Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કાંકરિયા કાર્નિવલમાં પોલીસ કમિશનર જી એસ મલિકે અપનાવ્યો આ આઈડિયા… જીન્સ પેન્ટ અને ટીશર્ટમાં જોવા મળી પોલીસ..

કાંકરિયા કાર્નિવલમાં પોલીસ કમિશનર જી એસ મલિકે અપનાવ્યો આ આઈડિયા… જીન્સ પેન્ટ અને ટીશર્ટમાં જોવા મળી પોલીસ..

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

કાંકરિયા કાર્નિવલમાં પોલીસ કમિશનર જી એસ મલિકે અપનાવ્યો આ આઈડિયા… જીન્સ પેન્ટ અને ટીશર્ટમાં જોવા મળી પોલીસ..

કાંકરિયા કાર્નિવલમાં આવતા લોકોની સુરક્ષા માટે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેના ભાગરૂપે પોલીસ અને હોમગાર્ડના જવાનોની ટીમ જીન્સ પેન્ટ અને ટી-શર્ટમાં જોવા મળી હતી..

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 બ્રજેશ ઝા, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર શ્રી ચિરાગ કોરડિયા તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની દ્વારા* અમદાવાદ શહેરના મણિનગર ખાતે યોજાયેલ કાંકરિયા કાર્નિવલ મેળામાં લોકોના મોબાઈલ પર્સની ઉઠંતરી તથા ચોરીના બનાવો અટકાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.


આ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડી સ્ટાફ તેમજ she team ના ચુનંદા જવાનોને સાદા ડ્રેસમાં મેળામાં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલ છે, સાથે સાથે મોબાઈલ ચોરી તથા પર્સ ચોરીના ગુનાઓ અટકાવવા માટે લોકોને જાગૃતિ લાવવા પણ પોસ્ટરો અને ઓડિયો કલીપ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના મણિનગર ખાતે યોજાયેલ કાંકરિયા કાર્નિવલ મા લોકો સારી રીતે અને શાંતિથી ઉજવણી કરી શકે તે માટે પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, એસ.આર.પી. કંપનીઓ, હોમગાર્ડ, સહિતના બહોળો સ્ટાફનો ઉપયોગ કરી, જડબેસલાક બંદોબસ્ત ની ગોઠવણી કરવામાં આવેલ છે…._

કાંકરિયા કાર્નિવલના બંદોબસ્તમાં હોમગાર્ડના દસ દસ ચુનંદા જવાનોની ત્રણ ટીમ બનાવી, બંદોબસ્તમાં તળાવ વિસ્તાર તથા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, ચેકીંગ ગોઠવી, નવતર પ્રયોગ કરવામાં આવેલ છે..કાંકરિયા કાર્નિવલ મેળામાં આવતા લોકોની સલામતી માટે તેમજ લોકોને સાવચેત કરવા માટે જે ડિવિઝન ના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી. ઉનડકટ, પીએસઆઈ એસ.એસ.પટેલ તથા સ્ટાફના હે.કો. અર્જુનસિંહ, દેવુસિંહ, મહેન્દ્રસિંહ, ભીમાભાઇ, જામાભાઈ, મહેન્દ્રસિંહ, સહિતની ટીમ દ્વારા બંદોબસ્તમાં હોમગાર્ડના ચુનંદા 10 – 10 જવાનોની જીન્સ પેન્ટ તેમજ ટીશર્ટ સાથેની સિવિલ ડ્રેસમાં ત્રણ ટીમ બનાવી, આ ખાસ ટીમ દ્વારા કાંકરિયા કાર્નિવલ સમયે વિસ્તારમાં તથા રોડ ઉપર તેમજ રોડની આજુબાજુમાં લોકો સહેલગાહ કરતા હોય તે વિસ્તારમાં એક સાથે પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, ચેકીંગ હાથ ધરી, મોબાઈલ ચોરી તથા પાકીટ ચોરી કરતા ઈસમોને ચેક કરવા, કેફી પીણું પી ને છાકટા બનતા નશાખોર ને ચેક કરવા, રોમિયોગીરી કરતા સડક છાપ રોમિયોને ચેક કરવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ હોમગાર્ડ જવાનોની ખાસ ટીમ સતત પેટ્રોલિંગ દરમિયાન પીધેલા પકડવા, શકમંદો પકડવા, રાવટી ઉપર પકડેલા માણસોને પોલીસ સ્ટેશન લાવવા, ખોવાયેલા તથા મળેલા બાળકો, વૃદ્ધો, મહિલાઓના વાલી વારસ શોધવા, પરિવાર સાથે મિલન કરાવવા, સહિતની કામગીરી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે.


કાંકરિયા કાર્નિવલમાં પોલીસ કમિશનર જી એસ મલિકે અપનાવ્યો આ આઈડિયા… જીન્સ પેન્ટ અને ટીશર્ટમાં જોવા મળી પોલીસ..

Related posts

સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…

Ritesh Parmar

ભારતને એશિયા કપ રમવા પાકિસ્તાન આવવું જોઈએ! જો ભારત પાકિસ્તાન આવશે તો તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે : શાહિદ આફ્રીદી

Ritesh Parmar

આજે રાત સુધીમાં ADG, IG, DIG ની બદલીઓનો આદેશ આવી શકે છે! રાજકોટના નવા પોલીસ કમિશ્નર પણ જાહેર થશે!

Ritesh Parmar

Leave a Comment