Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સેવ હ્યુમિનિટી સંસ્થા કરવા જઈ રહી છે ઉમદા કાર્ય! મહિલા અને દીકરીઓને આપશે મફત આત્મરક્ષાની તાલિમ, છેડતી અને દુષ્કર્મના બનાવો બનતા અટકશે

સેવ હ્યુમિનિટી સંસ્થા કરવા જઈ રહી છે ઉમદા કાર્ય! મહિલા અને દીકરીઓને આપશે મફત આત્મરક્ષાની તાલિમ, છેડતી અને દુષ્કર્મના બનાવો બનતા અટકશે

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 6736

સેવ હ્યુમિનિટી સંસ્થા કરવા જઈ રહી છે ઉમદા કાર્ય! મહિલા અને દીકરીઓને આપશે મફત આત્મરક્ષાની તાલિમ, છેડતી અને દુષ્કર્મના બનાવો બનતા અટકશે

ગુજરાત સહીત અમદાવાદની મહિલાઓ અને દીકરીઓને વધુ સુરક્ષા પુરી પાડવા માટે તથા તેમના આત્મરક્ષણ માટેની યુક્તિઓ શીખવવા “સેવ હ્યુમિનિટી સંસ્થા” દ્વારા અમદાવાદના નિકોલ વિસ્તારમાં નિ :શૂલ્ક આત્મરક્ષા તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવશે. સેવ હ્યુમિનિટી સંસ્થાના પ્રેસિડેન્ટ પૂનમબેન પાંચાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં દિલ્હી ખાતે એક માસુમ દીકરી નિર્ભયા સાથે ગેંગરેપ અને ક્રૂર હત્યાંનો જે બનાવ બન્યો હતો. ત્યારબાદથી જ મહિલાઓ અને દીકરીઓની આત્મસુરક્ષાને લઈને સમગ્ર દેશમાં ચિંતા વ્યાપી હતી. આ ઘટનના લીધે દેશ અને દુનિયામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે અમદાવાદમાં રહેતી પૂનમબેન પાંચાણી પણ આ ઘટનાથી ખુબજ આઘાતમાં સરાઈ ગયા હતા. અને ત્યાર પછી તેમણે મહિલાઓ અને દીકરીઓને આત્મરક્ષણ માટે સશક્ત બનાવવા અમદાવાદ ખાતે “સેવ હ્યુમિનિટી સંસ્થા”નું નિર્માણ કર્યું હતું.

પૂનમબેન પાંચાણી -સંસ્થાપક “save huminity”

ફિલ્મ અભિનેતાઓ અને જાણીતી હસ્તીઓએ પણ કરી અપીલ

સંસ્થાના પ્રેસિડેન્ટ પૂનમબેન પાંચાણી વધુમાં જણાવતા કહ્યું હતું કે, આજના સમયમાં દીકરીઓએ આત્મરક્ષણની યુક્તિઓ શીખવી આવશ્યક છે. રાજ્ય સરકારે પણ મહિલા સશક્તિકરણની દિશામાં અનેક ક્રાંતિકારી પગલાઓ લઈને મહિલાઓના સામ્યર્થમાં અપ્રતિમ વધારો કરી મહત્વની જવાબદારી નિભાવી છે. જુદી જુદી સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓ વિશે જાગૃતતા વધે અને દીકરીઓ પર અચાનક થતા શારીરિક હુમલા સમયે કેવી રીતે સામાન્ય જાગૃતતાથી સામનો કરવો એ વિશેની મહત્વની આત્મરક્ષણની તમામ યુક્તિઓ શીખવવા અમદાવાદની “સેવ હ્યુમિનિટી સંસ્થા” દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવશે.

ફાઈલ વિડીયો..

સેવ હ્યુમિનિટી સંસ્થાના સ્થાપક મહિલા પૂનમબેન પાંચાણી દ્વારા અગાઉ પણ આવા કાર્યકર્મો થકી દીકરીઓને આત્મરક્ષા માટે સશક્ત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ કાર્યક્રમ દરમ્યાન દીકરીઓને ફિઝિકલ, સાયબર, ગુડ/બેડ ટચ ટ્રેનિંગ થી અવગત કરાશે. મહિલાઓ અને દીકરીઓ માટેના આ કાર્યક્રમની શરૂઆત 17 એપ્રિલથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ ભક્તિ સર્કલ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે જેમાં ટ્રેનિંગ નિ શૂલ્ક રાખવામાં આવી છે. જેથી સંસ્થાના સ્થાપક બહેન પૂનમ પાંચાણીએ આશા વ્યક્ત કરતા અપીલ કરી હતી કે દીકરીઓએ આત્મરક્ષા તાલિમ મેળવવા મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાને વધુ મજબૂત બનાવવી જોઈએ જેથી આવનાર સમયમાં કોઈપણ દીકરી પોતાની સ્વરક્ષા કરી શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

સેવ હ્યુમિનિટી સંસ્થા કરવા જઈ રહી છે ઉમદા કાર્ય! મહિલા અને દીકરીઓને આપશે મફત આત્મરક્ષાની તાલિમ, છેડતી અને દુષ્કર્મના બનાવો બનતા અટકશે

Related posts

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનું ઢીમ ઢાળી દીધું! સરાજાહેર બજારની વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યાં નીપજાવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી

Phone: 9998685264.

સરદારનગરમાં SMC એ રેડ કરી 6 જુગારીઓ ઝડપી પાડ્યા! અગાઉ પણ ઝડપાયું હતું જુગારધામ, શુ જવાબદાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ સામે કાર્યવાહી થશે?

Phone: 9998685264.

ગુજરાત હાઇકોર્ટે પર્યુષણ પર જૈન તહેવાર દરમિયાન અમદાવાદમાં કતલખાનાને બંધ રાખવાને પડકારતી AMC ની અરજીને ફગાવી દીધી

Phone: 9998685264.

Leave a Comment