Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર જિલ્લાની લીંબડીયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે વર્કશોપનું આયોજન કરાયું! કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસ્થા PCRA દ્વારા પેટ્રોલ, ગેસ ડીઝલ તેમજ કુદરતી સંપતિની બચત વિશે જાણકારી અપાઈ

ગાંધીનગર જિલ્લાની લીંબડીયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે વર્કશોપનું આયોજન કરાયું! કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસ્થા PCRA દ્વારા પેટ્રોલ, ગેસ ડીઝલ તેમજ કુદરતી સંપતિની બચત વિશે જાણકારી અપાઈ

Our Visitor

009742
Total Users : 9742
Total views : 11403
Who's Online : 0

ગાંધીનગર જિલ્લાની લીંબડીયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે વર્કશોપનું આયોજન કરાયું! કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસ્થા PCRA દ્વારા પેટ્રોલ, ગેસ ડીઝલ તેમજ કુદરતી સંપતિની બચત વિશે જાણકારી અપાઈ

આજના સમયમાં દેશમાં કોઈ મોટો સળગતો પ્રશ્ન હોય તો એ મોંઘવારી છે. અને એમાં પણ સૌથી વધારે પીડાદાયક પ્રશ્ન હોય તો એ જેમાં પેટ્રોલ, ગેસ, અને ડીઝલના વધતા જતા ભાવ છે. હાલ સમગ્ર દેશમાં મોંઘવારીના મુદ્દે રાજકીય ભૂકંપ સર્જાયો છે. દરેક નાગરિક મોંઘવારીના મારથી પરેશાન છે. તમને જણાવી દઈએ કે આવનાર નજીકના સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. જેમાં દરેક રાજકીયપક્ષો સત્તામાં આવવા માટે હવાતિયાં મારી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યની ભાજપ સરકાર ગુજરાતની જનતા માટે કઈકને કંઈક નવી યોજનાઓ આપી તેમના માટે મદદરૂપ બનવા પ્રયાસ કરતી નજરે પડે છે. તેમ છતાં વિપક્ષ અને અન્ય રાજકીય પક્ષો સત્તાધીશો સામે પેટ્રોલ, ડીઝલ, અને રાંધણ ગેસ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના વધતા જતા ભાવોના મુદ્દે ભીંસમાં લઈ ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં પોત પોતાની સરકાર બનાવવાના દાવા કરાઈ રહ્યા છે.

વર્તમાન સમયમાં સામાન્ય અને ગરીબ નાગરિકો ઉપર ચોક્કસ આવા મુદ્દાઓની ગંભીર અસર દેખાઈ રહી છે. જો આજના સમયમાં આટલી મોંઘવારી છે તો આવનાર સમયમાં કેવી પરિસ્થિતિ હશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારની માન્ય સંસ્થા PCRA દ્વારા જન જાગૃતિના કાર્યકર્મો કરી આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકાય તેના માટે જુદી જુદી જગ્યાઓ ઉપર વર્કશોપ કરી અવેરનેસ પ્રોગ્રામ કરવાનું ઉમદા કાર્ય શરુ કર્યુ છે. જે સંદર્ભમાં ગાંધીનગર જિલ્લા ખાતેની લીંબડીયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે એક સરસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો હતો. PCRA (પેટ્રોલિયમ કન્ઝરવેસન રિસર્ચ એસોસિએશન) ના ફેકલ્ટી નુપુર ગુપ્તા દ્વારા ગાંધીનગર જિલ્લાના લીંબડીયા પ્રાથમિક શાળામાં ભણતા નાના બાળકોને ઉર્જા સંપત્તિની બચત જેમકે, પેટ્રોલ, ગેસ, અને ડીઝલના ઉપયોગ વિશે સંપૂર્ણ રીતે માહિતગાર કરી સારી સમજણ આપી હતી.

આ કાર્યક્રમાં 70 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. લીંબડીયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી નિરંજના પટેલ દ્વારા PCRA સંસ્થાને પૂરતી વ્યવસ્થા કરી આપવામાં મદદ કરી હતી. જેમાં બાળકોને પ્રોજેક્ટર રૂમમાં ટીવી ઉપર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક કવીઝ કોમ્પટિશન રાખવામાં આવ્યું હતું. જેમાં એક થી ત્રણ નંબર ઉપર સિલેક્ટ થયેલા બાળકોને PCRA સંસ્થાના ફેકલ્ટી શ્રીમતી નૂપુર ગુપ્તા દ્વારા પુરષ્કાર ભેંટ આપવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન બાદ સ્કૂલના પ્રિન્સિપાલ, ઉપસ્થિત શિક્ષકો, PCRA સંસ્થાના મુખ્ય સંયોજક નૂપુર ગુપ્તા તથા તેમના સહકર્મીઓ અને સમસ્ત બાળકોએ સાથે ભોજન કરી કાર્યક્રમને અંતિમ ઓપ આપ્યો હતો.

ગાંધીનગર જિલ્લાની લીંબડીયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે વર્કશોપનું આયોજન કરાયું! કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસ્થા PCRA દ્વારા પેટ્રોલ, ગેસ ડીઝલ તેમજ કુદરતી સંપતિની બચત વિશે જાણકારી અપાઈ

Related posts

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

Ritesh Parmar

પ્રાથમિક સુવિધાથી વંચિત તથા સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં સર્વે કરી ઝડપભેર પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સુરત મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરતા દર્શન નાયક:

Ritesh Parmar

રાજકોટ ખાતેના 75 લાખના તોડકાંડના પડઘા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ સાખરાની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ

Ritesh Parmar

Leave a Comment