Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બનાસકાંઠાના ડીસાના કુંપટ ગામમાં ઠાકોર યુવકના વરઘોડા ઉપર પથ્થરમારો! પોલીસ ઉપર પણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી? જિલ્લા પોલીસ વડાએ કહ્યું ગામમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં, કોઈને વધુ ઈજા નથી થઈ

બનાસકાંઠાના ડીસાના કુંપટ ગામમાં ઠાકોર યુવકના વરઘોડા ઉપર પથ્થરમારો! પોલીસ ઉપર પણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી? જિલ્લા પોલીસ વડાએ કહ્યું ગામમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં, કોઈને વધુ ઈજા નથી થઈ

Our Visitor

013080
Total Users : 13080
Total views : 15317
Who's Online : 1

બનાસકાંઠાના ડીસાના કુંપટ ગામમાં ઠાકોર યુવકના વરઘોડા ઉપર પથ્થરમારો! પોલીસ ઉપર પણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી? જિલ્લા પોલીસ વડાએ કહ્યું ગામમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં, કોઈને વધુ ઈજા નથી થઈ

બનાસકાંઠામાં પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે

કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા

પોલીસ કર્મચારી કોઈ ઘાયલ નથી થયાં

બનાસકાંઠામાં ડીસાના કૂંપટ ગામે આજે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.ગામમાં વરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેને લઈ બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેથી ત્રણ પોલીસકર્મીને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા તાલુકાના કૂંપટ ગામે આજે તાલુકા પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની છે. કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા. લગ્નમાં અન્ય સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં ઠાકોર સમાજના યુવકે વરઘોડો કાઢ્યો હતો. જેને લઈ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળેપહોંચી બંને જૂથને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન ટોળાએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા ત્રણ પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલિક પ્રથમ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આ હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે હુમલો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, કુપટ ગામે આજે બેતાલીસ ઠાકોર સમાજમાંથી એક પરિવારના લગ્ન હતા. તેમાં યુવકનો વરઘોડો નીકળી રહ્યો હતો. જેમાં પોલીસ બંદોબસ્ત પણ રાખેલો હતો. સામે પાલવી ઠાકોરો હતા એમને એવું લાગ્યું હતું કે, આ વરઘોડો આ જગ્યાએથી ના નીકળવો જોઈએ જેથી કરીને ગામ લોકોના માણસો ભેગા થયાં હતા. જેમાં એક નાનો પથ્થરમારો થતા પોલીસની બે ગાડીના કાચ તૂટેલા છે. હાલમાં પરિસ્થિતિ ખુબ શાંત છે જે લોકોએ પથ્થર મારો કર્યો હતો એમની પોલીસે અટકાયત કરી છે એમના પર ગુનો પણ નોંધવામાં આવ્યો છે. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી કોઈ ઘાયલ નથી થયાં જે લોકોને પથ્થર લાગ્યો હતો તેઓને પણ ખાસ કોઈ ઈજા થઈ નથી.

બનાસકાંઠાના ડીસાના કુંપટ ગામમાં ઠાકોર યુવકના વરઘોડા ઉપર પથ્થરમારો! પોલીસ ઉપર પણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી? જિલ્લા પોલીસ વડાએ કહ્યું ગામમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં, કોઈને વધુ ઈજા નથી થઈ

Related posts

પરીક્ષામાં બેસવા ન દેવાતા 9માં ધોરણની તરૂણીનો આપઘાત, શાળા તરફથી પરીક્ષા ન અપાવવાનું કારણ પણ ચોંકાવનારું !

Ritesh Parmar

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે સારા સમાચાર! નાપાસ થશો તો પણ વર્ષ નહી બગડે

Ritesh Parmar

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment