Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

Our Visitor

009935
Total Users : 9935
Total views : 11625
Who's Online : 2

ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

પ્રજાની સુરક્ષા કરતી ખેડા જિલ્લા પોલીસને એક કડવો અનુભવ થયો છે. લીંબાસી ચોકડીથી તારાપુર ચોકડી વચ્ચે તબક્કાવાર સીસીરોડની કામગીરી ચાલુ હોય મેજીસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. સીસી રોડનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લીંબાસી પોલીસની એક ટીમ પરીએજ રોડ પર સાયલા પાટીયા પાસે ફરજ પર હાજર હતી. દરમિયાન સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે મફત વજાભાઈ ભરવાડ (રહે.વાલોત્રી, માતર) તથા ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ) એક લાલ કલરની નંબર પ્લેટ વગરની મહિન્દ્રા ગાડી લઈને આવ્યા હતા. મફત ભરવાડે તેની ગાડી રોડ વચ્ચે ઉભી રાખી નીચે ઉતરી પોલીસને તમે કેમ મોટી ગાડીઓ જવા દેતા નથી, કહી ગમે તેમ અપશબ્દો બોલી, બીજી ગાડીઓ વાળાને તમે તમારી ગાડીઓ જવા દો, જોવું છું કેવી રોકે છે કહી વધુ અપશબ્દો બોલી ગાડીમાં બેસી ગયા હતા.

પોલીસ પર હુમલો કર્યો અને લાકડીઓ વડે મારમાર્યો

આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો અને લાકડીઓ વડે પોલીસને માર માર્યો હતો. જેમાં PSI દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી હતી. આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા હતા અને પોલીસને પડકાર ફેક્યો હતો. તમને જણાવી દઇએ કે, આ મામલે પોલીસ (Police)એ ઇપીકો કલમ 143, 147, 148, 149, 332, 186 તથા જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સાથે સાથે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી વિગતો પ્રમાણે લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પર ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, લીંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ (Police) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વળોત્રીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી. આવી રીતે કાયદાના રક્ષકો પર જ હુમલો કરવો જરાય યોગ્ય નથી.


ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

Related posts

SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ ) પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ -ભુજ જિલ્લા ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું, આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી

Ritesh Parmar

ગાંધીનગર /મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન.

Ritesh Parmar

સુરતમાં કોંગ્રેસની મહિલા નેતાની દારૂની હેરાફેરી કેસમાં ધરપકડ, ઉમરા પોલીસે બોલેરો પીક -અપ વાનમાં 7.50 લાખનો દારૂ ઝડપ્યો, વાહન ચાલક સહીત કોંગ્રેસ નેતા મેઘના પટેલની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment