Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનાં પુત્રનો કમરે રિવોલ્વર લગાવી રોફ જમાવતો વિડીયો વાયરલ (VIDEO)

રાજકોટમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનાં પુત્રનો કમરે રિવોલ્વર લગાવી રોફ જમાવતો વિડીયો વાયરલ (VIDEO)

Our Visitor

013167
Total Users : 13167
Total views : 15414
Who's Online : 0

રાજકોટમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનાં પુત્રનો કમરે રિવોલ્વર લગાવી રોફ જમાવતો વિડીયો વાયરલ (VIDEO)

વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપનાં નેતાઓ અને તેના સહયોગીઓ પણ બેફામ બન્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ ગુજરાત ભાજપનાં એક નેતાએ સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. તો આજરોજ ભાજપનાં મહિલા કોર્પોરેટરનાં પુત્રએ કમરે રિવોલ્વર ટીંગાડી રોફ જમાવ્યાનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ ઘટનાને પગલે પોલીસ હરકતમાં આવી છે અને નગરસેવકનાં આરોપી પુત્રને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જાણવા મળતી વિગત મુજબ વોર્ડ નં.6ના ભાજપનાં કોર્પોરેટર દેવુબેન જાદવનો પુત્ર નિલેશ જાદવ કારના બોનેટ પર બેસીને મોબાઇલ પર વાતચીત કરતો હોય અને તેની કમરે રિવોલ્વર ટીંગાડી હોય તેવો વિડીયો ભારે વાયરલ થયો છે. નિલેશે આવી તસવીરો ખેંચાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં રિવોલ્વર લઇને તેની તસવીર ખેંચાવી તેને ફરતી કરતા આ વિડીયો વાયરલ થયો છે.

આ વિડીયો વાયરલ થતા પોતે કોર્પોરેટરનો પુત્ર હોવાથી પોલીસ કાંઈ નહીં કરે તેવું નિલેશ માનતો હોવાની ચર્ચા પણ લોકમુખે વહેતી થઈ હતી. જેને લઈ પોલીસ પણ તરત જ હરકતમાં આવી છે. અને રવિવારે સાંજે આ તસવીર ફરતી થતાં જ પોલીસ દ્વારા નિલેશને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે નગરસેવક દેવુબેનના પતિ તેમજ ભાજપ અગ્રણી મનસુખ જાદવે જણાવ્યું હતું કે, પુત્રએ જે રિવોલ્વર સાથેનો વિડીયો મુક્યો છે તેનો પરવાનો તેના પોતાના નામનો છે. નિલેશ પાસે હથિયાર કોઈ પરવાનો નથી. આ તો થોડા દિવસ પૂર્વે ઘરે પ્રસંગ હતો ત્યારે જ નિલેશે તેઓની પરવાનાવાળી રિવોલ્વર મેળવીને તેની તસવીર ખેંચાવી હતી. ત્યારે આ ગુનાહિત બેદરકારી બદલ મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે આવનારો સમય જ બતાવશે.


રાજકોટમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનાં પુત્રનો કમરે રિવોલ્વર લગાવી રોફ જમાવતો વિડીયો વાયરલ (VIDEO)

Related posts

અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી

Ritesh Parmar

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

Ritesh Parmar

વટવામાં સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ ધમધતી દારૂની ભઠ્ઠીઓ પર વિજિલન્સ ત્રાટકીઃ પાંચ ઝડપાયા, દેશી દારૂનો મોટો જથ્થો તેમજ દારૂ બનાવવાની સમગ્ર સાધન સામગ્રી જપ્ત કરાઈ, સ્થાનિક પોલીસની પોલ ખુલી

Ritesh Parmar

Leave a Comment