Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

Our Visitor

012608
Total Users : 12608
Total views : 14751
Who's Online : 0

🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

વેરાવળ, ગીર સોમનાથ:-
ખાખી વરદી ધારણ કરીને ભ્રષ્ટાચારના કાદવમાં ખૂંપેલા લોભિયા અધિકારીઓ સામે જ્યારે કોઈ પોતાના જ ખાતાની નીડર વ્યક્તિ અવાજ ઉઠાવે, ત્યારે ખરા અર્થમાં ‘સત્યમેવ જયતે’ સાર્થક થાય છે. ગીર સોમનાથના પ્રભાસ પાટણ વિસ્તારની હોટેલ રોયલ મેન્શનમાં ૨૦ જુલાઈની મધરાતે પાડવામાં આવેલી જુગાર રેડ બાદ ઉભી થયેલી કલંકિત પરિસ્થિતિમાં એક નવો આશાસ્પદ વળાંક આવ્યો છે. પોતાના જ સાથી પોલીસકર્મીઓના કાળા કારસ્તાન, અન્યાય અને લાંચખોરીની પ્રવૃત્તિઓ સામે ઝૂકવાના બદલે ઈંટનો જવાબ પથ્થરથી આપીને એક મહિલા પીએસઆઈએ સમગ્ર લાલચુ ટોળકીને ખુલ્લી પાડી દીધી છે. આ નીડર રજૂઆતના આધારે જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ એસઓજીના પીએસઆઈ ડી.એમ. કાગડા અને પીએસઆઈ એચ.એલ. જેબલિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

🎭 મહિલા PSI ને ટાર્ગેટ બનાવી ખેલાયો હતો ‘૫ લાખનો તોડ ખેલ’:-

પોલીસ બેડાના આંતરિક સૂત્રોની મળતી માહિતી અનુસાર, ૨૦ જુલાઈની મધરાતે જ્યારે LCBએ હોટલ રોયલ મેન્શનમાં દરોડો પાડી ૭ જુગારીઓને ઝડપ્યા, ત્યારે તે સ્થળે એક મહિલા પીએસઆઈ પણ હાજર હતા. જોકે, ચોપડે તેમને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નહોતા.

પરંતુ ખરો ખેલ ત્યારબાદ શરૂ થયો હતો. આ જુગાર રેડની આડમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓએ જ પોતાની જ સાથી મહિલા પીએસઆઈ પાસેથી આશરે રૂ. ૫ લાખનો તોડ કર્યો હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. આટલું જ નહીં, ત્યારબાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મહિલા પીએસઆઈને અન્ય કારણો દર્શાવીને સસ્પેન્ડ પણ કરી દેવાયા હતા. આમ, પાંચ લાખ રૂપિયાનો આકરો તોડ પણ થયો અને ઉપરથી સસ્પેન્શનની સજા પણ મળતા મામલો ગરમાયો હતો.

⚡ ન ઝૂકી, ન ડરી: સીધા જ રેન્જ આઈજી સામે સ્ફોટક ખુલાસો!

સામાન્ય રીતે આવા કેસોમાં અધિકારીઓ પોતાની નોકરી કે આબરૂ બચાવવા દબાઈ જતા હોય છે, પરંતુ આ મહિલા પીએસઆઈએ નીડરતા અને અપ્રતિમ હિંમતનો પરિચય આપ્યો. પોતાના જ ખાતાના ભ્રષ્ટ લોકો સામે મોરચો માંડીને તેઓ સીધા જ જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા પહોંચી ગયા હતા.

તેમણે રેન્જ આઈજી સમક્ષ વરદી પાછળ રમાયેલા આ આખા તોડકાંડ અને જુગાર રેડના નામે થયેલા કાળા કારસ્તાનની એક-એક સ્ફોટક વિગતો અને પુરાવાઓ ટેબલ મૂકી દીધા. મહિલા પીએસઆઈના આ જવાબદાર અને આક્રમક અભિગમે ઉચ્ચ અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા.
.🎯 મહિલા PSI ના ન્યાયની લડાઈમાં ભ્રષ્ટ સબ-ઇન્સ્પેક્ટરો ઘેર ભેગા

રેન્જ આઈજી ચુડાસમાએ આ મહિલા અધિકારીની રજૂઆત અને વેદનાને અત્યંત ગંભીરતાથી લીધી અને તાત્કાલિક ધોરણે તટસ્થ હાઈ-લેવલ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા. પ્રાથમિક તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. મહિલા પીએસઆઈની રજૂઆત સાચી સાબિત થઈ અને જુગાર રેડ દરમિયાન આચરેલી નાણાકીય ગેરરીતિ તેમજ ઘોર બેદરકારીના સજ્જડ પુરાવા મળ્યા.

પરિણામે, સત્તાના નશામાં તોડ કરનારા બે પીએસઆઈ (ડી.એમ. કાગડા અને એચ.એ. જેબલિયા) ને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા. આ એક મહિલા પીએસઆઈની સચ્ચાઈ અને નીડરતાની જીત છે, જેણે પોતાના સસ્પેન્શન સામે હથિયાર હેઠા મૂકવાને બદલે સિસ્ટમમાં બેઠેલા ભ્રષ્ટ આકાઓનો અસલી ચહેરો દુનિયા સામે ખુલ્લો કરી દીધો!

આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભલે થોડા લાંચિયા લોકો વરદીને કલંકિત કરતા હોય, પરંતુ ખાખીમાં હજુ પણ આવા નીડર અને પ્રાણવાન અધિકારીઓ જીવંત છે જે સિસ્ટમને સાફ કરવાની તાકાત રાખે છે. હાલ તપાસ ચાલુ છે, અને આગામી દિવસોમાં આ મહિલા સિંગમની કલમે હજુ કેટલાક મોટા માથાઓ જેલ ભેગા થાય તો નવાઈ નહીં!


🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

Related posts

સુરતના કડોદરામાં કોંગ્રેસના ગઢના ખરશે કાંગરા, જીગ્નેશ મોદી કરશે કેસરિયા

Ritesh Parmar

અમદાવાદ એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ આવ્યો! એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની વિવિધ એજન્સીઓ થઈ દોડતી! આખરે બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી કોણે વાંચો

Ritesh Parmar

રાજકોટમાં વધુ એક વિડીયો વાયરલ! કરો આ ભાઈનું જે કરવું હોય, વિડીયોમાં કહી રહ્યો છે, ભાઈ હું દારૂ પીવું છું, વેચું છું, અને પોલીસને હપ્તો પણ આપું છું

Ritesh Parmar

Leave a Comment