Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહિલા IPS અધિકારીની પોલીસ કર્મચારી સાથે જો હુકમી, મારા ઘરે કામ કરવું પડશે નહિતર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દઈશ!ગૃહમંત્રીને ફરીયાદ કરાઈ,

મહિલા IPS અધિકારીની પોલીસ કર્મચારી સાથે જો હુકમી, મારા ઘરે કામ કરવું પડશે નહિતર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દઈશ!ગૃહમંત્રીને ફરીયાદ કરાઈ,

Our Visitor

013373
Total Users : 13373
Total views : 15660
Who's Online : 0

મહિલા IPS અધિકારીની પોલીસ કર્મચારી સાથે જો હુકમી, મારા ઘરે કામ કરવું પડશે નહિતર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દઈશ!ગૃહમંત્રીને ફરીયાદ કરાઈ,
ips પરીક્ષિતા રાઠોડ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગાંધીનગરઃ ગુજરાતમાં એક મહિલા આઈપીએસ (IPS) અધિકારી દ્વારા પોતાના હાથ નીચેના કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ ગાંધીનગરમાં ગૃહ વિભાગને કરાઈ છે.

આ મહિલા અધિકારી પશ્ચિમ રેલવેનાં એસ.પી. પરીક્ષિતા રાઠોડ છે. રાઠોડના હાથ નીચે કામ કરતા પોલીસ કર્મચારીઓએ મહિલા આઈપીએસ (IPS) અધિકારી પરીક્ષિતા રાઠોડની તાનાશાહીની ફરિયાદ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને કરી છે.
પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા મહિલા આઈપીએસ (IPS) અધિકારી પરીક્ષિતા રાઠોડ વિરૂધ્ધ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ કર્મીઓને મહિલા આઈપીએસ (IPS) અધિકારી પરીક્ષિતા રાઠોડ દ્વારા પોતાના ફ્લેટ ઉપર ઓર્ડલી તરીકે મૂકવાની ફરજ પડાય છે. રાઠોડની આ તાનાશાહી સામે વિરોધનો સુર ઉઠ્યો છે. કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે, મહિલા IPS દ્વારા તેમની તાંબાના અધિકારીઓ કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ પણ અપાય છે. ગૃહ વિભાગમાં કરવામાં આવેલી ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસના આદેશ અપાય એવી શક્યતા છે.

લોકરક્ષક રાજેન્દ્રસિંહ ઝાલાએ પરીક્ષિતા રાઠોડ સામે ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે, એસપી પરીક્ષિતા રાઠોડ સાહેબે સૂચના આપેલ કે તમારે લોકોએ ઘરનું બધું જ કામકાજ કરવાનું છે. હવે તમારે દરરોજ અહીં કામ કરવા આવવાનું તેઓ મૌખિક હુકમ કરેલ. મેં રજુઆત કરી કે, આવું કામ મારાથી નહી થાય. આથી સાહેબે ઉશ્કેરાઇ જઈને કહ્યું કે, દરબાર છે એટલે ઘરના કામ કરવાનું જોર આવે છે તું કે એમ અહીંયા નહીં ચાલે. મારી નીચે તારે કામ કરવાનું છે નહીંતર તને નોકરી કરવી મુશ્કેલ કરી દઈશ. તને બતાવી દઇશ પછી કેમ નોકરી થાય. તને ઘર પરિવારથી દૂર કરી સૌરાષ્ટ્રમાં મૂકી દઈશ, તેમ કહી ઉચ્ચ અધિકારીને શોભે નહીં તેમ મારી જોડે જ્ઞાતિવાદ રાખી અપમાનજનક શબ્દો બોલ્યા.


મહિલા IPS અધિકારીની પોલીસ કર્મચારી સાથે જો હુકમી, મારા ઘરે કામ કરવું પડશે નહિતર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દઈશ!ગૃહમંત્રીને ફરીયાદ કરાઈ,

Related posts

ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા અપરાધીઓની હવે ખેર નથી, ગેરકાયદેસર હથિયારોના જોરે ગુજરાતની શાંતિ ડહોળનારાને બકસવામાં નહી આવે, પોલીસ વડા આશિષ ભાટિયા

Ritesh Parmar

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું સમગ્ર ગુજરાતને રાજકોટ પોલીસ ઉપર ગર્વ! ગુજરાતની બોર્ડરમાં આવતા ધ્રૂજે છે ગુનેગારો, રાજકોટ પોલીસ સતર્ક, સમર્થ, અને સશકત: ગૃહમંત્રી હર્ષ સંઘવી

Ritesh Parmar

સુરત એરપોર્ટ પર રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે અથડાઈ ફ્લાઈટ! ફલાઈટમાં 160 મુસાફરો સવાર હતા

Ritesh Parmar

Leave a Comment