Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

:🚨 વડોદરામાં SMC નું ‘મહા-ઓપરેશન’: ગાંધીનગરની ટીમે બાપોદ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડ્યા, ₹1 કરોડનો દારૂ ઝડપાયો!

:🚨 વડોદરામાં SMC નું ‘મહા-ઓપરેશન’: ગાંધીનગરની ટીમે બાપોદ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડ્યા, ₹1 કરોડનો દારૂ ઝડપાયો!

Our Visitor

014601
Total Users : 14601
Total views : 17113
Who's Online : 0

:🚨 વડોદરામાં SMC નું ‘મહા-ઓપરેશન’: ગાંધીનગરની ટીમે બાપોદ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડ્યા, ₹1 કરોડનો દારૂ ઝડપાયો!

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

ગાંધીનગરથી ત્રાટકેલી બાજ નજર સામે વડોદરા ખાખી નતસમસ્ત: લઠ્ઠાકાંડ પછી પણ સ્થાનિક પોલીસ ‘ઊંઘતી’ ઝડપાઇ કે પછી હપ્તાખોરીની મીઠી નીંદરમાં હતી મશગૂલ?

ખાસ અહેવાલ, વડોદરા: સમગ્ર ગુજરાત હજુ ભાવનગરના લઠ્ઠાકાંડના ઘા ભૂલ્યું નથી. રાજ્યભરની પોલીસ બુટલેગરોને નેસ્તનાબૂદ કરવા ‘હાઈ એલર્ટ’ મોડ પર હોવાના દાવા કરી રહી છે. ત્યારે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તેણે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા છે. સ્થાનિક પોલીસ જે વિસ્તારમાં પેટ્રોલીંગના નામે ગાડીઓ દોડાવે છે, બરાબર એ જ નાકની નીચે, નીલકંઠ વિલા ફ્લેટમાં બુટલેગરો બિન્દાસ થઈને લાખો રૂપિયાના વિદેશી દારૂનું ‘કટિંગ’ કરી રહ્યા હતા!

પરંતુ, કહેવાય છે ને કે ‘પાપનો ઘડો ભરાય એટલે ફૂટે’. વડોદરા પોલીસ ભલે કુંભકર્ણની નિંદ્રામાં હતી, પણ ગાંધીનગરમાં બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના ઉચ્ચ અધિકારીઓની ત્રીજી આંખ બધું જ જોઈ રહી હતી. SMCની ટીમે સ્થાનિક પોલીસને કાનોકાન ખબર ન પડે તે રીતે વડોદરામાં ગુપ્ત એન્ટ્રી કરી અને એવો સપાટો બોલાવ્યો કે બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ!

🍾 ફ્લેટ બન્યો ‘દારૂનું ગોડાઉન’: 16 હજારથી વધુ બોટલો જપ્ત:-

SMCની ટીમે જ્યારે નીલકંઠ વિલા ફ્લેટના ચોક્કસ ઠેકાણે દરોડો પાડ્યો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આખો ફ્લેટ જાણે દારૂનું સત્તાવાર ગોડાઉન હોય તેમ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ખડકાયેલી હતી.

આ મેગા ઓપરેશનમાં પોલીસે:કુલ 16,394 ઇંગલિશ દારૂની બોટલો ઝડપી પાડી.

દારૂની હેરાફેરી માટે વપરાતી બોલેરો પીકઅપ, સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર કાર અને મોપેડ જપ્ત કર્યા.

કૂલ મળીને ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો.

❓ સવાલ: સ્થાનિક પોલીસ ખરેખર અજાણ હતી કે પછી ‘આંખ આડા કાન’?

આટલો મોટો દારૂનો જથ્થો, આટલી ગાડીઓનો કાફલો અને દિવસ-રાત ચાલતું દારૂનું કટિંગ… શું બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કે રાઈટરને આની ભનક પણ નહોતી? લોકમુખે ચર્ચા છે કે ગાંધીનગરથી ટીમ આવીને રેડ કરી જાય અને સ્થાનિક પોલીસને ખબર ન હોય, એ વાત ગળે ઉતારવી અશક્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ મામલે ડીજીપી (DGP) કક્ષાએથી ઊંડાણપૂર્વક તપાસ થાય, તો વડોદરા પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓની ‘હપ્તાખોરી’ અને બુટલેગરો સાથેની ‘મીલીભગત’ના ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

👥 ગુનાનો માસ્ટરમાઇન્ડ: કુખ્યાત બુટલેગર ‘નીલુ સિંધી’નું ખુલ્યું નામ!

SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં આ આખા નેટવર્ક પાછળ વડોદરાના લિસ્ટેડ અને નામચીન બુટલેગર ઉર્ફે નીલુ નથાણી (જે ‘નીલુ સિંધી’ તરીકે કુખ્યાત છે) નું નામ મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવ્યું છે.

SMCની આ પ્રશંસનીય અને સપાટો બોલાવતી રેડ બાદ હવે જોવાનું એ રહેશે કે, આટલી મોટી લાપરવાહી બદલ બાપોદ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે ક્યારે અને કેવા કડક પગલાં લેવામાં આવે છે!


:🚨 વડોદરામાં SMC નું ‘મહા-ઓપરેશન’: ગાંધીનગરની ટીમે બાપોદ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડ્યા, ₹1 કરોડનો દારૂ ઝડપાયો!

Related posts

સુરત આઉટ ઓફ કંટ્રોલ સીટી તરફ વધી રહ્યું છે! ધોળા દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કરાઈ, ઘટના સીસીટીવીમાં કેદ, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, જુઓ CCTV

Ritesh Parmar

આગામી લોકસભાની ચૂંટણી 2024ને અનુલક્ષી તૈયાર થશે મત્રીમંડળ, સંભવિત મંત્રીઓમાં 6 પાટીદાર 6 OBC સમાજના ધારાસભ્યને મળી શકે છે સ્થાન

Ritesh Parmar

અમદાવાદ શહેરને લુખ્ખા તત્વો લઈ રહ્યા છે બાનમાં, બાપુનગરમા ટ્રાફીક પોલીસકર્મીને જાહેરમાં અસામાજિક તત્વોના ટોળાએ માર માર્યો, ACP ની ઓફિસમાં પણ છુટ્ટા પથ્થર ફેંક્યા,જુઓ વિડિઓ

Ritesh Parmar

Leave a Comment