Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડભોઇ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રજા લીધા બાદ લાપતા, પિતાએ નોંધાવી ફરિયાદ

ડભોઇ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રજા લીધા બાદ લાપતા, પિતાએ નોંધાવી ફરિયાદ

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

ડભોઇ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રજા લીધા બાદ લાપતા, પિતાએ નોંધાવી ફરિયાદ

બે દિવસ પહેલા આઠ દિવસની રજા લઇને પોતાના વતન ગયા હતા
પરંતુ ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો
પોલીસે મહિલા કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી

ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાન મહિલા કોન્સ્ટેબલ ગત બે દિવસ પહેલા આઠ દિવસની રજા લઈ પોતાના વતન નીકળ્યા હતા.
પરંતુ ઘરે નહીં પહોંચેલા મહિલા કોન્સ્ટેબલના પરિવાર સાથે સંપર્ક થયો ન હતો. તેથી તેઓના પરિવારે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ બનાવની વિગત મુજબ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાન મહિલા કોન્સ્ટેબલ બે દિવસ પહેલા આઠ દિવસની રજા લઇને પોતાના વતન ગયા હતા પરંતુ ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો અને ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

મણીબેન ચૌધરી ઉંમર વર્ષ 24 ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં હતા. દરમિયાન ગત તારીખ 16 મી જાન્યુઆરીના રોજ આઠ દિવસની રજા મંજુર થતા તેઓ પોતાના વતન બનાસકાંઠાના ડીસા તાલુકાના થેરવાડા ગામે રવાના થયા હતા. જ્યાં બીજા દિવસે પણ ઘરે નહીં પહોંચતા અને પરિવાર સાથે કોઈ સંપર્ક નહીં થતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો. તેઓએ ડભોઇ પોલીસ સ્ટેશન આવી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. વાઘેલાની મુલાકાત કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

પોતાની દીકરી ગુમ થયા અંગેની માહિતી આપતા ડભોઈ પોલીસે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. સમગ્ર જિલ્લા વિસ્તારમાં ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ અધિકારી કુણાલ પટેલ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા ઠેર-ઠેર સીસીટીવી ફૂટેજ અને કોલ ડીટેઇલના આધારે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. જિલ્લા મથકે પ્રથમ વખત મહિલા પોલીસ ગુમ થયા અંગે સમગ્ર પોલીસ બેડામાં ચિંતાનો વિષય બન્યો છે.


ડભોઇ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રજા લીધા બાદ લાપતા, પિતાએ નોંધાવી ફરિયાદ

Related posts

સરદારનગરમા અડધી રાતે માથાભારે શખ્સોએ મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો! વાહન અને ઘરમાં તોડફોડ કરતા ફરિયાદ દાખલ

Ritesh Parmar

સુરતમાં ઉપરા છાપરી ચાર હત્યાઓ, કાયદો અને વ્યવ્યસ્થાની સ્થિતિ કથળાઈ, ગૃહમંત્રીના શહેરમાં હત્યાઓના બનતા બનાવો પોલીસ માટે ચેલેન્જ, લોકોમાં ફફડાટ ફેલાયો

Ritesh Parmar

ભુજ /પોલીસ પ્રજાની મિત્ર છે તેને સાર્થક કરતી ઘટના!
પિતા ભૂલથી દીકરીને ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડી, PI તેને સાચા કેન્દ્ર પર લઈ ગયા

Ritesh Parmar

Leave a Comment