Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15393
Who's Online : 3

હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

રીતેશ પરમાર

પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓ ક્યારેક એવું કરી બેસે છે જેમાં પ્રચાર અપીલ કરતા ફજેતી વધારે થાય છે. ઘણી વખત બોલવામાં જીભ લપસે છે તો ક્યારેક પ્રચારમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરી બેસે છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. તા.3 ઑક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની છે.
આ માટે ઉમેદવારો તથા કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને આ વખતે ભાજપના કાર્યકર્તાઓએ હદ વટાવી દીધી છે.

આ દરમિયાન ગાંધીનગરના વૉર્ડ નં.5માં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન એક કૂતરાને ભાજપનો ખેસ પહેરાવીને પ્રચાર હેતું ફેરવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. અમુક કાર્યકર્તાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે કુતરાનો સહારો લઈ રહ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન ગાંધીનગરમાં ચાલી રહ્યું છે. ચૂંટણી બાદ ભલે ઉમેદવાર એક વખત પણ શેરીમાં ન ડોકાય પણ અત્યાર ઘરે ઘરે જઈને પ્રભાવ પાડી રહ્યા છે.

ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે દરરોજ દસ કિમીથી પણ વધારે ફૂટવર્ક કરી રહ્યા છે. આ સ્થિતિમાં ભાજપ તરફથી સસ્તી પ્રસિદ્ધિ માટે કૂતરાનો ઉપયોગ થતા બીજા કાર્યકર્તાઓ નારાજ થયા છે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વોર્ડ નં. 5માં ઉમેદવાર સાથે કાર્યકર્તા કૂતરાને લઈને આવ્યા હતા. જેમાં તેણે કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો.
કોર્પોરેશનમાં બેઠક પર સફળતા પ્રાપ્ત કરવા માટે ભાજપ દ્વારા નવ નિયુકત મંત્રીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવેલી છે. ભાજપના પૂર્વ મેયરો તેમજ કાર્યકરો સાથે મેરેથોન મિટિંગ યોજી કોર્પોરેશન ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી જીત હાંસલ કરવાં માટેની ટિપ્સ આપી ચોક્કસ દિશામાં પ્રચાર નીતિ નક્કી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આ ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ અને બેઠકની સીઝન શરૂ થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ ગાંધીનગર કોર્પોરેશન માટે ભાજપે કેટલાક જાણીતા લોકોને જવાબદારી સોંપી હતી. કોર્પોરેશન ચૂંટણી જીતવી પણ નવા મંત્રીઓ માટે એક પડકાર જનક કામગીરી છે. જોકે, મુખ્યમંત્રીએ મુલાકાત કર્યા બાદ બેઠકો વધી ગઈ છે. કાર્યલય પર કાર્યકર્તાઓની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ ઉમેદવારો વૉર્ડ ટુ વૉર્ડ ફરી રહ્યા છે.


હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

Related posts

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક વ્યક્તિની હત્યાં કરી! જૂની અદાવત રાખી ઉતાર્યો મોતને ઘાટ, યુવકના પેટ અને માથાના ભાગમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી હિંસક હત્યાં કરી

Ritesh Parmar

કાયદાના રક્ષક દારૂબંધીના ધજાગરા ઉડાડી રહ્યા છે!ટ્રાફિકમાં ફરજ બજાવતા PSI દારૂ પીને ગાડી હંકારતા હોવાનો આક્ષેપ,પોલીસતંત્ર સામે જનતાનો આક્રોશ

Ritesh Parmar

T20 વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાન સામે ભૂંડી હાર, ઇતિહાસ બદલાયો સાથે પાકિસ્તાની ગૃહમંત્રીના સુર બદલાયા, આપ્યું નફરતભર્યું સંદેશ, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment