
ખેડા જિલ્લાના મહેમદાવાદ ગામમાં આવેલ ઢાંકણીવાળ વિસ્તારમાં રહેતા બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા તેમજ પતંગના પેજ કાપવાની બાબત ને લઈને પ્રથમ તો સામસામે અપશબ્દો સાથે શાબ્દિક ઉગ્ર બોલાચાલી બાદ માં બંને જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી.
આ અથડામણ ની ઘટનામાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો સામસામે હાથાપાઈ પર આવી જતા અથડામણ નો મામલો ઉગ્ર બન્યો હતો.
ઘટના ની જાણ સ્થાનિક મહેમદાવાદ પોલીસ સ્ટેશનના P.I રણજીત ખાંટ ને થતા તેમજ ઘટના ની ગંભીરતા સમજતા મહેમદાવાદ P.I પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનામાં વણસે કે વધુ ઉગ્ર બને એ પહેલાં પરિસ્થિતિ કાબુ કરવામાં આવી હતી અને બંને સમાજ ના ટોળા ને વેરવિખેર કરવામાં આવ્યા હતા.


હાલમાં મહેમદાવાદ ગામમાં બનેલ ઘટના વાળા વિસ્તારમાં સ્થાનિક પોલીસે પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધેલ છે. અને આગળ ઘટના અન્ય કોઈ સ્વરૂપ ન ધારણ કરે એની તકેદારી રૂપે ગામ ના દરેક વિસ્તારમાં ખાસ નજર રાખી રહી છે જે નોંધનીય છે.
છેલ્લી મળતી માહિતી મુજબ આ જૂથ અથડામણની ઘટનામાં કેટલાક ઈસમો સામાન્ય ઇજાગ્રસ્ત થયેલ છે અને ઘાયલો ને સારવાર અર્થે મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાંથી તેઓને જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.






Total Users : 12991
Total views : 15215
Who's Online : 0