Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તબીબને કહ્યું તમે ખોટી ડીગ્રી ધરાવો છો કહીને બે મહિલા પત્રકારે 50 હજાર રૂપિયાની માંગણી કરી, ચકલાસી પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

તબીબને કહ્યું તમે ખોટી ડીગ્રી ધરાવો છો કહીને બે મહિલા પત્રકારે 50 હજાર રૂપિયાની માંગણી કરી, ચકલાસી પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

તબીબને કહ્યું તમે ખોટી ડીગ્રી ધરાવો છો કહીને બે મહિલા પત્રકારે 50 હજાર રૂપિયાની માંગણી કરી, ચકલાસી પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

નડિયાદના આડીનાર ચોકડી પાસેના સ્મિતા ક્લિનિકના ડોક્ટરને તમે ખોટી ડિગ્રી ધરાવો છો અને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પચાસ હજારની માંગણી કરનાર બે મહિલા પત્રકારો વિરુદ્ધ નડિયાદના ચકલાસી પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદના આડીનાર ચોકડી પાસે સ્મિતા ક્લિનિક ચલાવતા ડો. રાહુલભાઈ લલીતભાઈ ચાવડા ( B. H. M. S) આ કમ્પાઉન્ડર સાગર રાહુલજી તા. 24 જુલાઈ 2023 ના રોજ બપોરે ક્લિનિકમાં હતા ત્યારે બે મહિલા આવી હતી. જેમાં પારુલબેન રીમ્પુભાઈ પટેલ પત્રકાર અને શબનમ મલેક એક ખાનગી ન્યુઝ ચેનલ પેટલાદ થી આવે છે. તેવી ઓળખ આપી હતી. અને ત્યારબાદ ક્લિનિકમાં બેઠેલા ડોક્ટર રાહુલ ચાવડા ને જણાવ્યું હતું કે તમે બોગસ ડિગ્રી ધરાવો છો. જેથી તમારે પતાવટ માટે પચાસ હજાર રૂપિયા આપવા પડશે. ડોક્ટર રાહુલ ચાવડાએ નિખાલસ પૂર્વક બંને મહિલાઓને સમજાવી હતી કે મારી ડિગ્રી સાચી છે અને તમે મારી ડીગ્રી ઓનલાઇન સર્ચ પણ કરી શકો છો. તેમ છતાં આ બંને મહિલાઓ ડોક્ટર રાહુલ ચાવડાને અન્ય કોઈ બાબતે ધમકાવવા લાગેલ.

સમગ્ર ઘટનાક્રમથી ક્લિનિકમાં હાજર ડોક્ટર રાહુલ ચાવડા ખૂબ જ ગભરાઈ ગયેલ અને અને ત્યારબાદ આ મહિલાઓને સમજાવવા બીજા ઘણા અન્ય પ્રયત્ન કર્યા હતા. તેમ છતાં આ બંને મહિલાઓ ડોક્ટરની કોઇ વાત સમજવા તૈયાર ન હતી. જેથી આખરે ડોક્ટરે પોતાની પાસે રહેલ ₹2500 શબનમ નામની મહિલાને આપી દીધેલ. રૂપિયા 2500 લઈ શબનમ અને પારુલ પટેલ ક્લિનિક માંથી જતા રહ્યા હતા. અને ત્યારબાદ તા. 28 મી ના રોજ આડીનાર ચોકડી પાસે નાસ્તાની લારી ધરાવતા સરફરાજ ઉર્ફે સલીમ મલેક નામનો ઈસમ બાકીના નાણાંની ઉઘરાણી કરવા ડોક્ટર રાહુલ ચાવડા ના સ્મિતા ક્લિનિકમાં આવી પહોંચ્યો હતો. માથાભારે દેખાતા ઈસમે ડોક્ટરને ધાકધમકી આપી બાકીના નાણાં આપવાનું કહ્યું હતું.. જેથી ડોક્ટર રાહુલ ચાવડાએ કહ્યું કે મારી ડિગ્રી સાચી છે, હું ડોક્ટર સાચો છું તો હું તમને પૈસા શું કામ આપું. આટલું સાંભળી સરફરાજ ઉર્ફે સલીમ મલેક નામનો ઈસમ ડોક્ટર સાથે મગજમારી કરવા લાગી ગયો હતો. અને જતા જતા ધમકી આપીને કહી ગયો હતો કે તને સોશિયલ મીડિયા ઉપર બદનામ કરી દઈશું. સરફરાજ થી વાત ના બનતા આખરે પારુલ પટેલ અને શબનમ મલેક ફરી એક વખત સ્મિતા ક્લિનિકમાં ઘૂસી ગયા હતા અને ડોક્ટર રાહુલ ચાવડાને બાકી પૈસા આપી દેવા ધાક ધમકીઓ આપી હતી.

મહિલા પત્રકારે ડો. રાહુલ ચાવડાને કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપી હતી

ખોટી ડિગ્રી છે કહી ડોક્ટર પાસે પૈસા પડાવનાર અને 50 હજારની ખંડણી માંગવાના પ્રકરણમાં બે મહિલા પત્રકારના કહ્યા થી આડીનાર ચોકડી પાસે નાસ્તાની લારી ચલાવનાર સરફરાઝ મલેક ડો. રાહુલ ચાવડા પાસે પહોંચી જઈ બાકીના નાણાંની માંગણી કરી હતી. ડોક્ટર રાહુલ ચાવડાએ ઉઘરાણી કરવા આવેલા ઈસમ સરફરાજ મલેકને કહ્યું હતું કે હું સાચો ડોક્ટર છું એટલે પૈસા શાના આપુ. તમે અહીંથી જતા રહો, ત્યારબાદ સરફરાજ મલેક ક્લિનિકમાં હાજર ડોક્ટર રાહુલ ચાવડા ને ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. તે જ દિવસે પારુલ પટેલ નામની મહિલા પત્રકાર ડોક્ટર રાહુલ ચાવડા પાસે આવીને બાકી નાણાની માંગણી કરે છે. પરંતુ ડોક્ટર રાહુલ ચાવડાએ મહિલા પત્રકાર પારૂલ પટેલ ને જણાવ્યું હતું કે હું સાચો ડોક્ટર છું મારી ડિગ્રી સાચી છે તમે મારી સાથે આવું ના કરી શકો તમે મારી પાસેથી ખોટી ખંડણી માંગી રહ્યા છો મને વધુ હેરાન કરશો તો હું પોલીસમાં ફરિયાદ કરીશ. ડોક્ટરના આ શબ્દો સાંભળી મહિલા પત્રકાર પારુલ પટેલ નો પિત્તો ગયો હતો ને જતા જતા તેમણે ડોક્ટરને સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં બદનામ કરવાની ધમકી આપી હતી તેમજ તેમની કારકિર્દી ખતમ કરી દેવાની પણ ધમકી આપી હતી.

ડો. રાહુલ ચાવડાએ આખરે ચકલાસી પોલીસ મથકમાં ખંડણીખોર બે મહિલા પત્રકાર અને એક અન્ય ઈસમ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી

સતત બે દિવસ સુધી અવારનવાર ક્લિનિકમાં ઘુસી જઈ ખોટી રીતે ધાક ધમકીઓ આપી તેમજ કારકિર્દી ખતમ કરી દેવાની દમદાટી આપી ડો. રાહુલ ચાવડાને પરેશાન કરવામાં આવી રહ્યો હતો.( B. H. M. S) ની ડિગ્રી ધરાવતા ડો. રાહુલ ચાવડાએ પોતાની અસલ ડિગ્રીઓ મહિલા પત્રકારોને બતાવી તેમ છતાં યેન કેન પ્રકારે ડો. પાસેથી પૈસા પડાવી લેવાના બદ ઈરાદો ધરાવનાર મહિલા પત્રકારો કોઈ વાત સમજવા તૈયાર ન હતી. જેથી આખરે આ બંને મહિલા પત્રકાર પારુલ પટેલ અને શબનમ મલેક વિરૃદ્ધ ચકલાસી પોલીસ મથકે અરજી અપાઈ હતી. ત્યારબાદ ચકલાસી પોલીસ મથકના PSI પી જે પરમારે સમગ્ર બાબતની ગંભીરતા પૂર્વક અને ઝીણવટતા થી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મહિલા પત્રકાર શબનમ મલેકે ડો. રાહુલ ચાવડા પાસેથી 2500 રૂપિયા લીધા હોવાનું પણ કબૂલ કર્યું હતું. તેમજ અન્ય ઘણા પુરાવા અને સાક્ષીઓના નિવેદનના આધારે ડો. રાહુલ ચાવડા પાસેથી 50 હજારની ખંડણી માંગનાર બે મહિલા પત્રકાર પારુલ પટેલ અને શબનમ મલેક તેમજ તેમની સાથે મદદગારીમાં આવેલ ઈસમ સરફરાઝ મલેક સામે ખંડણી અને ધાક ધમકીઓ આપવાની કલમો હેઠળ ગુનો નોંધી ચકલાસી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


તબીબને કહ્યું તમે ખોટી ડીગ્રી ધરાવો છો કહીને બે મહિલા પત્રકારે 50 હજાર રૂપિયાની માંગણી કરી, ચકલાસી પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

Related posts

પીઆઈ ચેતન જાદવ એવોર્ડથી સન્માનિત-મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર,કેવી રીતે હાંસલ કરી આ સિદ્ધિ વાંચો સંપૂર્ણ અહેવાલ

Ritesh Parmar

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

Ritesh Parmar

માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી, ભલે ને પછી બાળક કુટેવ કેમ ના ધરાવતો હોય,આર્યન ખાનનો કિસ્સો જોઈલો

Ritesh Parmar

Leave a Comment