Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કપડા મેચિંગ અને મનડા મેચિંગ સાથે શિવ અને પાર્વતીની ભક્તિ,જુઓ મહિલાઓએ કેવી રીતે કરી ત્રીજની ઉજવણી

કપડા મેચિંગ અને મનડા મેચિંગ સાથે શિવ અને પાર્વતીની ભક્તિ,જુઓ મહિલાઓએ કેવી રીતે કરી ત્રીજની ઉજવણી

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

કપડા મેચિંગ અને મનડા મેચિંગ સાથે શિવ અને પાર્વતીની ભક્તિ,જુઓ મહિલાઓએ કેવી રીતે કરી ત્રીજની ઉજવણી

અહેવાલ – રીતેશ પરમાર

સંપર્ક 9998685264

હિંદુ ધર્મમાં હરિયાળી તીજ અને હરતાલિકા તીજ બંનેનું વિશેષ મહત્વ છે. આ બંને દિવસે માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ સમય દરમિયાન મહિલાઓ વ્રત રાખે છે અને દેવી પાર્વતીની પૂજા કરે છે. આવી જ રીતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં શબરી પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં
મહિલાઓએ ત્રિજની ઉજવણી કરી હતી. સામાજિક કાર્યકર અર્ચના તોમરે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તમામ મહિલાઓ ગ્રીન કલરની સાડીઓ પહેરીને અને શણગાર સજીને આવી હતી. એટલે એક રીતે કહેવા જઈએ તો હાલમાં ખૂબ જ ધૂમ મચાવી રહેલા ગુજરાતી ગીત કપડા મેચિંગ કરવા છે દલડા મેચિંગ કરવા છે ની સાથે સાથે શિવ અને પાર્વતીની ભક્તિનો અનોખો સંયોગ બન્યો હતો.

શુ છે ત્રીજનું મહત્વ

હરિયાળી ત્રીજ સામાન્ય રીતે નાગ પંચમીના બે દિવસ પહેલા એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષ તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનની યાદમાં ઉજવવામાં આવે છે. દંતકથા અનુસાર, આ તે દિવસ છે જ્યારે દેવી પાર્વતીએ શિવની તપસ્યામાં 107 જન્મો વિતાવ્યા બાદ પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી.

60 થી વધુ મહિલાઓ જોડાઈ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં શબરી પાર્ટી પ્લોટ ખાતે મોટી ત્રિજની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જાણીતા સમાજ સેવક અર્ચના તોમર દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ શબરી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાડી અને શણગાર સજીને આવી હતી.

કાર્યક્રમમાં હાજર મહિલાઓએ પ્રમુખ અર્ચના તોમરનો આભાર પ્રકટ કર્યો

કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહિલાઓ માટે જુદી જુદી એક્ટિવિટી અને રમતોનો પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભાગે કેટલીક મહિલાઓ ઘરકામ અથવા ઓફિસ વર્કમાં જ તેમનો સમય વીતતો હોય છે તેવામાં આવા કાર્યક્રમની મહિલાઓ દ્વારા ખુબજ સરાહના કરવામાં આવી હતી.
જાણીતા સોશિયલ વર્કર અને સંસ્થાના પ્રમુખ અર્ચના તોમર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ માટે મ્યુઝિકલ ચેરની રમત, કલ્ચરલ ડાન્સ, કલ્ચરલ વોક સહિતની જુદી જુદી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ એક્ટિવિટીઓમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અને ત્યારબાદ સમગ્ર ટીમ એક સાથે ભોજનનો સ્વાદ માણ્યો હતો.

હરિયાળી ત્રીજ પર, સ્ત્રીઓ 16 શણગાર પહેરે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. તેઓ સુખી દામ્પત્ય જીવન તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. તેમજ આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે મહિલાઓમાં ઝૂલવાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે. મહિલાઓ પણ ત્રીજના ગીતો ગાય છે. આ મહિલાઓએ પણ શિવ પાર્વતીના અનેક ગીતો ગાયને ત્રીજને ઉજવણી કરી હતી અને શિવ પાર્વતીની ભક્તિમાં મહિલાઓ લીન બની ગઈ હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માટે આવેલી તમામ મહિલાઓએ અર્ચના તોમર, આનંદીબેન પરિહાર, સંધ્યા દુબે, અને મોનિકાબેન રાઠોડનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આગામી દિવસોમાં પણ મહિલાઓ આવા કાર્યક્રમ નો આનંદ લઈ શકે તે માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું.


કપડા મેચિંગ અને મનડા મેચિંગ સાથે શિવ અને પાર્વતીની ભક્તિ,જુઓ મહિલાઓએ કેવી રીતે કરી ત્રીજની ઉજવણી

Related posts

બોલો અમદાવાદમાં મુંબઈ વાળી, શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો, આરોપી યુવકનો છે ગુનાહિત ઇતિહાસ, પોલીસે મેથીપાક ચખાડી કર્યો જેલ હવાલે

Ritesh Parmar

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Ritesh Parmar

ખેડા / નડિયાદમાં બની હત્યાંની ચકચારી ઘટના! પતિએ પોતાની પત્નીનું ગોળી મારી ઢીમ ઢાળી દીધું, પતિ-પત્ની વચ્ચે તકરારનો કેસ ચાલતો હોવાનું સામે આવ્યું, કોર્ટની મુદ્દતના દિવસે જ પત્નીની ગોળી મારી ક્રૂર હત્યાં નીપજાવી

Ritesh Parmar

Leave a Comment