Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

છેલ્લા 7 મહિનાથી ગુમ સુરતના હેડ કોન્સ્ટેબલનો કોઈ પતો નહી મળતા બાળકો દિલ્હીમાં ધરણા પર, દિલ્હી પોલીસ અને સુરત પોલીસના ધક્કા ખાઈ પરીવાર પરેશાન છતાં કોઈ ભાળ નથી મળી

છેલ્લા 7 મહિનાથી ગુમ સુરતના હેડ કોન્સ્ટેબલનો કોઈ પતો નહી મળતા બાળકો દિલ્હીમાં ધરણા પર, દિલ્હી પોલીસ અને સુરત પોલીસના ધક્કા ખાઈ પરીવાર પરેશાન છતાં કોઈ ભાળ નથી મળી

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

છેલ્લા 7 મહિનાથી ગુમ સુરતના હેડ કોન્સ્ટેબલનો કોઈ પતો નહી મળતા બાળકો દિલ્હીમાં ધરણા પર, દિલ્હી પોલીસ અને સુરત પોલીસના ધક્કા ખાઈ પરીવાર પરેશાન છતાં કોઈ ભાળ નથી મળી

સાત મહિનાથા લાપત્તા થઇ ગયેલા સુરતના હેડ કોન્સ્ટેબલની પત્ની અને બાળકો દિલ્હી પોલીસ કમિશ્નર કચેરીની બહાર ધરણાં પર બેઠા છે. તેઓ પોસ્ટર સાથે ધરણાં પર બેઠા છે અને બાળકો તેમના પિતાને જલ્દી શોધી આપવા માટે વિનંતી કરી રહ્યા છે. રહસ્યમય રીતે ગુમ થઇ ગયેલા સુરતના હેડ કોન્સ્ટેબલને પોલીસ છેલ્લાં 7 મહિનાથી શોધી રહી છે. છેલ્લાં 2 મહિનાથી કોન્સ્ટેબલનો પગાર પણ આવતો બંધ થઇ જવાને કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.હેડ કોન્સ્ટેબલની પત્ની અને બાળકો પોલીસ કમિશ્નર ઓફીસ અને કોર્ટના ચકકર લાંબા સમયથી કાપી રહ્યા છે, પરંતુ હેડ કોન્સ્ટેબલ વિશે કોઇ માહિતી મેળવી શકતા નથી.

ખાનગી જાસૂસી એજન્સીને કોલ ડિટેલની માહિતી વેચવાના આરોપી વિપુલ કોર્ડિયા સાથે સામેલ હોવાની શંકાને આધારે દિલ્હી પોલીસે સુરતના હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને પુછપરછ માટે દિલ્હી બોલાવ્યો હતો. પરંતુ તે પછી તેનો કોઇ અત્તો-પત્તો નથી એટલે મિથુન ચૌધરીની પત્ની અને તેના બે સગીર બાળકો દિલ્હી પોલીસ કમિશ્નર ઓફીસની બહાર ધરણાં પર બેઠાં છે.

હેડ કાંસ્ટેબલના ગુમ થયા પછીથી તેને શોધવા માટે પોલીસ કમિશ્નર ઓફીસ અને કોર્ટના ચકકર કાપી રહેલું મિથુનનું પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે. માંડવી તાલુકાના ખારોલ ગામના વતની મિથુન રંગાભાઈ ચૌધરી છેલ્લા 19 વર્ષથી સુરત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. 43 વર્ષીય કોન્સ્ટેબલ છેલ્લા 7 મહિનાથી લાપતા છે.

દિલ્હી પોલીસે 13 ઓગસ્ટ, 2022ના રોજ મિથુન અને સાથી કોન્સ્ટેબલ વિપુલ કોરડિયાને ઝડપી લીધા હતા. અધિકારીની સહીવાળી કોલ ડિટેઈલ મેળવવા અને દિલ્હીની જાસૂસી એજન્સીઓને પૈસા માટે વેચવા બદલ વિપુલ કોરડિયાની ધરપકડ કરવામાં આવી હતી. મિથુનની આ બાબતમાં કોઈ સંડોવણી ન હોવાની ખાતરી થયા બાદ 18 ઓગસ્ટ, 2022ના રોજ તેને રીલિઝ કરવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી મિથુન ચૌધરી સુરત પહોંચી શક્યો નથી.

સાત મહિનાથી ગુમ થયેલા મિથુન ચૌધરીને શોધવા માટે પત્ની શર્મિલાબેન, 17 વર્ષની પુત્રી ધ્રુવી અને 15 વર્ષના પુત્ર પ્રિયાંશે દિલ્હી, સુરત પોલીસ અને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે, પરંતુ તેમને ક્યાંયથી ન્યાય નથી મળી રહ્યો. કોન્સ્ટેબલની ગેરહાજરીને કારણે પોલીસ વિભાગ દ્વારા બે મહિનાથી પગાર ન ચૂકવવાને કારણે પત્ની અને બે બાળકો આજે એટલે કે મંગળવારે પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. પરિવાર દરેક કિંમતે ન્યાય માટે આજીજી કરી રહ્યો છે.


છેલ્લા 7 મહિનાથી ગુમ સુરતના હેડ કોન્સ્ટેબલનો કોઈ પતો નહી મળતા બાળકો દિલ્હીમાં ધરણા પર, દિલ્હી પોલીસ અને સુરત પોલીસના ધક્કા ખાઈ પરીવાર પરેશાન છતાં કોઈ ભાળ નથી મળી

Related posts

કળયુગ / માતાએ પોતાના દીકરાને મોબાઈલ છોડી વાંચવાનું કીધું તો બાળકે માતાના માથામાં બેટ ફટકારી દીધું!માતા બેભાન થઈ જમીન પર ઢળી પડી ને બાળક મોબાઈલ જોવા લાગ્યો, જુઓ વિડીયો

Ritesh Parmar

સારા સમાચાર, રાજ્યમાં કોરોના ઉપર સરકારે સફળતા મેળવી હોવાના કારણે જલ્દી રાત્રી કર્ફ્યુમાંથી મળી શકે છે રાહત, લગ્ન પ્રસંગમાં પણ લોકોની હાજરીની સંખ્યા વધશે!

Ritesh Parmar

🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

Ritesh Parmar

Leave a Comment