Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

Our Visitor

013340
Total Users : 13340
Total views : 15619
Who's Online : 1

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

મહાનગર અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ પુરવાર કર્યું છે કે, નિયમ માત્ર સામાન્ય પ્રજા માટે જ હોય છે. ભાજપના કાર્યકર્તાઓએ હદ કરી નાખી છે. રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલન કાર્યક્રમમાં કોરોનાની એન્ટ્રી થતા યુદ્ધના ધોરણે પ્રશિક્ષણ વર્ગ વચ્ચેથી બંધ કરવા પડ્યા છે. અમદાવાદ ભાજપના કાર્યકરો કોરોના પોઝિટિવ આવતાં શહેરના દરિયાપુર વિધાનસભાના વિસ્તારના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગ બંધ કરી દેવાયો હતો.

ઉપરથી ફરમાન આવતા ભાજપના કાર્યકર્તાઓએ ગાઈડલાઈન્સ ભૂલીને સેલિબ્રેશન કર્યું છે.

રાજકીય સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું હતું કે, ડાન્સ કરનારા કેટલાક કાર્યકર્તાઓ દારૂ ઢીચીને આવ્યા હોય એમ લાગતું હતું. અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન, દરિયાપુરના વોર્ડ પ્રમુખ, અમદાવાદ પશ્ચિમના હોમગાર્ડ જિલ્લા કમાન્ડર જબ્બારસિંહ શેખાવત, દરિયાપુર વોર્ડની ચૂંટણી લડેલા કેટલાક ઉમેદવારો તેમજ મહામંત્રી, કેટલાક કોર્પોરેટર મહિલા નેતાઓ જોડાયા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. ઉપરની સૂચનાને આઘારે દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપનો પ્રશિક્ષણવર્ગ અટકાવી દેવાતા કાર્યકર્તાઓ ખુશ થઈ ગયા હતા. તમામ કાર્યકર્તાઓએ સેલિબ્રેશન પણ કર્યું હતું.

જુઓ વિડીયો

સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કની કે ગાઈડલાઈન્સની ચિંતા કર્યા વગર હમ સબકી પરવાહ કરે ક્યું ગીત પર મન મૂકીને ડાન્સ કર્યો હતો. ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, આ કાર્યક્રમ થોડા દિવસ પહેલા યોજાયો હતો. શાહીબાગના ઓસ્વાલ ભવનમાં શનિવારે ખાસ વર્ગો શરૂ કરાયા હતા. પણ ઉપરથી ફરમાન આવતા આ વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. એક બાજુ ગાઈડલાઈન્સનો કડકપણે અમલ કરવા માટે પોલીસ તંત્રને ખાસ આદેશ આપવામાં આવ્યા છે.

પણ આવું પહેલી વખત બન્યું નથી. ભીડ ભેગી ન થાય એ માટે સરકાર ગાઈડલાઈન્સ નક્કી કરીને કંટ્રોલ કરવા પ્રયાસ કરે છે. એવામાં શાસક પક્ષના કાર્યકર્તાઓ જ આવી ગાઈડલાઈન્સના ઘજાગરા કરી રહ્યા છે. ડાન્સ કરીને મોજ કરવામાં આવી રહી છે. બીજી તરફ નિયમ માત્ર સામાન્ય પ્રજાને લાગુ કરાવાતા હોય એવું ચિત્ર છે. આ ઉપરાંત પ્રજામાં આ વીડિયોને લઈને ચર્ચા એવી છે કે, જે ગીત ઉપર પણ ધ્યાન દેવા જેવું છે. હમ સબકી પરવાહ કરે ક્યું. આવું જ ચિત્ર આવનારા દિવસોમાં યથાવત રહ્યું તો ત્રીજી વેવની પૂરી શક્યતાઓ છે.

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

Related posts

રાજકોટ /ગુજરાત પોલીસના આ PSI ને દિલ થી સલામ, ભર વરસાદમાં કમરડૂબ પાણીમાંથી વૃદ્ધાને બચાવી લીધી,

Ritesh Parmar

ગાંધીનગર LCBએ દેશી દારુ સહિત રૂ. 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, અમદાવાદના કૃષ્ણનગરના 2 બુટલેગર ઝડપાયા, 3 ફરાર

Ritesh Parmar

અમદાવાદ / મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું! 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલા કોશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ, ફાઉન્ડેશન દ્વારા બાળકોને પુરષ્કાર આપી સન્માનિત કરાયા

Ritesh Parmar

Leave a Comment