Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

૩૮ વર્ષ જૂનો ગુનો ઉકેલનારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જાંબાઝ ટીમ: ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની પ્રશંસનીય કામગીરી | TOA EXCLUSIVE!

૩૮ વર્ષ જૂનો ગુનો ઉકેલનારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જાંબાઝ ટીમ: ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની પ્રશંસનીય કામગીરી | TOA EXCLUSIVE!

Our Visitor

009742
Total Users : 9742
Total views : 11403
Who's Online : 1

૩૮ વર્ષ જૂનો ગુનો ઉકેલનારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જાંબાઝ ટીમ: ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની પ્રશંસનીય કામગીરી | TOA EXCLUSIVE!

અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદ:૩૮ વર્ષ સુધી કાયદાની આંખમાં ધૂળ નાખીને અલગ-અલગ રાજ્યોમાં ઓળખ છુપાવી રહેલા આંતર-રાજ્ય વોન્ટેડ આરોપી અમરાજી ભુરાજી પટેલને પકડી પાડવો એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે એક અત્યંત કપરો પડકાર હતો. આ અશક્ય લાગતા ઓપરેશનને ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત શક્ય બનાવનાર અમદાવાદ પોલીસના અધિકારીઓ અને જવાનોની ચોક્કસ પ્લાનિંગ અને વફાદારી ભરી ફરજની ટાઈમ્સ ઓફ અમદાવાદ (TOA) મુક્ત કંઠે પ્રશંસા કરે છે.આ સફળ ઓપરેશન પાર પાડવામાં ઉચ્ચ અધિકારીઓથી લઈને ગ્રાઉન્ડ લેવલના જવાનોએ જે નીડરતા અને સૂઝબૂઝ દાખવી છે તે ખરેખર બિરદાવવા લાયક છે:

👮 ઉચ્ચ પોલીસ અધિકારીઓનું સચોટ માર્ગદર્શન:-

ડીસીપી (DCP) અને એસીપી (ACP) ક્રાઈમ બ્રાન્ચ: આ સમગ્ર ઓપરેશન પાછળ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સચોટ દિશા નિર્દેશન અને વ્યુહરચના કારગર સાબિત થઈ છે. વર્ષો જૂની ફાઇલને ફરી ખોલીને, કડીઓ જોડીને આરોપીના વતન સુધી તપાસ લંબાવવાનો મજબૂત રોડમેપ આ અધિકારીઓએ જ તૈયાર કર્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI):-

ગ્રાઉન્ડ લેવલ પર ટીમનું નેતૃત્વ કરી રહેલા પી.આઈ. અને પી.એસ.આઈ. એ રાજસ્થાનના ડુંગરપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક પોલીસના સંકલનમાં રહીને કોઈ પણ પ્રકારની ગફલત કર્યા વગર ઓપરેશનને ગુપ્ત રાખ્યું અને આરોપીને સહેજ પણ શંકા ગયા વિના કોર્ડન કર્યો.

જુઓ આરોપીનો વિડીયો

🕵️ જાંબાઝ પોલીસકર્મીઓ અને ટેકનિકલ ટીમની સિંહફાળો:-

ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર ટીમ: આરોપી પોતાની ઓળખ બદલીને જીવતો હોવાથી કોઈ જૂનો રેકોર્ડ મળવો મુશ્કેલ હતો. સાયબર ટીમના જવાનોએ વર્ષો જૂની કડીઓ, સંબંધીઓના સંભવિત સંપર્કો અને આધુનિક લોકેશન ટ્રેકિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને આરોપીનું સાચું લોકેશન શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી.ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ એજન્ટ્સ (બાતમીદારોની ટીમ): ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ રેન્કના જવાનોએ રાજસ્થાનના છોટા બોડીગામ ખાતે અજાણ્યા બનીને સ્થાનિક સ્તરે ખાનગી તપાસ કરી. પોતાની ઓળખ છતી ન થવા દઈને આરોપી ગામમાં ક્યારે આવે છે અને ક્યાં રોકાય છે તેની પળેપળની માહિતી મેળવીને મુખ્ય ટીમને આપી હતી.

પકડાયેલ આરોપી:-
અમર ઉર્ફે અમરત ઉર્ફે અમરાજી ભુરાલાલ ઉર્ફે ભુરાજી ઉર્ફે જીલરાજી પટેલ (પાટીદાર) ઉ.વ.૫૬ રહે. હાલ. સંતનગર, બિલાવલી, ઇન્દોર, મધ્યપ્રદેશ. મુળ રહે. ગામ. છોટા બોડીગામ તા.સાબલા જીલ્લો. ડુંગરપુર, રાજસ્થાન.

શોધાયેલ ગુનો:

અમદાવાદ શહેર સેટેલાઇટ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૬૯/૧૯૮૮ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.

ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી:

ગુલાબસિંગ દેવીસિંગ ચૌહાણ રહે. ગામ છોટા બોડીગામ તા.સાબલા જી.ડુંગરપુર, રાજસ્થાન.

👏 ‘ટાઈમ્સ ઓફ અમદાવાદ’ તરફથી સલામ!

૩૮ વર્ષનો લાંબો સમયગાળો પસાર થઈ ગયો હોવા છતાં, ગુનેગારને સજા અપાવવાની નેમ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આખી ટીમે જે સાતત્યપૂર્ણ મહેનત કરી છે તે ગુજરાત પોલીસની ગરિમા વધારે છે. કાયદો ગમે તેટલો મોડો પણ ગુનેગાર સુધી પહોંચી જ શકે છે, તે આ ટીમે સાબિત કરી બતાવ્યું છે. આવી કર્તવ્યનિષ્ઠ ટીમને કોટી-કોટી સલામ!


૩૮ વર્ષ જૂનો ગુનો ઉકેલનારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની જાંબાઝ ટીમ: ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની પ્રશંસનીય કામગીરી | TOA EXCLUSIVE!

Related posts

એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદારોના છુપા આશીર્વાદથી વેચાઈ રહ્યો છે મોતનો સામાન ગાંજો?સૂત્રોઠેર ઠેર ધમ ધમી રહી છે દેશી દારૂની હાટડીઓ! ઉચ્ચ અધિકારીઓને છે જાણ તેમ છતાં આંખ આડા કાન

Ritesh Parmar

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરામાં માંજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ખેંચ આવતા મોત! ફરજ માટે ઘરેથી નીકળતા રસ્તામાં જ મોત, પરિવારમાં માતમ છવાયું

Ritesh Parmar

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે એડવોકેટ એન્ડ નોટરી અંકુર ગારંગેની વરણી, છારા સમાજે ગૌરવ અનુભવ્યો,

Ritesh Parmar

Leave a Comment