Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / મહુવા પોલીસની સતર્કતાને લીધે ઇંગ્લિશ દારૂની હેરાફેરી નિષ્ફળ! તસ્કરો પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સુરત પહોંચાડે તે પહેલાજ મહુવા પોલીસે દબોચી લીધા, 5,61,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

સુરત / મહુવા પોલીસની સતર્કતાને લીધે ઇંગ્લિશ દારૂની હેરાફેરી નિષ્ફળ! તસ્કરો પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સુરત પહોંચાડે તે પહેલાજ મહુવા પોલીસે દબોચી લીધા, 5,61,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Our Visitor

013008
Total Users : 13008
Total views : 15232
Who's Online : 1

સુરત / મહુવા પોલીસની સતર્કતાને લીધે ઇંગ્લિશ દારૂની હેરાફેરી નિષ્ફળ! તસ્કરો પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સુરત પહોંચાડે તે પહેલાજ મહુવા પોલીસે દબોચી લીધા, 5,61,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

ગુજરાતમાં દારૂ ઘુસાડનાર તત્વો કોઈપણ રીતે અવનવા કિમિયાઓ, તરકીબો અજમાવી દારૂ ઘુસાડી દે છે ત્યારે એવીજ તરકીબ સાથે તસ્કરો સુરત ગ્રામ્યના મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સણવલ્લા, વેલણપુર થી વાંસકુઈ થઈને ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરતમાં ઘુસાડવાના પ્રયત્નમાં સફળ થાય તે પહેલાજ મહુવા પોલીસે તસ્કરોના પ્લાનને નિષ્ફળ બનાવી તેમને દબોચી લીધા હતા. સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના સચોટ માર્ગદર્શન અને સલાહ સૂચનાને અનુસરી મહુવા પોલીસ સ્ટેશનના નીડર અને બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ. બારોટે ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતીઓને ડામવા કવાયત હાથ ધરી હતી.

જુઓ વિડીયો

તે સંદર્ભમાં મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક તત્વો સુરત ગ્રામ્યના સણવલ્લા વેલણપુર, વાંસકુઈના રસ્તે થઈ એક પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાના છે. જેથી બાતમી મળેલ જગ્યાએ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે. એ. બારોટે મજબૂત સુપર વિજન સાથે પોતાના સ્ટાફના માણસો રોડ તરફની બંને બાજુઓની ઝાડીઓમાં ગોઠવી દીધા હતા. અને ત્યારબાદ બાતમીના વર્ણન વાળી પીકઅપ ગાડી નંબર DD -01-K 9508 ત્યાંથી પસાર થતા કામગીરીમાં જોડાયેલ પોલીસકર્મીઓએ તેને આંતરી લઈ અટકાવી હતી. પોલીસના માણસોને જોઈ પીકઅપ ગાડીમાં બેઠેલા શખ્સોએ ગાડીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે ગાડીના ડ્રાઈવરને આબાદ રીતે ઝડપી લીધો હતો. પરંતુ ગાડીમાં ક્લીનર સીટ ઉપર બેસેલ શખ્સ ઝાડીઓની આડસમાં છુપાવી જઈને નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ મહુવા પોલીસની કામગીરી દરમ્યાન પોલીસે એક પીકઅપ વાહન કબ્જે કરી તેમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે ગાડીના ચાલક મહંમદ અમીન હુસેન શેખની ધરપકડ કરી હતી. સમગ્ર ઓપરેશન દરમ્યાન મહુવા પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બિયરના ટીન અને પાઉચ વગેરે મળી 547 નંગ બોટલ કબ્જે કરી હતી. પીકઅપ વાહન કિંમત રૂ. 500,000 ઇંગ્લિશ દારૂની 547 નંગ બોટલો કિંમત 49,900 અને રોકડ રકમ સહીત કુલ 5,61,900 નો મુદ્દામાલ કબ્જે કરી સુરત ગ્રામ્યની મહુવા પોલીસે ખુબજ પ્રસંશનીય અને સફળ કામગીરી કરી હતી. તેમજ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાનાં ગુનામાં માલ સપ્લાય કરનાર અને મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરત / મહુવા પોલીસની સતર્કતાને લીધે ઇંગ્લિશ દારૂની હેરાફેરી નિષ્ફળ! તસ્કરો પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સુરત પહોંચાડે તે પહેલાજ મહુવા પોલીસે દબોચી લીધા, 5,61,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Related posts

‘પઢેગા ઈન્ડિયા, તભી તો..!’ અહીં માત્ર એક વિદ્યાર્થી માટે ચાલે છે સ્કૂલ, 2 વર્ષથી એકજ શિક્ષક ભણાવે છે તમામ વિષય, રાષ્ટ્ર્રગાન, પ્રાર્થના પણ થાય છે

Ritesh Parmar

વાંદરા જેવું મોઢું કરી વાંદરા સાથે સેલ્ફી લેવાનું યુવતીને ભારે પડી ગયું, વાંદરાએ બરોબરનો સ્વાદ ચખાડ્યો live વિડીયો

Ritesh Parmar

જામનગરમા ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો, પોલીસકર્મી દાખલ,

Ritesh Parmar

Leave a Comment