Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / પાંડેસરા પોલીસ ઊંઘતી ઝડપાઈ, તસ્કરો ATM ને ગેસ કટરથી કાપી 31લાખ રૂપિયા સેરવી ગયા, ચોરોની ચાલાકી CCTV ઉપર સ્પ્રે મારી ગયા

સુરત / પાંડેસરા પોલીસ ઊંઘતી ઝડપાઈ, તસ્કરો ATM ને ગેસ કટરથી કાપી 31લાખ રૂપિયા સેરવી ગયા, ચોરોની ચાલાકી CCTV ઉપર સ્પ્રે મારી ગયા

Our Visitor

013123
Total Users : 13123
Total views : 15361
Who's Online : 1

સુરત / પાંડેસરા પોલીસ ઊંઘતી ઝડપાઈ, તસ્કરો ATM ને ગેસ કટરથી કાપી 31લાખ રૂપિયા સેરવી ગયા, ચોરોની ચાલાકી CCTV ઉપર સ્પ્રે મારી ગયા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરત(Surat): ડાયમંડ સિટી સુરત(Diamond City Surat)માં દિવાળી(Diwali) પહેલા તસ્કરો ફરી સક્રિય થઈ ગયા છે. તસ્કરોએ ATMને નિશાનો બનાવી ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી(ATM robbery) કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આટલું જ નહીં ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે CCTV કેમેરા પર સ્પ્રે પણ મારી દીધો હતો. આ બનાવ બનતાની સાથે જ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગેસ કટરથી ATMને કાપીને લાખોની ચોરી કરી:
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ ATMને ગેસ કટરથી કાપીને 31 લાખની ચોરી કરી કેટલાક અજાણ્યા ઈસમો ભાગી જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર, તસ્કરોએ ગુરુવારના રોજ રાત્રે ATMના CCTV પર સ્પ્રે મારીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની જાણકારી મળી છે. SBI બેંકમાં જે રીતે ગેસ કટરથી ATM કાપી લાખો રૂપિયાની ચોરી કરવામાં આવી છે તેની પાછળ બહારની કોઈ તસ્કરી ગેંગ હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પોલીસે CCTVની કોપી મંગાવી:
દિવાળી પહેલા જ ચોરો એ ATMને ટાર્ગેટ બનાવી રૂપિયા 31 લાખ રૂપિયાની ચોરીને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTVની કોપી મંગાવી ઘટના અંગેની આગળની તપાસ હાથ ધરી છે.

સુરત / પાંડેસરા પોલીસ ઊંઘતી ઝડપાઈ, તસ્કરો ATM ને ગેસ કટરથી કાપી 31લાખ રૂપિયા સેરવી ગયા, ચોરોની ચાલાકી CCTV ઉપર સ્પ્રે મારી ગયા

Related posts

જૂનાગઢમાં કેદીઓને લઈ જતી પોલીસ બસમાંથી LCB એ 23 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડી, MT શાખામાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ

Ritesh Parmar

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફ્ટકાર્યો! ચેક રિટર્ન કેસમાં ફરિયાદી સાથે બેદરકારી બદલ ઉપલેટા કોર્ટની કાર્યવાહી, જો PI દંડ ના ભરે તો તેમના પગારમાંથી કાપી લેવા કમિશ્નર ને હુકમ કર્યો

Ritesh Parmar

ભુલતા નહીં’ બેનરે ગુજરાતમાં મચાવી ધૂમ, લોકોમાં ઉત્સુકતા વધી, મતદારોમાં જાગૃતિ માટે ચૂંટણી પંચનો નવતર પ્રયોગ

Ritesh Parmar

Leave a Comment