Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ ટ્રાફિક ડિસિપી સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ ટ્રાફિક ડિસિપી સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર રોડ રસ્તાઓ ઉપર પુરઝડપે અને ગફલત રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરી ટપોરી ગીરી કરતા વાહન ચાલકો સામે અમદાવાદ શહેરના પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમુક લબર મૂછીયાઓ બાઈક અથવા એકટીવા ઉપર ખુબજ જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવને જોખમમાં મુકતાના ઘણા વિડીયો સોશ્યલ મીડિયા ઉપર મુકવામાં આવતા હોય છે. જેની વ્યાપક ફરિયાદો ટ્રાફિક ડિસિપી સફીન હસનને મળતા તેઓએ આવા જોખમી સ્ટન્ટ બાજો સામે લાલ આંખ કરી છે. અને ફરીયાદ અને સોશ્યલ મીડિયા ઉપર મુકેલા વિડીયોના આધારે કસૂરવાર વાહન ચાલકોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

જેના અનુસંધાનમાં ટ્રાફિક સ્કોડના મદદનીશ સબ ઇન્સ્પેક્ટર નીરજસિંહ સભાજીતસિંહ દ્વારા ભયજનક રીતે તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બાઈક અને એકટીવા ઉપર પૂરપાટે વાહન ચલાવી તેમજ ખુબજ જોખમી રીતે સ્ટન્ટ કરી પોતાનું અને લોકોનું જીવન જોખમમાં મુકનારા વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ટ્રાફિક પોલીસે વાહન નંબરના આધારે તપાસ હાથ ધરતા વાહન ચાલક (1) શાબાન તુફેલ અહેમદ અન્સારી ઉં 18 વર્ષના રખિયાલ તેમજ (2) અયાન મોહમ્મદ અનીસ મોહમ્મદ અન્સારી ઉં 19 રહે સુન્દરમ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ રખિયાલને વાહન નંબર ના આધારે ઝડપી પાડ્યા હતા.

ઉપરોક્ત બંને વાહન ચાલકોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આશરે બે મહિના અગાઉ રખિયાલ તેમજ વટવા, રિવરફ્રન્ટ, અનુપમ બ્રિજ,ખોખરા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોશ્યલ મીડિયા ઉપર હિરોગીરી કરવા અને વધુ લાઈક્સ મેળવવા માટે ટ્રાફિકના નિયમોનું ભંગ કરી અલગ અલગ પ્રકારના જોખમી સ્ટન્ટ કરેલ છે. જે એક્સેસ વાહન ઉપર જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા તે વાહનના માલિક અબ્દુલ વાહીદ અબ્દુલ કૈયુબ અન્સારી ઉં 32 ને જાણ હતી કે વાહન ચલાવનાર બંને સગીર હોવા છતાં પોતાનું વાહન તેમને ચલાવવા માટે આપ્યું હતું. જેથી ટ્રાફિક DCP સફીન હસન દ્વારા કસૂરવાર વાહનના માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે સ્ટન્ટમાં વપરાયેલ વાહનને કબ્જે કરી મૂળ માલિક સામે એન.સી. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમજ આગળની તપાસ અમદાવાદના એચ. ટ્રાફિફ ડિવિઝનને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પરમાર, મ. સ. ઈ. નીરજસિંહ સભાજીતસિંહ, પો. કો. અરજણભાઈ નગાભાઈ, મ. સ. ઈ. વિરેન્દ્રસિંહ ધીરજસિંહ, પો કો.વિપુલકુમાર ભીખુસિંહ, તેમજ પો. કો. પ્રવીણકુમાર નરસિંહભાઈ દ્વારા ખુબજ સફળ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.


જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

Related posts

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે

Ritesh Parmar

“ખેરવા ગામ ધ્રુજ્યું! ભરબપોરે આંખમાં મરચું નાખી હાથની આરપાર દોઢ ફૂટનો છરો ભોંકી વેપારી સાથે ₹૧૧.૭૦ લાખની લૂંટ! ” પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ “

Ritesh Parmar

વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

Ritesh Parmar

Leave a Comment