Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ ) પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ -ભુજ જિલ્લા ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું, આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી

SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ ) પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ -ભુજ જિલ્લા ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું, આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ ) પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ -ભુજ જિલ્લા ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું, આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી

પશ્ચિમ કચ્છ ભુજના DYSP શ્રી એ આર જનકાત સાહેબની ઉપસ્થિતિમાં આ સમર કેમ્પ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને પધ્ધર, માધાપર, ભુજોડી, અને નલિયા ગામની મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત, લાઈબ્રેરી, પ્રાથમિક શાળા, આઉટ પોસ્ટ, ઉકરડા, આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, ગ્રામીણ બેન્ક, ગામના સરપંચ, વડીલો, આગેવાનો સાથે વાર્તાલાપ, પીવાના પાણીના પમ્પ સ્ટેશન, CCTV કેમેરા સજ્જ કંટ્રોલ રૂમ, બતાવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને 44 ના વર્ગમાં સમાવેશ કરી AD /PCO સાથે રાખીને તેઓની મુલાકાત કરાવવામાં આવી હતી.

ત્યારે થોડા વિરામ બાદ સાંજના સમયે વિદ્યાર્થીઓને રસ્સાખેંચ, પકડદોડ જેવી રમતો રમાડવામાં આવી હતી. અને ત્યારબાદ સમગ્ર કાર્યક્રમને લગતા સવાલ વિધાર્થીઓને કરી તેમના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા. મોડી સાંજે વિદ્યાર્થીઓ સાથે સમર કેમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત DYSP જનકાત સાહેબ તથા તેમની સાથે તમામ પોલીસકર્મીઓ, અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈ, અને અન્ય સૌ લોકો સાથે ભોજન લીધું હતું.

કાર્યક્રમના આખરમાં રાત્રે SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ ) ના ફલક નાઝીમ ખાકીફાનો 16 મો જન્મદિવસ હોય આ અવસરે હાજર તમામની હાજરીમા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ )યોજનાનો હેતુ શું?

આ તાલીમ થકી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થશે. કાયદો, સન્માન, ક્ષમતા, શિસ્ત, આદર્શ, જેવા ગુનો સૂચના કરવામાં તાલીમ મહત્વની બની રહેશે. કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણની જવાબદારી કેળવાય, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાનો સમાજ સેવા કરતા થાય, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને, એ હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. ચોમાસામાં અને શિયાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.

તાલીમમાં શીખવવામાં આવતા મુદ્દા

ભારતીય બંધારણ મૂળભૂત તત્વો
પોલીસ સંબધિત બાબતો
રાષ્ટ્રીય ચળવળ
વર્તમાન સામાજિક મુદ્દા
સાયબર ક્રાઈમ
જીવન વિકાસ
નેતૃત્વ

શિક્ષણ અને પોલીસ વિભાગનું સયુંકત આયોજન કરી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો., સ્ટુડન્ટ પોલીસ કેડેટ ફિલ્ડ વિઝિટ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે.
દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સરકારી શાળા પસંદ કરી તેમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સ્કીમ શરૂ કરવામાં આવશે અને આઠમા ધોરણમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓ પસંદ કરી તેમને બે વર્ષ માટે ઇન્ડોર તથા આઉટડોર તાલીમ આપવામાં આવશે તથા વર્ષમાં ત્રણ કેમ્પ કરાવવામાં આવશે.

પશ્ચિમ કચ્છ -ભુજ પોલીસ દ્વારા SPC સ્ટુડન્ટ પોલીસ કેડેટના સફળ કાર્યક્રમમાં DYSP એ. આર. જનકાત, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. આર ચૌધરી, પો ઈન્સ શ્રી, એ. સી. પટેલ, પો ઈન્સ શ્રી, એ. જી. પરમાર, વી, બી, ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી. આર. ઉલવા, તેમજ તમામ ગામના સરપંચ અને આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં ફાળો આપ્યો હતો.


SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ ) પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ -ભુજ જિલ્લા ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું, આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી

Related posts

કચ્છના રાપરમાં દોઢ કરોડના ખર્ચે હોલનું નિર્માણ કરાયું! કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના હસ્તે કરાયું લોકાર્પણ, એકલા હાથે હોલનું નિર્માણ કરનારા દાતા બાબુભાઈ રાકાણી અને તેમના પરિવારનું સન્માન કરાયું

Ritesh Parmar

હેલ્થ / વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા કરો રોજ સવારે આ ચીજોનું સેવન, એક અઠવાડિયામાં જ દેખાશે ચમત્કારીક પરિણામ

Ritesh Parmar

ધ સાબરમતી રિપોર્ટ’ની ટીમે કર્યું જોરદાર પ્રમોશન, ગોધરા અને અમદાવાદમાં ચાહકો અને મીડિયાને મળી કર્યું પ્રમોશન

Ritesh Parmar

Leave a Comment