Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કલેકટરનું જાહેરનામું / સરકારી અને બિનસરકારી મિલકતો ઉપર રાજકીય પ્રચારવાળી જાહેરાતો લગાવવા ઉપર નિયંત્રણો લદાયા

કલેકટરનું જાહેરનામું / સરકારી અને બિનસરકારી મિલકતો ઉપર રાજકીય પ્રચારવાળી જાહેરાતો લગાવવા ઉપર નિયંત્રણો લદાયા

Our Visitor

013152
Total Users : 13152
Total views : 15395
Who's Online : 0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરનું જાહેરનામુ
સરકારી અને બિનસરકારી મિલ્કતો ઉપર રાજકીય પ્રચારવાળી જાહેરાતો લગાવવા ઉપર નિયંત્રણો લાદ્યા

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર અતુલ ગોરે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી સરકારી અને બિનસરકારી મિલ્કતો ઉપર રાજકીય પ્રચારવાળી જાહેરાતો લગાવવા ઉપર નિયંત્રણો લાદ્યા છે.આ જાહેરનામા અનુસાર સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કે બોર્ડ, નિગમો, સહકારી મંડળીઓ કે સરકારશ્રીનો જેમાં હિસ્સો સમાયેલ હોય તેવા કોઇપણ મકાનો, ભત્રનો, કંમ્પાઉન્ડ વોક પર ચૂંટણીલક્ષી કોઇપણ પ્રકારની જાહેરાત કે પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં કે તેવી જમીનમાં કટ આઉટ, હોર્ડીંગ્સ, બેનર્સ, કમાનો, પોસ્ટર્સ, પેમ્પલેટ, જાહેરાતના પાટીયા, ધજા-પતાકા, બીનસૂત્રી,ભીતચિત્રો, બોર્ડ તથા કોઈપણ પ્રકારનું શુંરણી સાહિત્ય વિગેરે મૂકી શકાશે નહીં.

જાહેર સ્થળોએ જાહેરાતો પ્રદર્શિત કરવા માટે ખાસ નક્કી કરાયેલ જગ્યા કે જે કોઇ એજન્સીને ભાડે અપાયેલ હોય તેવી જગ્યાએ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને તે જગ્યાનો ચૂંટણી સંબંધી જાહેરાત માટે સરખી તકોથી ઉપયોગ કરી શકશે.કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેઓના કાર્યકરોએ સબંધિત મકાન માલિકોની પરવાનગી લીધા વિના જાહેર તથા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચાર-પત્રો ચોંટાડીને, સુત્રો લખીને દિવાલો બગાડવી નહીં, માત્ર હંગામી તથા સરળતાથી દૂર કરી શકાય કે હટાવી શકાય તેવા માત્ર ધ્વજ, બેનર્સ વિગેરે “ખાનગી મકાન કે મિલ્કત ઉપર સંબંધીત માલિકની લેખિત પરવાનગીથી મૂકી શકાશે.”

ખાનગી મકાન કે મિલ્કત ઉપર કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકશે નહીં. સંબંધિત માલિક પરવાનગી આપે તો પણ કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકાશે નહીં. સંબંધીત પક્ષ કે તેનાં ઉમેદવારોએ ખાનગી મકાન કે મિલ્કત ઉપર સંબંધીત માલિકની પરવાનગીથી મુકેલ કટ આઉટ, હોર્ડીંગ્સ, બેનર્સ, કમાનો, પોસ્ટર્સ, પેમ્પલેટ, જાહેરાતના પાટીયા, ધજા-પતાકા, ભીતસુત્રો, ભીતચિત્રો, બોર્ડ તથા કોઈપણ પ્રકારનું ચૂંટણી સાહિત્ય વિગેરેની ચૂંટણી અધિકારીને તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામાં મોડા ૩-દિવસમાં જાણ કરવાની રહેશે.
કોઇપણ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ કાર્યકરોએ સમર્થકો દ્વારા ધ્વજ, આધારદંડ, બેનર્સ, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઇ જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ, હાઇ-વે અથવા બે માર્ગો ક્રોસ થતાં હોય ત્યાં દિશાસુચક સાઇનબોર્ડ, હાઇ-વે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી.ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો. એક પક્ષે બહાર પાડેલ ભિંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહી. રાજકીય પક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. આ જાહેરનામાનો અમલ વડોદરા જિલ્લામાં કરવાનો રહેશે અને તેનો ભંગ ગુનો બને છે.

કલેકટરનું જાહેરનામું / સરકારી અને બિનસરકારી મિલકતો ઉપર રાજકીય પ્રચારવાળી જાહેરાતો લગાવવા ઉપર નિયંત્રણો લદાયા

કલેકટરનું જાહેરનામું / સરકારી અને બિનસરકારી મિલકતો ઉપર રાજકીય પ્રચારવાળી જાહેરાતો લગાવવા ઉપર નિયંત્રણો લદાયા

Related posts

મહિલાની બેગમાં બોમ્બ હોવાનો દાવો, મુંબઈ એરપોર્ટ પર મચી ગયો ખળભળાટ, મહિલાની કરાઈ ધરપકડ

Ritesh Parmar

Cricket / All India 33 Advocate Asso playing at Hyderabad. Gujarat High Court achieves grand victory over Karnataka High Court in tournament, second consecutive victory of Gujarat High Court

Ritesh Parmar

અમદાવાદ/ જો તમે દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યા હોય તો થઈ જજો સાવધાન, આડેધડ વાહન પાર્ક કર્યું તો થશે હેરાનગતિ, અમદાવાદ ટ્રાફીક વિભાગ એક્શનમાં

Ritesh Parmar

Leave a Comment