Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સાયબર સેફ્ટી એન્ડ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત અમદાવાદની સેવ હ્યુમિનિટી સંસ્થા દ્વારા પુસ્તકનું વિતરણ કરાયું! અટલબ્રિજ પર આવતા સહેલાણીઓને સાયબર સેફ ગર્લ બુક આપી સુરક્ષાની સમજૂતી અપાઈ

સાયબર સેફ્ટી એન્ડ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત અમદાવાદની સેવ હ્યુમિનિટી સંસ્થા દ્વારા પુસ્તકનું વિતરણ કરાયું! અટલબ્રિજ પર આવતા સહેલાણીઓને સાયબર સેફ ગર્લ બુક આપી સુરક્ષાની સમજૂતી અપાઈ

Our Visitor

009917
Total Users : 9917
Total views : 11605
Who's Online : 5

સાયબર સેફ્ટી એન્ડ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત અમદાવાદની સેવ હ્યુમિનિટી સંસ્થા દ્વારા પુસ્તકનું વિતરણ કરાયું! અટલબ્રિજ પર આવતા સહેલાણીઓને સાયબર સેફ ગર્લ બુક આપી સુરક્ષાની સમજૂતી અપાઈ

અમદાવાદ ખાતે તહેવારના સમયમાં વેકેશનનું આનંદ માણવા સમગ્ર દેશભરમાંથી પ્રવાસીઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા છે. જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે નવનિર્માણ અટલબ્રિજ ખાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જ્યાં મહિલાઓ યુવતીઓ પણ ખુબજ ઉત્સાહિત થઈ અટલબ્રિજની મુલાકાત લઈ રહ્યા છે. તો બીજીતરફ આવા સમયમાં મહિલાઓ, યુવતીઓ, અથવા સ્કૂલ કોલેજમાં ભણતી દીકરીઓ સાથે છેડતી, અને અન્ય ઘણા પ્રકારના બનાવો બનતા હોય છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદની એક નીડર અને બાહોશ મહિલા પૂનમ પાંચાણીએ એક અનોખો પ્રયાસ કર્યો હતો. પૂનમ પાંચાણી અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે. અને છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે. તો બીજીતરફ મહિલાઓ સાથે દેશ અને ગુજરાતમાં બનતી ઘટનાઓથી પ્રેરિત થઈ તેમણે મહિલાઓ, નાની બાળકીઓ, અને કોલેજ સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીઓને પોતાના રક્ષણ માટે સેવ હ્યુમિનિટી સંસ્થાની સ્થાપના કરી હતી.

પૂનમ પાંચાણીનું સેવ હ્યુમિનિટી સંસ્થા શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ મહિલાઓ પોતાનું રક્ષણ કરી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓનું શિકાર ના બને. તેમજ આજના સમયમાં છેડતી, બળાત્કાર, દુષ્કર્મ, ઘરેલુ હિંસા, તેમજ અન્ય વિવિધ પ્રકારના ક્રાઇમ સામે મહિલા કમજોર ના બને અને નીડરતા થી કોઈપણ ઘડીયે મુશ્કેલીઓનો સામનો કરી શકે તેના માટે અમદાવાદ ખાતે અવાર-નવાર સેલ્ફ ડિફેન્સના સેમિનારનું આયોજન કરે છે. સેમિનારમાં નાની બાળકીઓ, મહિલાઓ, અને યુવતીઓને પ્રક્ષિક્ષિત ટ્રેનરો દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેના થકી મહિલાઓ પોતાની સુરક્ષા આપમેળે પણ કરી શકે. તેના અનુસંધાનમાં અમદાવાદ ખાતેના અટલબ્રિજની મુલાકાતે આવતી કોલેજ -સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓ તેમજ મહિલાઓને સાયબર સેફ્ટી અને સેલ્ફ ડિફેન્સને મદદરૂપ થાય અને બનતા ગુનાઓને રોકી શકાય તેના માટે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા બહાર પાડેલ સાયબર સેફ ગર્લ નામની પુસ્તકનું વિતરણ કરી મહિલાઓને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી, અને પુસ્તકમાં છપાયેલ નીતિ-નિયમો, કાયદાઓ અને સુરક્ષાના તમામ મુદ્દાઓ ઉપર સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સેવ હ્યુમિનિટીના સંસ્થાપક અને સામાજિક કાર્યકર્તા મહિલા પૂનમ પાંચાણી અને તેમની સાથે સેવ હ્યુમિનિટીની મહિલા વિંગની ટીમે ઉત્સાહિત રીતે હાજર રહી પુસ્તકનું વિતરણ કરી મહિલાઓમાં સાયબર ક્રાઇમના બનતા ગુનાઓને અટકાવવા જાગૃતિ ફેલાવવાનું પ્રસંસનીય કાર્ય કર્યું હતું.

જુઓ વિડીયો શુ કહી રહ્યા છે પૂનમ પાંચાણી
સાયબર ક્રાઈમ વિશે સમજણ જુઓ વિડીયો

સાયબર ક્રાઇમ શુ છે? જાણો સમગ્ર માહિતી

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ બનશે.
મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.

સમગ્ર વિશ્વ આજે ગુજરાતને એક રોલ મોડલ તરીકે ઓળખે છે. માન. પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતની જે સાખ આંતરાષ્ટ્રીય કક્ષાએ ઉભી કરી છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે અને તેને સાચવવાની જવાબદારી પણ છે. સમગ્ર ભારતમાંથી લોકો રોજગારી તથા વસવાટ માટે ગુજરાતમાં આવે છે. ગુજરાતના આ મોડેલને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં ગુજરાત પોલીસનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે.

છેલ્લા ૧૦-૧૫ વર્ષોથી ટેકનોલોજી ક્ષેત્રે ખુબ જ પ્રગતિ થઈ છે. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. આવા લોકો સામાન્ય પ્રજાની કોઇ પણ પ્રકારે છેતરપીંડી ના કરે તે હેતુથી અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પાંચ અલગ અલગ યુનીટ કાર્યરત કરવાનું સરકારે નક્કી કરેલ છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.

કોઇપણ પ્રકારે ગુનાખોરી કે અરાજકતા ફેલાવનાર તત્વોને સાંખી નહી લેવાય. પ્રજાની સુખાકારી માટે જે કાંઇ પણ કરવું પડે એ રાજ્ય સરકારની પ્રતીક્ષા છે. અને એ માટે ગુજરાત પોલીસ સાથે હંમેશા અમે કદમતાલ મીલાવ્યા છે. અને આવનાર દિવસોમાં પણ મીલાવતા રહીશુ આવી છે તેનો મહત્તમ ઉપયોગ કરવા નમ્ર વિનંતિ છે.


સાયબર સેફ્ટી એન્ડ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત અમદાવાદની સેવ હ્યુમિનિટી સંસ્થા દ્વારા પુસ્તકનું વિતરણ કરાયું! અટલબ્રિજ પર આવતા સહેલાણીઓને સાયબર સેફ ગર્લ બુક આપી સુરક્ષાની સમજૂતી અપાઈ

Related posts

શ્રીલંકા સામેની સિરીઝ પહેલા વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી લીધો બ્રેક

Ritesh Parmar

12 સાયન્સમાં અમદાવાદની દીકરી પ્રિશા શાહ 99.96 PR સાથે પાસ! સ્કૂલમાં પ્રથમ ક્રમે પાસ થતા તબીબ માતા-પિતા અને પરિવારમાં ખુશી વ્યાપી

Ritesh Parmar

હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના

Ritesh Parmar

Leave a Comment