Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ,જુઓ વિડીયો

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ,જુઓ વિડીયો

Our Visitor

017840
Total Users : 17840
Total views : 20997
Who's Online : 0

ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ,જુઓ વિડીયો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

જવેલર્સે બુમરાણ મચાવી પડકાર ફેક્તા ત્રણેય ભાગ્યા

પોલીસે ઝાડેશ્વર તુલસીધામ વિસ્તારમાંથી એક શકમંદને પકડી પાડ્યો, ચાર લૂંટારું હોવાની આશંકા

ગત ફેબ્રુઆરીમાં પણ આ જવેલર્સને ત્યાં સૂટબુટમાં કારમાં IT અધિકારી તરીકે ઠગ આવી રૂ. 2 લાખના દાગીના લઈ ગયો હતો

ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત સુંદરમ જ્વેલર્સના માલિકનું મોઢું દબાવી લૂંટનો પિસ્તોલ સાથે 3 લૂંટારુઓએ પ્રયાસ કર્યો હતો. જોકે જવેલર્સે બુમરાણ મચાવી તમામ ઉભી પૂછડીએ નાસી છૂટ્યા હતા. સવારે જ ભરચક ઝાડેશ્વર રોડ ઉપર લૂંટના પ્રયાસને લઈ ખળભળાટ મચી ગયો હતો.

જવેલર્સના માલીકનો ગળુ દબાવી લૂંટનો પ્રયાસ જુઓ વિડીયો

ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુંદરમ જવેલર્સ આવેલી છે. જ્યાં સવારે 9.30 કલાકમાં 3 લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જવેલર્સ દુકાન ખોલી શાંતિથી ખુરશી ઉપર પગ ઉપર પગ ચઢાવી આરામથી બેઠો હતો. કે બાદ એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને 3 લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ખુરશી ઉપરથી ઉભો થયો હતો.

ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઇ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રીજા લૂંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું. જવેલર્સ નું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસમાં જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેય લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર ભાગવા ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ દોડીયો હતો.

ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને 3 આરોપીની નાસભાગ વચ્ચે જોતજોતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થળ ઉપર તત્કાલિક પોલીસે આવી જઇ આ ત્રણ લૂંટારું સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લૂંટારુંને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ગત ફેબ્રુઆરીમાં જ ઇન્કમટેક્ષ ઓફિસર બની સૂટબુટમાં આવેલો ઠગ રૂ. 2 લાખના દાગીના ઉડાવ્યા હતા

ગત ફેબ્રુઆરી 2021 માં જ આજ સુંદરમ જવેલર્સમાં એક કારમાં ફિલ્મી સ્ટાઇલમાં સૂટ બુટમાં આવેલા યુવાને InCome-Tax ડિપાર્ટમેન્ટમાંથી આવતો હોવાનું જવેલર્સ માલિકને જણાવ્યું હતું. જબેલર્સને ઈમ્પ્રેસ કરી સોનાના આભૂષણો ખરીદી NEFT ના નામે રૂ. 2 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો કિસ્સો બન્યો હતો.

Special 26 નો ફિલ્મી કિસ્સો રીયલમાં બન્યો હતો. લાયસન્સ અને સોનીનું પ્રુફ માંગી, આભૂષણો ખરીદ્યા બાદ NEFT ના નામે ચુનો ચોપડ્યો હતો. 10 મિનિટમાં જ સોનાની ચેઇન અને 2 કપલ રિંગ ખરીદ્યા બાદ રૂ. 2 લાખ NEFT થી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. તે સમયે પણ ઠગાઈની તમામ ગતિવિધિઓ જવેલર્સના શોરૂમમાં CCTV કેદ થઈ હતી.


<em>ભરૂચ સુંદરમ જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવા પિસ્તોલ લઈ 3 લૂંટારું ત્રાટકયા, જવેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ,જુઓ વિડીયો</em>

Related posts

અમદાવાદ – ભાવનગર – ધોલેરા રોડ 12 ડિસેમ્બર 2023 સુધી બંધ કરવામાં આવ્યો! એક્સપ્રેસ -વે નિર્માણ કાર્યને લઈ અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો

Ritesh Parmar

મોરબી / હળવદમાં પોતાના સગા ભાઈની હત્યાં નીપજાવનાર આરોપીએ પોલીસ લોકઅપમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

Ritesh Parmar

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

Ritesh Parmar

Leave a Comment