Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, કેન્દ્રીયમંત્રી પુરૂરુષોતમ રૂપાલા સાથે ચા ની ચુસ્કી મારતા દેખાયા, અટકળો એ જોર પકડ્યો

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, કેન્દ્રીયમંત્રી પુરૂરુષોતમ રૂપાલા સાથે ચા ની ચુસ્કી મારતા દેખાયા, અટકળો એ જોર પકડ્યો

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, કેન્દ્રીયમંત્રી પુરૂરુષોતમ રૂપાલા સાથે ચા ની ચુસ્કી મારતા દેખાયા, અટકળો એ જોર પકડ્યો

રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. તમામ પક્ષો ખુબ જ જોરમાં પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લઇ રહ્યા નથી. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે આજે સાંજે 5 વાગતાની સાથે જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોની નજર મતદાન પર હશે.પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો અમરેલીથી સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે વિડીયોમાં દીલીપ સંધાણી, પુરુષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા અને અમરેલી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ જોવા મળી રહ્યા છે. હાલમાં આ વિડીયો વાયરલ થયા અનેક અટકળો તેજ બની ગઈ છે અને લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે શું રાજકારણમાં કોઈ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે?

મહત્વનું છે કે, અમરેલી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપના કાર્યાલયે પહોચ્યા છે. જ્યાં તેમણે દીલીપ સંધાણી, પુરુષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચા ની ચુસ્કી માણી હતી. હાલમાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે. પરંતુ વિડીયો પરથી ફક્ત એટલું જ કહી શકાય કે, માત્ર ચાની ચુસ્કી માણવા માટે આવ્યા છે.

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, કેન્દ્રીયમંત્રી પુરૂરુષોતમ રૂપાલા સાથે ચા ની ચુસ્કી મારતા દેખાયા, અટકળો એ જોર પકડ્યો

Related posts

અમદાવાદ /સ્મશાન ઘાટમાં બની નિંદનીય ઘટના! વૃદ્ધ મહિલાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા ના દીધો! પાંચ કલાક સુધી મહિલાનો મૃતદેહ સાબરમતી નદી કિનારે રઝળ્યો, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

Ritesh Parmar

વડોદરા/ ત્રણ લાખથી વધુના દાગીનાની ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલી મહિલા આરોપીને પ્રસૃતિની પીડા ઉપડી, સયાજીગંજ પોલીસ ટીમે મહિલાને હોસ્પિટલ પહોંચાડી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું

Ritesh Parmar

અમદાવાદ એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ આવ્યો! એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની વિવિધ એજન્સીઓ થઈ દોડતી! આખરે બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપી કોણે વાંચો

Ritesh Parmar

Leave a Comment