Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

ઉત્તર ગુજરાતમાં આજે વધુ એક ACB ની સફળ ટ્રેપ થઈ હોવાનું સામે આવ્યું છે. આજે પાલનપુરમાં એક સરકારી વકીલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબ સરકારી વકીલે ફરિયાદીના પુત્રને કોર્ટમાં એક કેસમાં સજા થયા બાદ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ પાલનપુર માં અપીલ દાખલ થયા બાદ તેમાં મદદરૂપ થવા એક લાખની લાંચ માંગી હતી.જોકે ફરિયાદીએ એસીબી ને જાણ કર્યા બાદ છેક ખેડા ACB ની ટીમે પાલનપુરમાં કાર્યવાહી કરી આરોપી સરકારી વકીલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધો હતો.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે સરકારી વકીલ લાંચ લેતા ઝડપાઇ જતાં હળકંપ મચી ગયો છે. વિગતો મુજબ સ્થાનિક ફરિયાદીના દીકરા વિરુદ્ધ ફરિયાદીની પુત્રવધુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કરેલ. આ દરમ્યાન ના.પાલનપુર બીજા એડિશનલ ચિફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદીના દીકરાને સજા થયેલ હતી. આ તરફ તે હુકમની સામે આ ફરિયાદીના પુત્રએ બનાસકાંઠા ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ પાલનપુરમાં અપીલ દાખલ કરાવેલ. જે કામે મદદરૂપ કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી નૈલેશભાઈ મહેન્દ્રભાઈ જોશી , મદદનીશ સરકારી વકીલ(ઇ.ચા જિલ્લા સરકારી વકીલ, ના.સેસન્સ કોર્ટ પાલનપુર, હાલ રહે:- મકાન નં-૨૨, અંકિત સોસાયટી, ડીસા હાઇવે, પાલનપુર વાળાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસે રૂ.1,00,000 નક્કી કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ એ.સી.બી. અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ વી.આર.વસાવા, પોલીસ ઇન્સપેકટર તથા એ.સી.બી.સ્ટાફ ખેડા એસીબી પો.સ્ટે,નડિયાદ દ્વારા લાંચના છટકાનુ આયોજન કરાયું હતું. જેમાં વિરાટ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર,વિરાટ ચાની લારીપાસે,જોરાવર પેલેસ રોડ ,પાલનપુર ખાતે આરોપીએ રૂ.1,00,000ની લાંચની રકમ સ્વીકારતા પકડી પાડ્યો હતો. આ તરફ આરોપી ને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

Related posts

રાજકોટ / બુટલેગર અલ્તાફ પાસેથી પોલીસને મળી હતી ડાયરી? 64 પોલીસકર્મીઓના નામ આ ડાયરીમાં લખેલા હતા! માત્ર 7 પોલીસકર્મીઓ સામે થઈ કાર્યવાહી? તોડ કર્યો હોવાની માહિતી પણ હતી ડાયરીમાં?

Ritesh Parmar

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Ritesh Parmar

કપિલ શર્મા કોમેડી નાઈટ્સના પ્રખ્યાત કોમેડિયન ડોક્ટર મશહૂર ગુલાટીના નામથી જાણીતા સુનિલ ગ્રોવરની તબિયત લથડી, હાર્ટ સર્જરી કરાઈ

Ritesh Parmar

Leave a Comment