Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજનીતિ /ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે ને ભાજપના નેતાઓ સત્તા માટે એક બીજાના ટાટિયા ખેંચી રહ્યા છે.કોંગ્રેસ

રાજનીતિ /ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે ને ભાજપના નેતાઓ સત્તા માટે એક બીજાના ટાટિયા ખેંચી રહ્યા છે.કોંગ્રેસ

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

રાજનીતિ /ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે ને ભાજપના નેતાઓ સત્તા માટે એક બીજાના ટાટિયા ખેંચી રહ્યા છે.કોંગ્રેસ

રીતેશ પરમાર

ગુજરાત રાજ્યમાં રાજકીય ખળભળાટ વચ્ચે કોંગ્રેસે મોકે પર ચોક્કા મારવાનું કામ કર્યું છે. એક તરફ નવા મંત્રીમંડળની રચના એક દિવસ મોડી થવાની છે. એવામાં કોંગ્રેસે શાસક પક્ષ પર ટોણો મારવાની તક ઝડપી લીધી છે. કોંગ્રેસે ભાજપપર આકરા પ્રહાર કરીને અંદરોઅંદર ખેંચતાણની વાત ઉઘાડી પાડી દીધી છે. આ વાત નામજોગ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે ભાજપને ચાબખા માર્યા છે.
મનીષ દોષીએ કહ્યું કે, ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહયા ત્યારે ભાજપના નેતાઓ સત્તા માટે ટાટિયા ખેંચ કરી રહ્યા છે. શાસક પક્ષ ભાજપે ચેહરાની જગ્યાએ ચરિત્ર બદલવા ની જરૂર છે. હાલમાં નવા મંત્રીમડલ માટે ખેંચતાણ ચાલે છે. ભાજપ કહેવાતી શિસ્ત બંધ પાર્ટીમાં શિસ્તના ધજાગરા ઉડી ગયા છે. આ માહોલ જોવા મળી રહ્યો છે. નિતીન પટેલ, વિજય રૂપાણી, સી આર પાટીલ વચ્ચે ખેંચતાણ ચાલે છે. સેવાની વાતો કરતી ભાજપ સત્તાની લાલચુ છે.

મંત્રીપદ માટે ભાજપમાં ખેંચતાણ ચાલુ છે. ગુજરાતની પ્રજા સાથે છેત્તરપિંડી કરવામાં ભાજપ વ્યસ્ત છે. ભાજપમાં આંતરીક ખટપટ અને ખેંચતાણ બહાર આવી ગઈ છે. મુખ્યમંત્રીની પસંદગી કરવામાં જે રીતે એને ખેલ પાડ્યો, સરકારમાં જે રીતે ખેંચતાણ ચાલું છે. સરકારની તમામ મોરચે નિષ્ફળતા પુરવાર થઈ છે. ખાસ કરીને કોવિડની મહામારીમાં 3 લાખ જેટલા લોકોનાં મોત, ખેડૂતો પાયમાલ, ખેતી પાયમાલ, યુવાનો બેરોજગાર અને સરકારી નોકરીમાં ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારની જે ભ્રષ્ટ વાત સામે આવી છે એમાં ચહેરો બદલી નાંખવામાં આવ્યો છે.

હકીકતમાં તો ભાજપના નેતાઓએ ચરિત્ર બદલવાની જરૂર છે. નેતા બદલવાના બદલે નીતિ બદલવાની છે. પણ સરકારે ચહેરો બદલીને પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કર્યો છે. મંત્રમંડળની શપથ માટે જે દોડાદોડી અને ખેંચતાણ ચાલું છે. મંત્રી કોને બનાવવો એની ચિંતા છે પણ પુરગ્રસ્તોને કેમ મદદ કરી શકાય એની કોઈને ચિંતા જ નથી. આ કહેવાતી શિસ્તવાળી પાર્ટી જેના ધજાગરા થયા છે. એકબીજાનો હિસાબ સેટલ કરવા માટે આયોજન ચાલે છે. એક સમયે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. સીઆર અને વીઆર વચ્ચે ચાલતી હતી. ખુરશી પ્રાપ્ત કરવા માટેની રમત ચાલી રહી છે. જેનો ભોગ ગુજરાતની પ્રજા બની રહી છે. સત્તાની સાઠમારીમાં ગુજરાતીઓ ભોગ બની રહ્યા છે.


રાજનીતિ /ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે ને ભાજપના નેતાઓ સત્તા માટે એક બીજાના ટાટિયા ખેંચી રહ્યા છે.કોંગ્રેસ

Related posts

રાજ્ય સરકારે કરેલા કૃષિ રાહત પેકેજ થી સુરતના ખેડૂતો નારાજ!
કૃષી રાહત પેકેજમાં ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ,કામરેજ, પલસાણાના ખેડૂતો સાથે અન્યાય, રાહત આપવા માંગ કરતા દર્શન નાયક

Ritesh Parmar

અમદાવાદ મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલે પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી, જાણો શુ છે સમગ્ર બનાવ….

Ritesh Parmar

સુરત / પાછોતરા વરસાદ ને પગલે દક્ષિણ
ગુજરાતના ખેડૂતોને મોટું નુકશાન !
પેટા – ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઇ જવાની શક્યતા, ખેડુતો પાયમાલ થઇ જશે : દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment