Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજપીપળા/ શરમ આવવી જોઈએ આવા પોલીસ ઓફિસરોને જે ગુજરાત પોલીસ ને બદનામ કરી રહ્યા છે! 2 લાખની લાંચ સ્વીકારતા લાંચિયા PI ને હરિયાણા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યા

રાજપીપળા/ શરમ આવવી જોઈએ આવા પોલીસ ઓફિસરોને જે ગુજરાત પોલીસ ને બદનામ કરી રહ્યા છે! 2 લાખની લાંચ સ્વીકારતા લાંચિયા PI ને હરિયાણા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યા

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

રાજપીપળા/ શરમ આવવી જોઈએ આવા પોલીસ ઓફિસરોને જે ગુજરાત પોલીસ ને બદનામ કરી રહ્યા છે! 2 લાખની લાંચ સ્વીકારતા લાંચિયા PI ને હરિયાણા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યા
લાંચિયા PI જગદીશ ચૌધરી ACB ના હાથે ઝડપાયા

દેશવ્યાપી બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડમાં નર્મદા પોલીસે વાહ વાહી મેળવી હતી. તે જ કેસમાં આરોપી સામેનો કેસ નબળો પાડવા અને કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ ન કરવા રાજપીપળા ટાઉન PI હરિયાણામાં ACBના હાથે રૂ, 2 લાખની લાંચ લેતા ઝડપાતા નર્મદા પોલીસમાં સોપો પડી ગયો છે. PIએ 3 લાખની લાંચ માંગી હતી અને તે લેવા 2 દિવસ રજા મૂકી હરિયાણા ગુરૂગ્રામ ગયા હતા.
દેશભરમાં ચલાવાતા ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી કાંડને ઉજાગર કરી નર્મદા જિલ્લા પોલીસે ડિપાર્ટમેન્ટની વાહ વાહી મેળવી હતી. હવે આજ કેસમાં તપાસ ચલાવી રહેલા રાજપીપળા ટાઉન PI હરિયાણામાં ACBના હાથે આરોપીના પરિવાર પાસેથી રૂ. 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર PI જગદીશ ચૌધરીએ અમરિંદર પુરીના કેસને નબળો પાડવા અને પૂરક ચાર્જશીટ કોર્ટમાં ન સોંપવા માટે રૂપિયા 3 લાખ રૂપિયાની લાંચ માગી હોવાની ફરિયાદ હતી.
દેશના સૌથી મોટા બોગસ ડીગ્રી કૌભાંડમાં નર્મદા પોલીસને વાહવાહી મળી હતી. જોકે, તાપસ અધિકારી રાજ્ય બહારની પોલીસના હાથે લાંચ લેતા ઝાડપાતા પોલીસના માથે લાંચનો દાગ લગાડ્યો છે.

રાજપીપળા ટાઉન પી.આઈ જગદીશ જે.ચૌધરીને હરિયાણાના ગુરૂગ્રામમાં 2 લાખની લાંચ લેતા હરિયાણા સ્ટેટ એ.સી.બી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એની સ્થાનિક પોલીસ દ્વારા રવિવારે રાત્રે જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજપીપળાના ટાઉન પી.આઈ જગદીશ ચૌધરીને રાજ્ય વિજિલન્સ બ્યુરો, હરિયાણાની રોહતક ટીમ દ્વારા રવિવારે રાત્રે ગુરુગ્રામના સેક્ટર-49 વિસ્તારમાંથી 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. સોમવારે લાંચિયા PIને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

રાજપીપળા/ શરમ આવવી જોઈએ આવા પોલીસ ઓફિસરોને જે ગુજરાત પોલીસ ને બદનામ કરી રહ્યા છે! 2 લાખની લાંચ સ્વીકારતા લાંચિયા PI ને હરિયાણા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યા

Related posts

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Ritesh Parmar

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Ritesh Parmar

સુરત /અમરોલી કોસાડ તેમજ છાપરાભાઠામાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો ચાલી રહ્યો છે કારોબાર! મહિલાઓ સાથે છેડતી અને નાગરિકોને ડરાવી ધમકાવી ચલાવવામાં આવી રહ્યા છે દારૂના અડ્ડાઓ, સમગ્ર મામલે ગૃહમંત્રી તેમજ સુરત પોલીસ કમિશ્નર કરે યોગ્ય તપાસ : દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment