું કારની બારી તરફ નિશાન સાધ્યું. ‘ધાંય… ધાંય…’ ના અવાજ સાથે સન્નાટો ચીરાઈ ગયો. એક ગોળી સીધી વેપારીના ખભામાં આરપાર થઈ ગઈ. લોહીલુહાણ હાલતમાં વેપારી સ્ટેયરિંગ પર ઢળી પડ્યો અને હુમલાખોરો રાતના અંધારામાં બાઇક ભગાડીને ગાયબ થઈ ગયા. ગોળીબારના અવાજથી આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને લોહીથી લથપથ યુવકને તાત્કાલિક પહેલા એસએસજી (SSG) અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
🚓 પોલીસની કાર્યવાહી (Detailed Investigation)
ઘટનાની ગંભીરતા જોતા વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. DYSP પી. એન. પાટીલ ના નેતૃત્વમાં નીચે મુજબની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે:
નાકાબંધી અને કૉર્ડન:
ઘટનાના ગણતરીના મિનિટોમાં જ વડોદરાના તમામ એક્ઝિટ પોઇન્ટ્સ અને હાઇવે પર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી જેથી શંકાસ્પદ બાઇક સવારો ભાગી ન શકે.
FSL ની એન્ટ્રી:
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમે મોડી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચીને કાર પરના નિશાન, બુલેટના શેલ (ખોખા) અને અન્ય વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે.
CCTV સ્કેનિંગ:
વાઘોડિયા ચોકડી અને તેના તરફ આવતા-જતા તમામ રસ્તાઓ પર લાગેલા સરકારી અને પ્રાઇવેટ દુકાનોના સીસીટીવી ફૂટેજ પોલીસ ખંખોળી રહી છે. હુમલાખોરો કયા રૂટ પરથી આવ્યા અને ક્યાં ભાગ્યા તેનું ટ્રેકિંગ ચાલુ છે.
ટેકનિકલ સર્વેલન્સ:
ઘટના સમયે તે વિસ્તારમાં કયા કયા મોબાઈલ નંબર એક્ટિવ હતા તેનું ડમ્પ ડેટા એનાલિસિસ (Technical Evidence) કરવામાં આવી રહ્યું છે.
તપાસના મુખ્ય ત્રણ એંગલ:અંગત અદાવત:
વેપારીની કોઈની સાથે જૂની દુશ્મની કે અંગત અદાવત હતી કે કેમ?
ધંધાકીય હરીફાઈ:
ગારમેન્ટ બિઝનેસમાં કોઈ મોટો આર્થિક વિવાદ કે લેતી-દેતીનો મામલો હતો?
લૂંટનો ઇરાદો:
શું હુમલાખોરો લૂંટના ઇરાદે આવ્યા હતા અને વેપારીએ પ્રતિકાર કરતા ફાયરિંગ કર્યું?હાલમાં અલગ-અલગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ટીમો હુમલાખોરોની કડી મેળવવા માટે દરોડા પાડી રહી છે.








Total Users : 12987
Total views : 15210
Who's Online : 1