Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી!
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના,
સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં મેઘ મહેર થશે,
સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી!ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના,સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં મેઘ મહેર થશે,સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી!ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના,સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં મેઘ મહેર થશે,સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું
ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તથા ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા
સિઝનના 50 ટકા વરસાદ માટે રાજ્યએ ગયા વર્ષે સાત સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડી હતી. ગયા વર્ષે 14 જુલાઈ સુધીમાં સિઝનનો માત્ર 19.72 ઈંચ જ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સામાન્ય રીતે સરેરાશ 33.46 ઈંચ વરસાદ પડતો હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 17.06 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ અને અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, સુરત અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ડાંગ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જામનગરમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર અને જુનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી!<br>ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના,<br>સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં મેઘ મહેર થશે,<br>સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું

Related posts

વર્લ્ડકપ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે આવ્યા સારા સમાચાર! ઋષભ પંત અફઘાનિસ્તાન સામેની શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે – અહેવાલ

Ritesh Parmar

સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

Ritesh Parmar

સુરત / પાંડેસરા પોલીસ ઊંઘતી ઝડપાઈ, તસ્કરો ATM ને ગેસ કટરથી કાપી 31લાખ રૂપિયા સેરવી ગયા, ચોરોની ચાલાકી CCTV ઉપર સ્પ્રે મારી ગયા

Ritesh Parmar

Leave a Comment