Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વલસાડ / 1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ ઝડપાઈ, LCB, SOG, અને ડુંગરી પોલીસનું સયુંકત ઓપરેશન

વલસાડ / 1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ ઝડપાઈ, LCB, SOG, અને ડુંગરી પોલીસનું સયુંકત ઓપરેશન

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

વલસાડ / 1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ ઝડપાઈ, LCB, SOG, અને ડુંગરી પોલીસનું સયુંકત ઓપરેશન
મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ ઝડપાઈ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

7 સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લાના સોનવાડા ગામે નેશનલ હાઇવે નંબર 48 પાસે ઓવરબ્રિજ પર પહોંચતા બે કારમાં આવેલા અજણયા ઈસમોએ ટેમ્પાને આંતરી લીધો.
વલસાડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ અધિકારીઓ અને ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની ટિમો આ આરોપીઓને પકડવા માટે સતત શોધખોળમાં હતા.
પોલીસે આ ગેંગના ચાર આરોપીઓને મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી પકડી પાડ્યા.
વલસાડ જિલ્લાની હદમાં નેશનલ હાઇવે નંબર 48 પરથી રૂ.1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય કંજર ગેંગને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે.

ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ ઇસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એજન્સી, મુંબઈના કિરણ રોડ લાઇન્સના ટેમ્પામાં જીપીઆઈ કંપનીમાંથી સિગારેટના ર.1.66 લાખનો કુલ 351 જેટલા સિગારેટના બોક્ષનો જથ્થો ભરીને મુંબઈથી તેઓ વલસાડ માંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લાના સોનવાડા ગામે નેશનલ હાઇવે નંબર 48 પાસે ઓવરબ્રિજ પર પહોંચતા બે કારમાં આવેલા અજણયા ઈસમોએ ટેમ્પાને આંતરી લીધો હતો.

એટલું જ ટેમ્પાના ચાલક અને કલીનરને દ્રવી ધમકાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને ટેમ્પામાં ભરે કુલ રૂ.1.27 કરોડની કિંમતના કુલ 273 બોક્સની લૂંટ કરીને ટેમ્પાના ચાલક અને કલીનરને ધમકાવીને માર મારી અપહરણ કરીને એકાંત જગ્યાએ લઇ જય નીચે ઉતરરીને છોડી દીધા હતા. આ બાબતે કિરણ રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટના માલિકે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ડુંગરી પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો.

ત્યારે વલસાડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ અધિકારીઓ અને ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની ટિમો આ આરોપીઓને પકડવા માટે સતત શોધખોળમાં હતા. પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યા અને અને સંભવિત સ્થળોના બધા સીસીટીવી ફૂટેજ મેળવીને બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કોલ ડેટા રેકોર્ડનું એનાલિસિસ કરીને અલગ અલગ દિશામાં તપાસ કરી હતી.

તપાસ દરમ્યાન આવા પ્રકારના ગુનાઓ મધ્યપ્રદેશની કંજર ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જે કડીના આધારે પોલીસે કંજર બાબતે બારીકાઈથી તપાસ કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશ ગુરપની અલગ અલગ ટિમો મધ્યપ્રદેશના કંજર ગેંગના ગઢ દિવસ જિલ્લા સુધી પહોંચીને તેના સભ્યો બાબતે માહિતી મેળવી હતી.

સચોટ માહતી મળતા પોલીસે આ ગેંગના ચાર આરોપીઓને મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી પકડી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં ભુપેન્દ્રસિંહ હાડા , હર્ષ હાડા , વિરેન્દ્રસિંહ સીસોદીયા, વિરેન્દ્દસિંગ ઝાલાને પકડી પાડ્યા હતા. જેઓ તમામ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હતા.

શું હતી એમ.ઓ. ?

કંજર ગેંગના સાગરીતો ભારતના અલગ અલગ વિસ્તારોમાં ચોરી, લૂંટ, ધાડ કરવાની ટેવવાળા છે. ખાસ કરીને ખુબ મોટી રકમનો મુદ્દામાલ જતો હોય તેવા ટ્રકોની યેનકેન પ્રકારે માહિતી મેળવીને રેકી કરીને તર્ક કે ટેમ્પાના ડ્રાઈવર અને ક્લીન્ટરને અટકાવીને અપહરણ કરીને વાહનમાંનો માલસામાનની લૂંટ કરીને વેચી નાંખવાની એમ.ઓ. ધરાવે છે. આ ગુનાને તેઓ સિફ્તાઇપૂર્વક અંજામ આપે છે. જેમાં તેઓ વાહનોમાં ખોટી નંબર પ્લેટનો ઉપયોગ, મોબાઈલમાં ખોટા સિમકાર્ડનો ઉપયોગ, પોલીસને ગેરમાર્ગે દોરાય તેવા રસ્તાનો ઉપયોગ, વાહનોંમાં સમયાંતરે ફેરફાર કરતા રહે છે. આ કંજર ગેંગ બ્રિટિશ રાજના સમયથી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં ધાડ લૂંટની પ્રવૃત્તિ કરતી આવી છે. તેમની ગુનો કરવાની પદ્ધતિ પર થીરન નામની સાઉથની ફિલ્મ પણ બનેલ છે. જોકે વલસાડ પોલીસે ટિમ વર્ક થી કંજર ગેંગના સાગરીતોને પકડવામાં સફળતા મેળવી છે.


વલસાડ / 1.27 કરોડના સિગારેટના પાર્સલોની લૂંટ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કંજર ગેંગ ઝડપાઈ, LCB, SOG, અને ડુંગરી પોલીસનું સયુંકત ઓપરેશન

Related posts

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

Ritesh Parmar

નારોલ પોલીસનો માનવીય અભિગમ, વરસાદી પાણીથી અસરગ્રસ્ત ગરીબ લોકો માટે ખીચડી અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું, ધોધમાર વરસાદમાં છાપરામાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘુસી જતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાણીમાં તણાઈ, પોલીસ ગરીબોને વ્હારે આવી

Ritesh Parmar

કેવી રીતે ભણશે ગુજરાત! ખેડબ્રહ્માની એક પ્રાથમિક શાળા ગામ ભરોસે, ગ્રામજનોના સહયોગ થી ચાલી રહી છે સ્કૂલ, ભાડાના મકાનમાં ભણે છે બાળકો, શિક્ષણ અધિકારીઓને અનેક રજુઆત પરંતુ પરિણામ શુન્ય

Ritesh Parmar

Leave a Comment