Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બ્રેકિંગ ન્યૂઝ: ભાવનગર પોલીસ બેડામાં સપાટો, NDPS કેસમાં બેદરકારી દાખવનાર બે PSI ને ભાવનગર SP એ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા!

બ્રેકિંગ ન્યૂઝ: ભાવનગર પોલીસ બેડામાં સપાટો, NDPS કેસમાં બેદરકારી દાખવનાર બે PSI ને ભાવનગર SP એ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા!

Our Visitor

015374
Total Users : 15374
Total views : 18057
Who's Online : 1

બ્રેકિંગ ન્યૂઝ: ભાવનગર પોલીસ બેડામાં સપાટો, NDPS કેસમાં બેદરકારી દાખવનાર બે PSI ને ભાવનગર SP એ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા!

અહેવાલ-રીતેશ પરમા(સિનિયર જર્નાલિસ્ટ)

“યુવાધનને બરબાદ કરતું નશાનું દૂષણ સાંખી નહીં લેવાય, બેદરકાર અધિકારીઓ સામે પણ ઝીરો ટોલરન્સ” – સરકારની કડક નીતિનો અમલ

ભાવનગર:
ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહેલા માદક પદાર્થો અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ડામી દેવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. આ અભિયાન અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની અમલવારીમાં કોઈ પણ સ્તરે ઢીલાશ કે ગુનેગારો પ્રત્યે કૂણું વલણ રાખનાર વ્યક્તિને બક્ષવામાં નહીં આવે, તેવો સખત અને સ્પષ્ટ સંદેશ આપતા ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) એ મોટી કાર્યવાહી કરી છે. ડ્રગ્સ સંબંધિત NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કેસની તપાસમાં ગંભીર બેદરકારી અને ઉદાસીનતા દાખવવા બદલ જિલ્લાના બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સરકા૨ અને પોલીસ પ્રશાસનના આ સપાટાથી સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કોની સામે થઈ કડક કાર્યવાહી?

ભાવનગર એસપી દ્વારા સસ્પેન્શનનો કોરડો વીંઝાતા જે બે અધિકારીઓ સકંજામાં આવ્યા છે તેમાં:

1.PSI એ. વી. સિંગલ (પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન)

2.PSI ગણેશ પરમાર (ભરતનગર પોલીસ સ્ટેશન)

સરકારની નીતિ સ્પષ્ટ: કાયદાની અમલવારીમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં સાંખી ના લેવાય:-

મળતી વિગતો અનુસાર, પાલીતાણા અને ભરતનગર પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગંભીર NDPS કેસની તપાસ આ બંને અધિકારીઓને સોંપવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન બંને પીએસઆઈ દ્વારા કાયદાકીય પ્રક્રિયામાં ભારે બેદરકારી અને કામગીરીમાં મોટી ક્ષતિઓ આચરી હોવાનું એસપીના ધ્યાને આવ્યું હતું.

રાજ્ય સરકાર અને ગૃહ વિભાગની સ્પષ્ટ સૂચના છે કે નશાના કારોબારમાં સામેલ અસામાજિક તત્વો સામે જેટલી કડક કાર્યવાહી જરૂરી છે, તેટલી જ કડકાઈ કાયદાનો અમલ કરાવનાર એજન્સીઓ પર પણ રાખવી અનિવાર્ય છે. યુવાધનના ભવિષ્ય સાથે ચેડાં કરતા નશાના આ કેસોની તપાસમાં કોઈપણ અધિકારી કે કર્મચારીની ઉદાસીનતા કે બેદરકારી કોઈપણ સંજોગોમાં સાંખી ન જ લેવાય, તે ન્યાયે જિલ્લા પોલીસ વડાએ ખાતાકીય પગલાં ભરતા બંનેને ફરજ પરથી મુક્ત (સસ્પેન્ડ) કરવાનો હુકમ કર્યો છે.

ગુનેગારો અને ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ:-

એકસાથે બે-બે પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સામે લેવાયેલા આ કડક પગલાંથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ તેમજ તેમની સામે ઢીલી નીતિ રાખનારાઓ માટે હવે કોઈ સ્થાન નથી. આ આદેશ સાબિત કરે છે કે જો ફરજ પ્રત્યે વફાદારી નહીં રાખવામાં આવે તો ગમે તેટલા ઊંચા હોદ્દા પર બેઠેલા અધિકારીને પણ તુરંત સજા ભોગવવી પડશે.

અત્યારે આ કડક કાર્યવાહી સમગ્ર ભાવનગર અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે અને પ્રજામાં સરકારના આ નિર્ણયને બિરદાવવામાં આવી રહ્યો છે.


બ્રેકિંગ ન્યૂઝ: ભાવનગર પોલીસ બેડામાં સપાટો, NDPS કેસમાં બેદરકારી દાખવનાર બે PSI ને ભાવનગર SP એ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા!

Related posts

અમદાવાદના કૃષ્ણનગરમાં ધોળા દિવસે ₹૫૦ લાખની સનસનાટીભર્યા લૂંટ: કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, કેપિટલ બનવા તરફ અગ્રેસર અમદાવાદ? જુઓ સીસીટીવીમાં કેદ થયાં લૂંટારુઓ

Ritesh Parmar

મહેસાણા/ અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમ યોજાયો: લાંઘણજ તાલુકા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી

Ritesh Parmar

સુરતમાં એક મહિલા પોતાના બાળકોને લઈ જઈ રહી હતી આત્મહત્યા કરવા, મુસ્લિમ રીક્ષા ડ્રાઈવર બન્યો મસીહા, બાળકો અને મહિલાનો જીવ બચાવ્યો,

Ritesh Parmar

Leave a Comment