Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ/ ગોમતીપુરમાં અજીબ કિસ્સો, ભાભી સાથે નિકાહ કરવા પાગલ બન્યો દિયર, ભાભીએ નિકાહ કરવાની ના પાડી તો દિયરે ભાભીને તલવાર ના ઘા માર્યા! જુઓ સમગ્ર બનાવનો વિડીયો

અમદાવાદ/ ગોમતીપુરમાં અજીબ કિસ્સો, ભાભી સાથે નિકાહ કરવા પાગલ બન્યો દિયર, ભાભીએ નિકાહ કરવાની ના પાડી તો દિયરે ભાભીને તલવાર ના ઘા માર્યા! જુઓ સમગ્ર બનાવનો વિડીયો

Our Visitor

013160
Total Users : 13160
Total views : 15405
Who's Online : 1

અમદાવાદ/ ગોમતીપુરમાં અજીબ કિસ્સો, ભાભી સાથે નિકાહ કરવા પાગલ બન્યો દિયર, ભાભીએ નિકાહ કરવાની ના પાડી તો દિયરે ભાભીને તલવાર ના ઘા માર્યા! જુઓ સમગ્ર બનાવનો વિડીયો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

આપણે પતિ પત્નીના અનૈતિક સંબંધોના અનેક કિસ્સો સાંભળ્યા અને જોયા હશે. જે રાજ્યમાં આવા અનેક બનાવો સામે આવતા રહે છે અને તેને લઈને પોલીસમાં પણ ફરિયાદો નોંધાતી રહે છે. જો કે રાજ્યના મોટા શહેરોમાં આવા બનાવોનો સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે પણ એક એવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.જેમાં દિયરે તેની ભાભી સાથે બળજબરી નિકાહ કરવાની જીદ પકડી હતી.
જો કે તેની ભાભીએ તેની સાથે આ નિકાહ કરવાની ના પાડી દીધી હતી.

જુઓ સમગ્ર બનાવનો વિડીયો


પરંતુ તેનો દિયર તેને અવાર નવાર નિકાહ કરવા દબાણ કરીને ત્રાસ આપતો રહેતો હતો. ત્યારે તેની ભાભી તેને વારંવાર ના પાડતા તે ગુસ્સે થઈને તલવાર મારીને હત્યા કરવાની ધમકી આપતા આ સમગ્ર મામલે તેની ભાભીએ સ્થાનિક પોલીસ મથક ગોમતીપુરમાં તેના દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ઘટના અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી સામે આવી છે, એક 40 વર્ષીય વિધવા મહિલા તેના સાસુ સાથે તેના બાળક અને દિયર સાથે રહે છે.
જો કે દોઢ વર્ષ પહેલા તેના પતિનું બીમારીના કારણે મોત થઇ ગયું હતું. અને ત્યારબાદથી આ મહિલા તેના દિયર અને સાસુ સાથે રહે છે. ત્યારે સાથે રહેતા દિયરને તેની ભાભી સાથે નિકાહ કરવાની જીદ પકડી હતી.આ નિકાહ કરવાની જીદ ને કારણે તે વારંવાર તેની ભાભીને ત્રાસ આપતો રહેતો હતો. ત્યારે તે થોડા દિવસ પહેલા એક કરિયાણાની દુકાને ઉભો રહીને તેને ગાળો બોલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.તેમજ મહિલાના નણંદના દીકરાએ આ સમગ્ર ઘટના વિશે વધુ જણાવતા કહ્યું હતું કે આ વિધવા મહિલાને તેનો દિયર નિકાહ કરવાની બાબતને લઈને વાત કરતા તેના દિયરએ કહ્યું કે, હું તારી સાથે ઘણાં દિવસથી નિકાહ કરવા માટે કહું છું.

ત્યારે ભાભીએ તેની સાથે નિકાહ ન કરવાનું કહ્યું હતું ત્યારે દિયરે તેની સાથે બબાલ કરી હતી અને ત્યારે ભાભીએ તેને પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા તે તલવાર લઈને તેની સાથે બબાલ કરવા લાગ્યો હતો. અને બાદમાં વધારે ગુસ્સે થતા તેને તેની ભાભીને તલવાર ના ઘા મારી દીધા હતા. ત્યારે મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં પોલીસને જાણ કરવામાં આવતા ગોમતીપુર પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આ આરોપી દિયર સામે કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદ/ ગોમતીપુરમાં અજીબ કિસ્સો, ભાભી સાથે નિકાહ કરવા પાગલ બન્યો દિયર, ભાભીએ નિકાહ કરવાની ના પાડી તો દિયરે ભાભીને તલવાર ના ઘા માર્યા! જુઓ સમગ્ર બનાવનો વિડીયો

Related posts

બોટાદમાં દેશી દારૂના લીધે પરિવારો ઉજડ્યા તેમ છતાં રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી! દેશી દારૂની ભટ્ટીઓ થઈ કેમેરામાં કેદ, પોલીસની કામગીરી સામે સવાલ

Ritesh Parmar

ભારતીય ક્રિકેટ ટીમનો આફ્રિકામાં કંગાળ પ્રદર્શન યથાવત, બીજી વન-ડેમાં આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું, ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી પણ ગુમાવી, ક્દાવર ખેલાડીઓનો ફ્લોપ શો જારી

Ritesh Parmar

જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

Ritesh Parmar

Leave a Comment