
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ટીડીઓ રૂ.5000ની લાંચ લેતા ઝડપાયો છે. તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમારે મંડળીનું બિલ પાસ કરવા લાંચ માંગી હતી. જે બાદ ACBએ સફળ ટ્રેપ કરી છે.
પ્રાપ્ત વિગતોનુસાર સુત્રાપાડામાં છેલ્લા એક વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી અમૃત પરમારે તાલુકાની લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે રૂ.5 લાખના કરેલા કામનું બિલ પાસ કરવા માટે રૂ.50 હજારની લાંચ માંગી હતી.
જેને લઇ મંડળીના સંચાલકે એસીબીને ફરિયાદ કરી હતી.

જે માહિતીની ખરાઇ કર્યા બાદ તેના આઘારે જિલ્લા એસીબીના સ્ટાફે છટકુ ગોઠવ્યુ હતુ. જે મુજબ આજે બપોરના સમયે કચેરીમાં પીપળવા સહકારી મંડળીનો પ્રતિનિધિ માંગેલી લાંચની રકમ પેટે રૂ.5 હજાર આપવા તાલુકા કચેરીએ ગયો હતો. જયાં તે ટીડીઓ અમૃત પરમારને લાંચની રકમ આપી ત્યારે જ એસીબીના સ્ટાફે પહોંચી જઇ અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. જેના પગલે કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે એસીબીએ નિવેદન નોંધવા અને સર્ચની કામગીરી હાથ ઘરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ઉચ્ચ સરકારી અધિકારીઓમાં જાણે કે લાંચ લેવાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેવી રીતે ગઈકાલે પંચમહાલ જિલ્લાના સહેરા ગામે રૂા.4.45 લાખની લાંચ લેતાં મહિલા ટીડીઓ સહિત ચાર લોકો ઝડપાયા બાદ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા રૂા.3 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ ગયા હતા. ત્યારે આજે સુત્રાપાડાના ટીડીઓ પણ લાંચ લેતા પકડાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો








Total Users : 12985
Total views : 15204
Who's Online : 0