Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નવસારી / ચીખલીમાં ચાર સંતાનની માતાને તેના પતિએજ આડા સબંધોની શંકા રાખી રહેશી નાખી

નવસારી / ચીખલીમાં ચાર સંતાનની માતાને તેના પતિએજ આડા સબંધોની શંકા રાખી રહેશી નાખી

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 3

નવસારી / ચીખલીમાં ચાર સંતાનની માતાને તેના પતિએજ આડા સબંધોની શંકા રાખી રહેશી નાખી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

લગ્ન જીવનમાં પતિ અથવા તો પત્નીના અન્ય સ્ત્રી કે પુરુષોની સાથે આડો સંબંધ હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના નવસારીમાં સામે આવી છે. આ ઘટનામાં પતિએ તેની પત્નીનો અન્યની સાથે આડો સંબંધ હોવાની શંકા રાખીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તેને પત્નીની લાશને રસ્તા પર ફેકી દીધી હતી. હત્યા કર્યા બાદ પતિ તેના ચાર સંતાનોને લઇને ઉત્તર પ્રદેશ જવા માટે ભાગી ગયો હતો.
રિપોર્ટ અનુસાર ચીખલી નજીક થાલા ગામ આવેલું છે. આ ગામની હદમાંથી પોલીસને પાંચ દિવસ પહેલા એક પ્લાસ્ટિકના બેરલમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ બાદ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહિલાની લાશ પર ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાના નિશાન મળી આવ્યા હતા.

ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું. મૃતક મહિલા કપરાડામાં પતિની સાથે રહેતી હતી અને તેના પતિનું નામ ઇન્દ્રજીત ગૌતમ છે. ઇન્દ્રજીતને એવી આશંકા હતી કે તેની પત્નીનો અન્ય સાથે આડો સંબંધ છે. તેથી ઇન્દ્રજીતે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને રોષે ભરાઈને તેને પત્નીને માથાના ભાગે કોઈ હથિયાર વડે ઈજા પહોંચાડીને તેની પત્નીની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પત્નીની લાશને એક પ્લાસ્ટિકના બેરલમાં પેક કરી દીધી હતી. ત્યારબાદ તે લાશને બેરલમાં ભરીને થાલા ગામ પર નાંખી આવ્યો હતો. ઇન્દ્રજીતે તેની પત્નીની લાશને સેલોટેપથી વીંટી દીધી હતી.

ઇન્દ્રજીતે તેના મિત્ર રાકેશ પટેલને ઇકો લઇને વ્યારા રેલવે સ્ટેશન પર મૂકી જવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ઇન્દ્રજીતે પ્લાસ્ટિકનું કેન ઇકો ગાડીમાં મુક્યું હતું. પછી તે ચાર બાળકો અને અન્ય એક મિત્ર વલ્લભ સાથે વ્યારા જવાના રવાના થયા અને રસ્તમાં બેરલનું ઢાંકણું ખૂલી ગયું હોવાના કારણે તેમાંથી લાશની વાસ આવા લાગી હતી. તેથી કારમાં રહેલા બધા લોકોને આ નાનતે જાણ થઇ ગઈ હતો. ત્યારબાદ ઇન્દ્રજીત અને તેના મિત્રોએ સાથે મળીને આ લાશનો નિકાલ રસ્તાની સાઈડમાં આવેલા કચરાના ઢગલામાં કર્યો હતો. ત્યારબાદ ઇન્દ્રજીત તેના 4 બાળકોની સાથે UP જવા માટે રવાના થયો હતો.

આ ઘટનાની પોલીસે ટેકનીકલ ટીમની મદદ લઇને કરી હતી. તે સમયે પોલીસે રસ્તા પરના CCTV ફૂટેજના આધારે ECO કારના ડ્રાઈવર રાકેશ અને વલ્લભની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો.


નવસારી / ચીખલીમાં ચાર સંતાનની માતાને તેના પતિએજ આડા સબંધોની શંકા રાખી રહેશી નાખી

Related posts

સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઉપર તોડ કર્યાનો આક્ષેપ, સૌરાષ્ટ્રના બે યુવાનોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા, 5 લાખનો તોડ?

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટે પર્યુષણ પર જૈન તહેવાર દરમિયાન અમદાવાદમાં કતલખાનાને બંધ રાખવાને પડકારતી AMC ની અરજીને ફગાવી દીધી

Ritesh Parmar

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

Ritesh Parmar

Leave a Comment