Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

Our Visitor

013133
Total Users : 13133
Total views : 15372
Who's Online : 3

ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં જહાંગીપુરા રસ્તા ઉપર ગોથાણ ગામ પાસે ” રેલ્વે ઓવરબ્રીજ અને એપ્રોચ રસ્તા”નું નિર્માણ ૨૦૧૮ નાં વર્ષમાં સુરતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. સ્થાનિક લોકો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા તેમજ સહકારી ખેડૂત આગેવાન શ્રી દર્શન નાયકને સમગ્ર બાબતે રજુઆત કરાતા દર્શન નાયકે આજરોજ સ્થળ નિરીક્ષણ કરતા હાલમાં સદર બ્રીજ અને રસ્તા ઉપર ગાબડા પડી ગયેલા જોવા મળેલ છે.બ્રીજ ઉપર અનેક જગ્યા ઉપર સ્લેબ ના સળિયા દેખાવા લાગ્યા છે તથા જોઈન્ટ પણ તિરાડો પડી ગયેલ છે .આ જોતા બ્રીજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય એવું કોંગ્રેસના નેતા દર્શન નાયકને લાગી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ સહકારી ખેડૂત આગેવાન શ્રી દર્શન નાયક

આજના આધુનિક  સમયમાં નવી ટેકનોલોજી હોવા છતાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રીજ ની આવી હાલત થઈ જવી એ ખૂબજ ગંભીર બાબત છે.જેથી દર્શન નાયકે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી નીચે મુજબનાં મુદ્દાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. જેથી બ્રીજ ની આવી હાલત થવા પાછળનાં કારણ સુધી પહોંચી શકાય અને જવાબદારો સામે કાર્યવાહી કરી શકાય.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ ખેડૂત આગેવાન શ્રી દર્શન નાયકે નીચે દર્શાવેલ મુદ્દાઓની તપાસ કરવા મુખ્યમંત્રી થી માંગ કરી…

બ્રિજનું ટેન્ડર કઈ કઈ શરતે આપવામાં આવેલ હતું?

બ્રિજનાં ટેન્ડરમાં દર્શાવેલ શરતોનું પાલન કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ હતું કે કેમ?

ક્યા કયા અધિકારીઓ ની  દેખરેખ હેઠળ  ઓવર બ્રિજનું કામ કરવામાં આવેલ હતું?

બ્રિજનાં કામમાં રેતી,સિમેન્ટ,સ્ટીલ,કેમિકલ સહિતની જરૂરી વસ્તુ ગુણવત્તા વાળી હતી કે કેમ?
·     
બ્રિજના કામમા રેતી, સિમેન્ટ,સ્ટીલ,કેમિકલ સહિતની વસ્તુઓનું લેબ ટેસ્ટ કરાવવામાં આવેલ હતું તો, કઈ લેબમાં ટેસ્ટ કરાવવામાં આવેલ હતું ? તથા લેબ ટેસ્ટના રિપોર્ટ ચેક કરાવવામાં આવે..

કયા અધિકારીએ ફિટનેસ સર્ટીફીકેટ આપેલ હતું?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બનેલ પુલો અને ઓવર બ્રિજની મજબૂતાઈની ચકાસણી માટે આદેશ કરવામાં આવેલ હતો ,ત્યારે આ બ્રિજનું ચેકીંગ કરવામાં આવેલ હતું કે કેમ? જો ચેક કરવામાં આવેલ હોય તો કયા અધિકારી દ્વારા ચેક કરવામાં આવેલ હતું?

વધુમાં કોંગ્રેસના નેતા તેમજ સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયકે ભ્રષ્ટાચારી અને જવાબદાર લોકો સામે ઉપરોક્ત મુદ્દાની એક તપાસ સમિતિ બનાવી યોગ્ય તપાસ કરાવી જે કોઈ બ્રીજની આવી હાલત માટે જવાબદાર જણાય તેની સામે લોકહિતમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા જે કોઈ એજન્સી જવાબદાર જણાય તો આવી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી લોકહિતમાં માગણી કરી છે.  
 
ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

Related posts

વડોદરા / સ્ટેટ વિજિલન્સ દ્વારા વડોદરા ગ્રામ્ય વિસ્તાર જરોદ અને શહેરના અટલાદરા વિસ્તારમાંથી લાખો રૂપિયાના દારૂ ઝડપી પાડવા મામલે PI કે. એમ. છાસિયાની બદલી

Ritesh Parmar

સુરત બનેલ ગ્રીષ્મા હત્યાંકાંડ બાદ હવે જરૂર છે કે બાળકોને સ્કૂલમાં સજા કરવા માટે શિક્ષકોને છૂટ આપવી જોઈએ! જેથી ફરી કોઈ ફેનિલ પેદા ના થાય

Ritesh Parmar

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, કેન્દ્રીયમંત્રી પુરૂરુષોતમ રૂપાલા સાથે ચા ની ચુસ્કી મારતા દેખાયા, અટકળો એ જોર પકડ્યો

Ritesh Parmar

Leave a Comment