Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુમુલ ડેરીમાં આદિવાસી મહિલાઓ સાથે થતા અન્યાય અને ડેરીમાં ચાલતા મોટા ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીને ફરીયાદ! કથિત રીતે ચાલતા ગેરવહીવટને રોકવા ઉચ્ચ અધિકારીની નિમણુંક કરી તપાસ કરાવવામાં આવે : દર્શન નાયક

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 5288

 
સુરત અને તાપી જિલ્લાનાં ગરીબ અને આદિવાસી સમાજના પશુપાલકોની જીવાદોરી સમાન “ધી સુરત-તાપી ડિસ્ટ્રીકટ કો-ઓપેરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. (સુમુલ)” છેલ્લા પાંચથી પણ વધુ દાયકાથી કાર્યરત છે. સુમુલ ડેરીમાં ૮૦%  દૂધ મંડળીઓ અને દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. એટલે કે આદિવાસી લોકોનું સુમુલ ડેરીના વિકાસમાં ખુબ જ મોટું યોગદાન રહેલું છે. સુમુલ ડેરીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર સભ્યો પૈકી નવ (૯) જેટલા ડિરેક્ટરો આદિવાસી સમાજમાંથી આવે છે. તેમ છતાં હાલમાં સુમુલ ડેરીનાં સંચાલકો દ્વારા આદિવાસી સમાજ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહેલ છે. હાલમાં, સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં વિજય મેળવી આદિવાસી સમાજનાં માનસિંહભાઈ કલ્યાણજીભાઈ પટેલ સુમુલ ડેરીનાં ચેરમેન તરીકે નિયુક્ત થયેલ છે. માનસિંહભાઈ કલ્યાણજીભાઈ પટેલ પોતે આદિવાસી સમાજમાંથી આવતા હોવા છતાં આદિવાસી સમાજની બહેનો સાથે અન્યાય કરી રહેલ છે એવું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
આશરે આઠ વર્ષ પહેલાં આદિવાસી બહેનોને બચત કરી તેમાંથી જરૂર પડે ત્યારે નાણાંનો ઉપયોગ પોતાના બાળકોનાં ભરણ-પોષણ, ખેતી કામ, સામાજિક કામ કે ધંધાનો વિકાસ માટે કરી શકે તે હેતુથી સુમુલ ડેરી દ્વારા આશરે ૬૬ જેટલી મહિલાઓને કોન્ટ્રાકટ ઉપર રાખી બચત જૂઠો શરૂ કરવામાં આવેલ હતા. આ મહિલાઓ દ્વારા બે વર્ષનાં સમયગાળામાં જ તનતોડ મહેનત કરી આશરે ૬૦૦૦ જેટલા મહિલા જૂથ બનાવવામાં આવેલ છે તથા આશરે ૧,૦૦,૦૦૦ જેટલી મહિલાઓને જોડી માસિક ૧૦૦/- રૂપિયા બચત કરી અંદાજિત રૂપિયા ૧, ૦૦, ૦૦,૦૦૦ (એક કરોડ) રૂપિયાની બચત કરવામાં આવેલ છે.

સુમુલ ડેરીનાં કાર્યક્રમો હોય કે સરકારી કાર્યક્રમો હોય ત્યારે સુમુલ ડેરીનાં સંચાલકો દ્વારા આ ૬૬ મહિલાઓને આદિવાસી સમાજની બહેનોને હજારોની સંખ્યામાં હાજર રાખવાની જવાબદારી સોંપવામાં આવતી હતી. આ ૬૬ જેટલી આદિવાસી સમાજની બહેનોની કામગીરીથી પ્રભાવિત થઈ સુમુલ ડેરીનાં સંચાલકો દ્વારા તમામ બહેનોનો માસિક પગારમાં રૂપિયા ૩૦૦૦/- નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુમુલ ડેરીનાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની મિટિંગમાં તમામ ૬૬ આદિવાસી બહેનોને બચત જૂથમાંથી સુપરવાઈઝર તરીકે ભરતી કરવા માટે ઠરાવ કરવામાં આવેલ હતો. આ તમામ ૬૬ બહેનોની પરીક્ષાનું આયોજન પણ સુમુલ ડેરીનાં સંચાલકો દ્વારા કરવામાં આવેલ હતું. જેમાંથી ૨૨ જેટલી આદિવાસી બહેનોએ આ પરીક્ષા પાસ કરી હતી અને તેમને દૂધ મંડળીઓમાં સુપરવિઝનની કામગીરી પણ સોપવામાં આવેલ હતી.

જો કે, તા: ૦૮/૦૭/૨૦૨૧ ના રોજ ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ઠરાવની વિરુદ્ધ જઈ આ ૨૨ સુપરવાઈઝર બહેનોને સુપરવાઈઝરના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલ હતી. ઉપરાંત, આ નિર્ણય લેવા પહેલા આ ૨૨ મહિલાઓને સુપરવાઇઝર પદેથી દૂર કરવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કોઈ ઠરાવ પણ કરવામાં આવેલ ન હતો તેમજ અન્ય ડિરેક્ટરોને પણ વિશ્વાસમાં લેવામાં આવેલ ન હતા. તેમજ આ ૨૨ આદિવાસી મહિલાઓને કોઈપણ પ્રકારની નોટીસ કે લેખિત કે મૌખિક જાણ પણ કરવામાં આવેલ ન હતી આમ, મનસ્વી રીતે અને પોતાના હોદ્દાનો દૂરૂપયોગ કરીને આ ૨૨ કુશળ આદિવાસી બહેનોને તેમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલ છે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ તો સાબિત થાય છે કે જે ૨૨ મહિલાઓની બચત જુથમાંથી સુપરવાઈઝર તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી તેઓ સંપૂર્ણપણે સુપરવાઇઝર પદ ઉપર પસંદગી પામવાને પાત્ર હતી. તેમજ તેઓની પસંદગી માટે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા જ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. આમ, આ તમામ મહિલાઓ કુશળ અને લાયકાત ધરાવતી હોવાથી તેઓની પસંદગી થયેલ હતી અને કોઈપણ પ્રકારની લાગવગ કે લાંચ વિના પોતાની કુશળતાથી પરીક્ષા પાસ કરી સુપરવાઇઝર પદ મેળવેલ હતું અને આ તમામ મહિલાઓને સુમુલ ડેરી દ્વારા સુપરવાઈઝિંગ માટેની તાલીમ પણ આપવામાં આવેલ હતી. તેમજ તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર એસ. વી. ચોધારી દ્વારા ઇન્ટરનલ નોટથી હુકમ કરવામાં આવેલ હતો. આ તમામ મહિલાઓને સુમુલ ડેરી દ્વારા માસિક વેતન પણ ચૂકવવામાં આવતું હતું જેથી આ તમામ મહિલાઓ સુમુલ ડેરીના કર્મચારી હતા એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે. તેમ છતાં કોઈ પણ નોટિસ કે કારણ આપ્યા વિના કે આ સુપરવાઇઝર બહેનોને પોતાનો પક્ષ રાખવાની તક આપ્યા વિના જ સુપરવાઇઝરની ફરજમાંથી બરતરફ કરી ફરી બચત જૂથની કામગીરી સોંપવામાં આવેલ છે. આમ, કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ વિના મનસ્વી રીતે આ ૨૨ બહેનોને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય મનસ્વી, ઈચ્છાધિન અને નિયમહીન હોય એ પ્રાથમિક દ્રષ્ટીએ સાબિત થાય છે.  

     
તા: ૦૮/૦૭/૨૦૨૧ નાં રોજ સદર બાબતે આદિવાસી બહેનોને ન્યાય અપાવવા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સુમુલ ડેરીનાં હાલના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ દ્વારા તમામ ૨૨ આદિવાસી બહેનોને ફરી સુપરવાઇઝર પદ ઉપર નિમણૂક આપવા માટે સુમુલ ડેરીનાં બોર્ડનાં તમામ ડિરેક્ટરોની હાજરીમાં બાહેંધરી આપેલ હતી.પરંતુ, આજદિન સુધી આ ૨૨ આદિવાસી બહેનોને સુપરવાઈઝર તરીકે નિમણુંક સુમુલ ડેરીનાં સંચાલકો દ્વારા આપવામાં આવેલ નથી અને ફક્ત મૌખિક બાહેંધરીઓ આપી તેઓના પ્રશ્નો અંગે સંચાલકો આંખ આડા કાન કરતાં આવેલ છે.
હાલમાં, સુપરવાઇઝર પદે નિમણૂક મેળવવાની લડાઈ અંગે આ તમામ બહેનોને રાજનૈતિક ધાક ધમકીઓ આપવામાં આવી રહેલ છે અને તેઓના અધિકારો મેળવવા માટે લડવા સામે તેઓનો અવાજ દબાવવાના કુશળ પ્રયત્નો થઈ રહેલ છે. સુમુલ ડેરીમાં છેલ્લા આઠ વર્ષથી પોતાની ફરજ નિભાવતી આ આદિવાસી બહેનોને માત્ર ૬૫૦૦/- થી ૧૨૦૦૦/- રૂપિયા જેટલું માસિક મહેનતાણું સુમુલ ડેરી દ્વાર ચુકવવામાં આવે છે. આ રકમ જોતા એમ લાગી રહ્યું છે કે આ ગરીબ આદિવાસી બહેનોને સરકારી નિયમ મુજબ લઘુત્તમ વેતન પણ ચુકવવામાં આવી રહ્યું નથી. વધુમાં, આ તમામ મહિલાઓને તેમના સુપરવાઇઝર પદેથી હટાવવાનો મુખ્ય હેતુ જૂના ચેરમેન દ્વારા કરેલ નિમણૂક હતી. જેથી તત્કાલીન ચેરમેન અને હાલના ચેરમેન વચ્ચેની તકરારને કારણે અને જૂની અદાવત રાખીને હાલના ચેરમેન દ્વારા આ મનસ્વી પગલું ભરવામાં આવેલ છે. જે સંપૂર્ણપણે અન્યાયી છે. 

આ સુપરવાઇઝર મહિલાઓ મહિલા જૂથના રિસોર્સ પર્સન તરીકે કાર્યરત હતી. જેમાં આ તમામ મહિલાઓ સ્વખર્ચે અને પોતાના વાહનોનો ઉપયોગ કરી મહિલાઓની બચતના નાણાં ઉઘરાવી સુમુલ ડેરીમાં જમા કરાવતા હતા. જેમાં અંદાજિત ૬૬ મહિલાઓ જોડાયેલ હતી અને આ તમામ ૬૬ મહિલાઓ આસપાસના ગામડાઓમા જઈ તમામ બચતની રકમ ઉઘરાવી ડેરી ખાતે જમા કરાવતી હતી. તેમજ સુમુલ ડેરીના અન્ય કર્મચારીઓને પ્રતિ કિલોમીટર દીઠ રૂપિયા ૩.૫૦ જેટલું એલાઉન્સ પણ આપવામા આવે છે જે પણ આ તમામ મહિલાઓને આજદિન સુધી આપવામાં આવેલ નથી જેથી સુમુલ ડેરીના સંચાલકો દ્વારા આ તમામ સુપરવાઇઝર મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહેલ છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સુમુલ ડેરીના પેટા કાયદાની કલમ-૫૧ માં મેનેજીંગ ડીરેક્ટર તરીકેની ફરજો અને સત્તા દર્શાવવામાં આવેલ છે. જેમાં કર્મચારીઓને છુટા કરવાની સત્તા મેનેજીંગ ડીરેક્ટરને આપવામાં આવેલ નથી અને જો કર્મચારીને છુટા કરવામાં આવે તો તે માટે સામાન્ય સભા બોલાવી તેમાં ઠરાવ કરવામાં આવે છે જે પણ આ કિસ્સામાં કરવામાં આવેલ નથી. આમ, હાલના મેનેજીંગ ડીરેક્ટરે સત્તાની ઉપરવટ જઈને કાર્ય કરેલ છે. જે સદંતર ખોટું છે અને નીતિ નિયમોની વિરુદ્ધની બાબત છે.
મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આ સુપરવાઇઝર મહિલાઓને અટકાવવા અને તેમને કંટ્રોલ કરવા માટે એક મહિલા કર્મચારીને આગળ કરવામાં આવેલ હતા.ત્યારબાદ આ મહિલા કર્મચારી દ્વારા આદિવાસી મહિલા બહેનોને અરજીઓ પાછી ખેંચી લેવા માટે  ખૂબ જ દબાણ આપવામા આવેલ હોવાનું જાણવા મળેલ છે. જો કે ધ્યાન કેન્દ્રિત કરવાવાળી બાબત તો એ છે કે ત્યારબાદ આ મહિલા કર્મચારીને એકસાથે ૪ પ્રમોશન આપવામા આવેલ છે. જેથી આ મહિલા કર્મચારી પણ આ ગેરકાયદેસર કૃત્યમાં મેનેજિંગ ડિરેક્ટર સાથે સામેલ છે એ વાત દેખાઈ આવે છે અને પોતાના અંગત હિત માટે આ મહિલા કર્મચારી કાર્ય કરેલ છે.

મહત્વની બાબત એ છે કે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી(સહકારી મંડળીઓ)સુરત એ સુમુલ ડેરીમાં સરકારી પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર તરીકેનું પદ ધરાવે છે તેમજ રજિસ્ટ્રાર શ્રી(સહકારી મંડળીઓ)સુરત જ સુરતમાં મિલ્ક ઑડિટર તરીકે પણ કાર્યભાર સંભારી રહ્યા છે.સુમુલ ડેરીમાં જે કોઈ વહીવટી ઘટના બને કે ગેરવહીવટ કરવામાં આવે તેની માહિતી જિલ્લા રજિસ્ટ્રાર શ્રી(સહકારી મંડળીઓ)સુરત,મિલ્ક ઑડિટર શ્રી તથા સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે તેમને પાસે હોય છે.સુમુલ ડેરીમાં અદિવાસી મહિલાઓ સાથે થઈ રહેલ અન્યાય ની જાણ પણ સુરત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી અને સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે તેમને હશે એ વાત માં કોઈ શંકા ને સ્થાન નથી,તેમ છતાં સુરત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી દ્વારા સુમુલ ડેરીમાં આદિવાસી મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય બાબતે કોઈ પણ પગલાં લેવામાં આવેલ નથી.

  વધુમાં  સ્પેશિયલ મિલ્ક ઑડિટર શ્રી દ્વારા સુમુલ ડેરીના વહીવટ કર્તાઓને આશરે છેલ્લા ૨ વર્ષથી સુમુલ ડેરીમાં રૂપિયા ૧૦૦૦ કરોડ ના થયેલ ગેરવહીવટ બાબતેની પત્ર લખી માહિતી માંગવામાં આવી રહી છે.પોતે જ સુમુલ ડેરી જેવી સંસ્થામાં ડિરેક્ટર અને રજીસ્ટ્રાર શ્રી (સહકારી મંડળીઓ) તથા સ્પેશિયલ મિલ્ક ઑડિટર કચેરીમાં અધિકારી તરીકે હોય તો સાહેલાઈ થી ૧૦૦૦ કરોડ રૂપિયા બાબતે ના ભ્રષ્ટાચારની તમામ માહિતી પ્રાપ્ય કરી શકે તેમ છે જ તથા સદર બાબતે આટલા લાંબા સમયમાં તપાસ પણ પૂર્ણ થઈ શકતી હોય પરંતુ સ્પેશિયલ મિલ્ક ઑડિટર શ્રી ભ્રષ્ટાચાર ને છાવારવા માટે માત્ર નામ પૂરતા જ સુમુલ ડેરીને પત્ર લખી રહ્યા છે અને ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવા ઈચ્છા ધરાવતા હોય  એવું લાગી રહ્યું નથી. આ તમામ બાબતો જોતા ભ્રષ્ટાચાર જેવી ગંભીર બાબતો સુમુલ ડેરીનાં વહીવટ કર્તાઓ છાવારતા હોય એવું લાગી રહ્યું છે.સુમુલ ડેરીના વહીવટ કર્તાઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રી કાર્યાલયના પત્રની પણ અવગણના કરી કરતા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.સુમુલ ડેરીમાં થઈ રહેલા ગેરવહીવટ અને મહિલાઓ સાથે અન્યાય જિલ્લા રજિસ્ટ્રાર શ્રી(સહકારી મંડળીઓ)સુરતના મેળાપીપળામાં થઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
  ઉપરાંત,સુરત તથા તાપી જિલ્લામાં આવેલ દૂધ મંડળીઓ નાં પ્રમુખો અને સભાસદો દ્વારા તેમજ અમો દ્વારા તા.૧૭/૦૮/૨૦૨૨,તા.૦૫/૦૮/૨૦૨૨,તા.૦૧/૦૫/૨૦૨૩,તા.૦૪/૦૫/૨૦૨૩ અને તા: ૧૯/૦૫/૨૦૨૩ ના પત્રથી સંબંધિત કચેરીઓ અને વિભાગોને સુમુલ ડેરીમાં ચાલતા ગેરવહીવટ અન્વયે ફરિયાદો કરેલ છે. તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી સુમુલ ડેરીના સંચાલકો સામે સક્ષમ કચેરીઓ દ્વારા કરવામાં આવેલ નથી. જે ખૂબ જ દુ:ખની બાબત છે. અને સંબંધિત કચેરીઓને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈપણ પ્રકારનો રસ  ન હોય એવી કામગીરી કરવામાં આવી રહેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે ઉપર મુજબની રજૂઆતોને આધીન નીચે મુજબના મુદાઓ ધ્યાને લેવામાં આવે તેવી માંગ કરી

   
1.    તા: ૦૮/૦૭/૨૦૨૧ ના રોજ ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ઠરાવની વિરુદ્ધ જઈ આ ૨૫ સુપરવાઈઝર બહેનોને સુપરવાઈઝરના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલ જે સદંતર ખોટું અને ગેરકાયદેસર છે તેમજ સહકારી કાયદા અને નીતિ-નિયમોની વિરુદ્ધ છે અને તેઓની સત્તા બહારનું કૃત્ય છે. જેથી ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આ તમામ ૨૨ બહેનોને સુપરવાઇઝર પદેથી છૂટા કરવા અન્વયે કરવામાં આવેલ હુકમને રદ્દ કરવામાં આવે અને ફરીથી આ બહેનોની સુપરવાઇઝર પદે નિમણૂક કરવામાં આવે અને છેલ્લા ૨૧ મહિનાનું મહેનતાણું વ્યાજ સહિત ચૂકવવામાં આવે એવો હુકમ કરશોજી.
 
2.    તમામ સુપરવાઇઝર મહિલાઓને કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ વિના જ છૂટા કરવામાં આવેલ છે અને જે અંગે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઠરાવ પણ કરવામાં આવેલ નથી અને ઇન્ચાર્જ એમ. ડિ. દ્વારા વહીવટી નિર્ણય મનસ્વી રીતે લઈ ગેરકાયદેસર કૃત્ય આચરેલ છે. જેથી ઇન્ચાર્જ એમ. ડિ. ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમ.ડી.નાં પદ ઉપરથી દૂર કરવા હુકમ કરશોજી.
 
3.    ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટરે સત્તાની અને મંડળીના પેટા કાયદાઓની વિરુદ્ધમાં જઈ મનસ્વી રીતે કાર્ય કરેલ હોય અને લેખિત રજૂઆતો હોવા છતાં બોર્ડનાં ડિરેક્ટર યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલ હોય તેમજ કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રદ્દ કરી “ધી ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટીની” કલમ ૮૧ હેઠળ વહીવટદારની નિમણૂક કરવા અંગેનો હુકમ કરવામાં આવે. 
 
4.    અમોએ તા.૧૭/૦૮/૨૦૨૨, તા.૦૫/૦૯/૨૦૨૨, તા.૦૧/૦૫/૨૦૨૩, તા.૦૪/૦૫/૨૦૨૩ અને તા. ૧૯/૦૫/૨૦૨૩ ના પત્રથી સંબંધિત કચેરીઓ અને વિભાગોને સુમુલ ડેરીમાં ચાલતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અન્વયે લેખિત ફરિયાદો કરેલ હોવા છતાં સક્ષમ કચેરીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવા બદલ અને અમારા અનુમાન મુજબ કેટલાક સહકારી વિભાગના કર્મચારીઓ પણ સુમુલ ડેરીના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારમાં સામેલ હોય શકે, જેથી દરેક સંબંધિત અધિકારી સામે લાખો પશુપાલકોના હિતમાં ખાતાકીય તપાસ કરવામાં આવે. જેથી સુમુલ ડેરીમાં ચાલતા ગેરવહીવટ તેમજ સહકારી કાયદાના નિતિનિયમોનું ઉલ્લંઘન કરી કરવા આવતા ભ્રષ્ટાચારને અટકાવી શકાય.  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

સુમુલ ડેરીમાં આદિવાસી મહિલાઓ સાથે થતા અન્યાય અને ડેરીમાં ચાલતા મોટા ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીને ફરીયાદ! કથિત રીતે ચાલતા ગેરવહીવટને રોકવા ઉચ્ચ અધિકારીની નિમણુંક કરી તપાસ કરાવવામાં આવે : દર્શન નાયક

Related posts

કાંકરિયા કાર્નિવલ માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો! કાંકરિયા કાર્નિવલમાં અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત, પોલીસ પરવાનગી વગર ચકલું પણ નહી ફરકે

Phone: 9998685264.

અમદાવાદ / સૈજપુરમાં પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત છ લોકોને ઝડપી લીધા

Phone: 9998685264.

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Phone: 9998685264.

Leave a Comment