Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લાંચ તો નાની વાત થઈ ગઈ જાણે, હવે તો બુટલેગરો અને કેમિકલ માફિયાઓ ના બાતમીદાર બન્યા પોલીસકર્મીઓ, ખુદ પોલીસ થઈને પોલીસની કરી જાસૂસી, ભરૂચ SP એ કર્યા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ

લાંચ તો નાની વાત થઈ ગઈ જાણે, હવે તો બુટલેગરો અને કેમિકલ માફિયાઓ ના બાતમીદાર બન્યા પોલીસકર્મીઓ, ખુદ પોલીસ થઈને પોલીસની કરી જાસૂસી, ભરૂચ SP એ કર્યા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ

Our Visitor

013008
Total Users : 13008
Total views : 15232
Who's Online : 0

લાંચ તો નાની વાત થઈ ગઈ જાણે, હવે તો બુટલેગરો અને કેમિકલ માફિયાઓ ના બાતમીદાર બન્યા પોલીસકર્મીઓ, ખુદ પોલીસ થઈને પોલીસની કરી જાસૂસી, ભરૂચ SP એ કર્યા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ
બુટલેગરોના બાતમીદાર પોલીસકર્મીઓ કરાયા સસ્પેન્ડ

ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીના લોકેશન બુટલેગરોને વેચતા

SMC અને ભરૂચ જિલ્લા પોલીસ વડાની તપાસમાં બુટલેગરોને IPS સહિત 15 પોલીસ કર્મીના મોબાઈલ લોકેશન આપતા બે કોન્સ્ટેબલનો ભાંડો ફુટયો

ભરૂચ SP ડો. લીના પાટીલે ટેક્નિકલ સર્વેલન્સમાં બુટલેગરો માટે ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયુર અને અશોક ને સસ્પેન્ડ કર્યા

બન્નેએ 3 મહિનામાં SMC પોલીસ કર્મીઓના 600 વખત લોકેશન કઢાવ્યાની બહાર આવેલી વિગતો

સ્ટેટ મોનીટરીંગ સેલની રાજ્યમાં એક બાદ એક નિષ્ફળ જતી રેડમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ કોન્સ્ટેબલની વરવી ભૂમિકાનો ભાંડો ફૂટતા ગુજરાત પોલીસમાં સોપો પડી ગયો છે.હાલમાંજ અમુક ભ્રષ્ટ પોલીસ અધીકારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા અરજદારો અને ગુનેગારો પાસેથી લાંચ લઈ ગુજરાત પોલીસની સાખને લાંછ્ન લગાડતી ઘટનાઓ પ્રકાશમાં આવતા ગુજરાત પોલીસનો મોરલ ડાઉન થયો હતો. ત્યારે હવે ભરૂચમાં બે પોલીસકર્મીઓએ હદ વટાવી નાખી છે.પોલીસ ખુદ બુટલેગરોની બાતમીદાર બની સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ અને પોલીસની જાસૂસી કરી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ LCB માં ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર અને અશોક બુટલેગરોને પોલીસના લોકેશનો આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જાસૂસી

સ્ટેટ મોનિટીરિંગ સેલના કેમિકલ માફિયા અને બુટલેગરો ઉપર મોટા દરોડા નિષ્ફળ જતા SMC ને શંકા ગઈ હતી. જેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને કરાયો હતો. SMC ના પોલીસ અધિકારીના લોકેશન ભરૂચ ના 2 કોન્સ્ટેબલ બુટલેગરોને શેર કરતા હોવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને SMC ના ડીવાયએસપી કે.ટી.કામરીયાની તપાસમાં બહાર આવ્યું હતું.બન્ને કોન્સ્ટેબલ અને સર્વેલન્સ વિભાગની ગુપ્ત રાહે તપાસમાં આ બંને કોન્સ્ટેબલ પોલીસની જ જાસૂસી કરી બુટલગરોને વેંચતા હોવાની વિગતો સામે આવતા ગુજરાત પોલીસ વિભાગ હચમચી ગયું છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે બન્ને કોન્સ્ટેબલ મયુર અને અશોકને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સાથે વધુ

તપાસના આદેશો જારી કર્યા હોવાની વિગતો બહાર આવી છે.આ બન્ને કોન્સ્ટેબલે 3 મહિનામાં જ આઇપીએસ સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત મોબાઈલ લોકેશન કઢાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

ત્યારે આ પોલીસના મોબાઈલ લોકેશન આપવાનું કાંડ કેટલા સમયથી ચાલતું હતું. કેટલા બુટલેગરોને માહિતી વેચાઈ અન્ય કેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ સમગ્ર પોલીસ દ્વારા જ પોલીસની જાસૂસી કાંડમાં સામેલ હતા સહિતની વિગતો આગામી સમયમાં સમગ્ર ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવી શકે છે.


લાંચ તો નાની વાત થઈ ગઈ જાણે, હવે તો બુટલેગરો અને કેમિકલ માફિયાઓ ના બાતમીદાર બન્યા પોલીસકર્મીઓ, ખુદ પોલીસ થઈને પોલીસની કરી જાસૂસી, ભરૂચ SP એ કર્યા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ

Related posts

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Ritesh Parmar

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરની માતાનું નિધન, ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું હિંમત રાખજે ભાઈ દુઃખની ઘડીમાં હું તારી સાથે છું

Ritesh Parmar

સેવ હ્યુમિનિટી સંસ્થા કરવા જઈ રહી છે ઉમદા કાર્ય! મહિલા અને દીકરીઓને આપશે મફત આત્મરક્ષાની તાલિમ, છેડતી અને દુષ્કર્મના બનાવો બનતા અટકશે

Ritesh Parmar

Leave a Comment