અહેવાલ – રીતેશ પરમાર
કચ્છની બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ફરીથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ATSએ ધરપકડ કરી લીધી છે. લીંબડી નજીકના ગામથી ફરાર નીતા ચૌધરીની ધરપકડ કરાઈ છે. નીતા ચૌધરી આરોપી બુટલેગરની સાસરીમાં છુપાઇ હતી.
કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી.
બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો હતો.જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા જતા નીતા ચૌધરી ફરાર થઇ ગઈ હતી. હાલ આ કેસમાં ATS દ્વારા લીમડી પાસેથી લેડી કોન્સ્ટેબલ નીતા ચોધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.